28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વીર યોદ્ધો તક્ષક

ઈતિહાસ પાછળનો ઈતિહાસ-પ્રફુલ શાહએબત્રીસેક વર્ષનો યુવાન. બહાદુર અને પરાક્રમી. યુદ્ધમાં એના નામના ડંકા વાગે. શૂરવીર એટલો કે તલવારના એક ઝાટકે હાથીનો જીવ લઇ લે એની શૌર્યગાથા લશ્કરમાં જ નહીં, આખા નગરમાં ચર્ચાય. ક્ધનોજના શકવર્તી રાની નાગભટ્ટ બીજાનો મુખ્ય અંગરક્ષક. નામના, હોદ્દો અને જુવાની છતાં ક્યારેય ચહેરા પર કોઇ ભાવ ન વર્તાય. ઊંડી આંખમાં ન ક્યારેય આનંદ વર્તાય કે દુ:ખ છલકાય. એની આંખો સતત લાલ રહે, અંગારાની જેમ ઝબકે. જાણે ‘વેર વેર’નો પોકાર ન કરતી હોય. નામ એનું તક્ષક.

એને રોજ દિવસ-રાત સત્તર-અઢાર વર્ષ અગાઉનું દ્રશ્યો ફરી ફરી દેખાતાં હતાં. દિવસની નિરાંત ને રાતની ઊંઘ હરામ કરી નાખતા હતાં.

એ અતીતે એના રૂઆબદાર- મજબૂત વ્યક્તિત્વમાં માત્ર અજંપો જ નહિ, વીર-પીપાસા ઠાંસીઠાંસીને ભરી દીધી હતી. ઇ.સ.૭૧૧ની આસપાસની વાત છે. વાયવ્ય ભારતમાં બર્બર આરબ મુસ્લિમ મુહમ્મદ બિન કાસિમ હુમલો કરે. એક માત્ર પોતાના વિસ્તાર વધારવા, કે વિજયપતાકા લહેરાવવા કે આધિપત્ય સ્થાપિત કરવાનો રાજકીય કે લશ્કરી વ્યૂહ નહોતો. તદ્દન અમાનવીય, ક્રૂર, બર્બર અને શેતાનનેય શરમાવે એવું આક્રમણ હતું.

યુદ્ધમાં સૈનિકો લડે, મરે, હારે કે જીતે એટલી જ વાત હોય, પરંતુ બર્બર કાસિમની સેના એવા કોઇ નિયમમાં માનતી નહોતી. એ તો સૈનિક ઉપરાંત સામાન્ય સ્ત્રી, પુરુષ, બાળકો અને વયોવૃદ્ધોને ય ન છોડે-મંદિર, મઠ લૂંટે, તોડે અને આગ ચાંપી દે. આ પાશવી સેનાના કુકર્મને વર્ણવવા શબ્દો ઓછા પડે. મુલ્તાનમાં ભયાનક નરસંહાર બાદ એના રાક્ષસોએ મુલકી વિસ્તારોમાં કાળો કેર વર્તાવ્યો. શહેર હોય કે ગામ, કામ એક જ કરવાનાં યુવાન હોય કે વૃદ્ધ, બે જ વિકલ્પ: મોત કાં ગુલામી. હજારો મહિલાઓને બળાત્કારનો શિકાર બનાવાયા બાદ મારી નખાઇ.

એ સમયે સિંધના રાજાની સેનામાં એક સૈનિક હતા તક્ષકના પિતા. તેઓ બહાદુરીપૂર્વક લડીને વીરગતિ પામ્યા. આરબ-મુસ્લિમ સેના પાશવતાથી હત્યા કાંડ, બળાત્કારો અને બળાત્કાર કરતી આગેકૂચ કરી રહી હતી.

