28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જીવન જરૂરિયાતની દરેક વસ્તુમાં દુકાળગ્રસ્ત વાતાવરણ કેમ?

નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચક મિત્રો?

હોળી ધુળેટી ઉજવાઇ ગઈ હશે. રંગબેરંગી રંગોના રંગે રંગાઈને ખૂબ સેલ્ફીઓ લીધીને? મેં પણ હોળીકા માતાની અને મારી માતાની ઉષ્મા, સ્મૃતિ સ્વરૂપે મેળવી. આ વખતે મેં હોળીકા માતાને કહ્યું કે વિશ્ર્વમાંથી વેરના રંગો ભસ્મ કરી ખુશીને સમૃદ્ધિના રંગ ફેલાવી દેશને સમૃદ્ધ બનાવો. કોણે શું કર્યું, કોણ સાચું, કોણ ખોટું ખબર નહીં પણ છેલ્લા કેટલાક મહિનાથી ભારતનું રાજકારણ લાલ રંગે રંગાઈ ગયું છે માટે આપણે હવે સફેદ, પીળો, ગુલાબી એવા શાંતિના રંગે રંગશું બરાબરને? હોળીમાં પાણીનો ઉપયોગ ખાસ્સો થયો છે માટે મારી વિનતી છે કે હવે શકય હોય તો પાણી બચાવજો. જેથી પાણી સૌની તરસ છીપાવે.

આપણા એક વાચક મિત્ર જેમને પણ પાણી વિશે ખૂબ ચિંતા છે. આવો તેમની મૂંઝવણ સમજવાનો પ્રયાસ કરીએ. પહેલા તો હું કહીશ કે કાશ આ પત્ર હું ફોટો રૂપે જ તમારી સામે મૂકી શકી હોત. લખાણમાં વ્યક્તિની વ્યથા વંચાય છે. સુંદર પત્ર છે. કંઈક આમ હસ્ત લિખિત:

શ્રી નેહા (એસકે) મહેતા,

૭૫મા વર્ષમાં પ્રવેશી ચૂકેલા ધનસુખભાઈ વી મહેતા. કાંદિવલી ઈસ્ટની શુભેચ્છાઓ, શુભકામનાઓ, સસ્નેહથી જય પ્રભુ. ઓપન માઇન્ડ દ્વારા જ્ઞાન પરબ ગમી.

મારો પ્રશ્ર્ન પરબ? પાણીની પરબ, જ્ઞાન પરબ, પાઠશાલા, પર્યાવરણ, પ્લાસ્ટિક, પ્રકૃતિ. મૂંગા જીવોને ગટરો બંધ થવાથી પાણી મળતું નથી. પ્રકૃતિના ગેસ્ટ મૂંગા જીવોને પાણી મળે તેવી રજૂઆત. દરેક જગ્યાએ પરબ મળે તેવી રજૂઆત. કારણ દરેક જગ્યાએ પરબ મળે તો પાણીની બોટલ કેન્સલ. પર્યાવરણ સારું. આ લખનાર આના માટે ૪૦ વર્ષથી કામ કરે છે. પ્લાસ્ટિક દૂર કરોના પેમ્પલેટ્સ, અને પક્ષી માટે કુંડા કુંડીનું વિતરણ કરે છે. આનો ફેલાવો પ્રચાર પ્રભાવ આપની કોલમ દ્વારા થાય તેવી અરજ. કેમ માણસ પોતાનું જ વિચારે છે? કુદરતના મહેમાન પશુ પંખીનું શું? પ્લાસ્ટિક બોટલો ચારેકોર દેખાય છે, પૃથ્વીનું શું? શા માટે પાણી વેચાય છે? પાણીની પરબોનું શું? શા માટે માનવી દયાહીન થયો છે? શું સાચે જ કળિયુગ ચાલે છે?

આપના જવાબની આશા સાથે. કંઈક આટલા સવાલ એક સાથે છે જેના જવાબ એકસાથે આપી શકાશે નહીં, મૂંઝવણો ગંભીર છે! અને જવાબની ખાસ આશા રાખી છે. કદાચ આ સવાલો ધનસુખભાઈની જેમ બીજા આપણા

ઘણા વાચકોને પણ મૂંઝવતો હશે. માટે જવાબ અહીં આપણે વિભાજિત કરીશું જેથી વાત પણ આવરી લેવાય અને જળ જન જાગૃતિ રૂપે સમાજ સેવા પણ થઈ શકે.

ગુજરાતી કહેવત છે ને એક પંથ દો કાજ.

ધનસુખજી તમારી વિચારધારા ધનવાન અને સુખી છે અને મન થોડું દુખી. પણ હવે તમે જીવન

નિશ્ર્ચિંત થઈને જીવો કારણ કે તમારા દરેક પ્રયત્નો જે ૪૦ વર્ષથી તમે કરો છો તે બમણા થઈને ઘાણા બધા લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તે તો તમે જાણો જ છો. ઘણા બધા એનજીઓ, ઘણી બધી સંસ્થાઓ તમે સૂચવેલા વિષયો પર સાવધાનીના પગલાં લેવાના કાર્યો કરી જ રહી છે, સામાન્યજન પણ પોતાની રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડી પ્રયત્ન તો કરી જ રહ્યા છે,જેમકે તમે.