આ નર-રાક્ષસો તક્ષકના ગામમાં પ્રવેશ્યા. ઘરમાં માત્ર માતા-બે બહેનો અને તક્ષક. આસપાસ એક-એક ઘરમાંથી બહાર ખેંચીને મહિલા, યુવતી અને કુમળી બાળકીઓ પર અવર્ણનીય અત્યાચાર કરાતા હતા અને પછી તેમને મોતને ઘાટ ઉતારી દેવાતી હતી. કોઠાસૂઝને પ્રતાપે મા સમજી ગઇ કે હવે શું થવાનું છે? ચોમેર આક્રંદ, મરણતોલ ચીસ અને ‘બચાવો બચાવો’ ના કાલાવાલા વચ્ચે માતાએ મનોમન કંઇક નક્કી કરી લીધું. ત્રણેય સંતાનને પાસે ખેંચી લીધાં. છાતીસરસાં ચાંપતાંવેંત એની આંખમાંથી આંસુની નદી વહેવા માંડી. માતૃત્વ હીબકા ભરતું હતું. આંસુભરી આંખો તેણે બાળકો સામે જોયું. આંખમાં મમતા, વહાલ અને બીજું કંઇક અકળ હતું. તેણે તરત જ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢીને બન્ને દીકરીનાં માથાં કાપી નાખ્યાં. પછી તક્ષક સામે જોયું, જાણે આખરી વાર માતા પોતાના પુત્રને જોતી હોય. અને ખરેખર તેણે તલવાર પોતાના પેટમાં એટલા જોરથી ભોંકી દીધી કે પ્રાણને નીકળતાં વાર ન લાગી. નાનકડો તક્ષક એકદમ હતપ્રભ થઇ ગયો. પિતાના અકાળ અવસાનની કળ વળી નહોતી, ત્યાં માતા અને બે બહેનના જીવ પોતાની આંખો સામે ગયા. એના બાળમાનસમાં ન જાણે પ્રચંડ સુનામી ઊઠી હશે. નીચે પડેલા માતાના મૃતદેહને ક્યાંય સુધી જોઇ રહ્યો. પછી નીચે બેસીને છેલ્લી વાર માતાની સાડીના છેડાથી પોતાની આંખનાં આંસુ લૂછ્યાં. પછી એ પાછું વળીને જોયા વગર ચાલવા માંડ્યો એ કદાચ છેલ્લો દિવસ હતો જ્યારે એના ચહેરા પર ભય-વેદનાના ભાવ હતા. એ ચાલતો જ રહ્યો...

સમય વહેતો રહ્યો પણ તક્ષક ન ભૂલી શક્યો એ દિવસ, એ ઘડી. વેરની અગનજ્વાળા એને નિરાંતે જીવવા દેતી નહોતી. મુસ્લિમ આરબો પરનો રોષ દરેક લડાઇમાં શત્રુ પર ઝૂનનપૂર્વક ત્રાટકે અને ભલભલાને ભૂ પાતા કરી દે. વૈરાગ્નિને તેણે પોતાની તાકાતમાં ફેરવી નાખી હતી.

એ સમયે સિંધ પર શાસન કરનારા આરબો મન ફાવે ત્યારે ક્ધનોજ પર ચડી આવતા હતા. એકે એક વખત ક્ધનૌજના વીરો એમને મારી હટાવે એટલે બિલાડીની જેમ નાસી જાય. ક્ધનૌજની સેના યુદ્ધના નિયમોમાં માને, નૈતિકતા સ્વીકારે અને એનો અમલ કરે. આવું બે-પાંચ નહીં, પંદરપંદર વર્ષ થતું રહ્યું. છતાં શ્ર્વાનની પૂંછડી વાંકી તે વાંકી. હુમલો કરે, માર ખાય અને ભાગી જાય.

ફરી ગુપ્તચરો ખબર લાવ્યા કે હવે આરબ ખલીફાના સૈન્યની મદદ લઇને સિંધની સેના આક્રમણ કરવા માટે નીકળી ચૂકી છે. એ સાંભળીને તક્ષકની આંખમાં ચમક આવી, આંગળી વળીને મુઠ્ઠી બની ગઇ અને બાવડાની માંસપેશી ખેંચાવા લાગી. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

217Jn3Xg
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com