હવે રહી વાત દરેક જીવન જરૂરિયાતની વસ્તુમાં દરેક ક્ષેત્રે દુકાળગ્રસ્ત વાતાવરણ કેમ? જે પરિસ્થિતિ છે તે આવી કેમ છે? મારી દ્રષ્ટિએ આનું મુખ્ય કારણ વસ્તી વધારો અને સામાજિક જ્ઞાનનો અભાવ છે. હવે તમારી મૂંઝવણને મારા વિચારને અનુક્રમ પ્રમાણે રજૂ કરું.

૧. અબોલજીવોને ગટરો બંધ થઈ જવાથી પાણી મળતું નથી. પ્રકૃતિના ગેસ્ટ અબોલ જીવોને પાણી મળે તેવી રજૂઆત.

જ. ૧, પહેલા તો મને એમ કહો વડીલો કે અબોલજીવોને ગટરના પાણી પાવાજ કેમ પડે?

૨, પ્રકૃતિના ગેસ્ટ એવા અબોલજીવોને પાણી મળે તેવી રજૂઆત. એક ખૂબ સારી રજૂઆત. અચૂક માન્ય રાખવામાં આવશે. આપણા વાચકો દ્વારા, સંસ્થાઓ દ્વારા, સરકાર દ્વારા, શક્ય હોય તેટલું તો રખાય પણ છે. દાત: હું એવા ઘણા લોકોને ઓળખું છું જેમને પાણીથી હોળી રમવી ગમેને પણ તેઓ પાણી બચત અભિયાન હેઠળ નથી રમતા. એવા ઘણાં મોટા ઘરોની બહાર કુંડા કુંડી હોય છે!

પણ એપ્રોચેબલ નથી. શહેરી રણ જેવું પ્રતીત થાય છે મને. પિતાજીના સામાજિક જ્ઞાનના કારણે ‘સોકોલ્ડ સેલિબ્રિટી’ હોવા છતાં સાધારણ રીતે, સામાન્યજનની જેમ સરકારી સામાજિક સગવડો સાથે દેશ ભ્રમણ કરવાનું શિક્ષણ મળ્યું છે, રિક્ષા, ટ્રેન, બસ અડ્ડા બધી રીતે પ્રવાસ કંપ્લસરી કરાવવામાં આવતો. આ કારણે મેં ઘણી જગ્યાએ વ્યવસ્થા જોઈ છે. પરબ, કુલર,પીવાના પાણીના નળો છે. નથી એવું નથી, પણ તકલીફ એ છે કે ઘણી જગ્યાએ ચોખ્ખાઇ અને વ્યવસ્થા સારી હોતી નથી! ગંદું, ભાંગેલું તૂટેલું, કાંતો તોડી નાખેલું. કોઈક જગ્યાએ પાણી હોય તો ચોખ્ખાઇની ખામી હોય છે માટે આ તબક્કે ઘણું કામ કરવાની જરૂર છે. અને રહી વાત પશુ પ્રાણીની તો હું તમને એક વાત પૂછું! અમારા ઘરમાં તો એમ માને કે પશુ પ્રાણીને ગટરના પાણી પીવડાવવા છે જ કેમ? પશુ, પક્ષીને ચોખ્ખા પાણી કેમ નહીં? અને અહીંયા મને માન થાય મારા માતા પિતાના માનવસંસ્કાર પર તેઓ તો માને છે કે જંગલ હોય તો બરાબર વાત છે કે નિર્જન જગ્યાએ જ્યાં આપણા દ્વારા વ્યવસ્થાઓ નથી પહોંચી ત્યાંના જાનવરોને જેમ કુદરતી રીતે જે સ્થિતિમાં પાણી મળે તે પીવું પડે. પણ જો આપણે એકવીસમી સદીના ડેવલપ્ડ માણસો છીએ તો ડોમસ્ટિક એનિમલ્સને ગટરના કે ગંદા નાળાના પાણી પીવા જ કેમ પડે? માનવતાના ધોરણે એમ વિચારવું જોઇએ કે અબોલજીવોને સરળતાથી સ્વચ્છ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કેવી રીતે નિર્માણ કરી શકીએ? પ્રેમથી જેમ ઘરના પાળેલા શ્ર્વાનને આપણે બધા જે રીતે ટ્રીટ કરીએ તેવી રીતે અન્ય જીવોને પીવાલાયક પાણી મળી રહે તેવી વ્યવસ્થા માટે નક્કર કામગીરી કરવી જોઇએ. શક્ય હોય તે તબક્કે વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રીતે આ મુદ્દે આગળ આવી ઝુંબેશ ઉપાડે તો આ સમસ્યાનું મહદ્અંશે નિવારણ આવી શકે એમ છે. આ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ નોંધપાત્ર કાર્ય કરી શકે.

જેમ બાળકને શીખામણ અપાય છે, ઘણા લોકો પોતાના પાલતું શ્ર્વાનને પણ ટ્રેઇન કરે છે, હું તમને મારા પિતાજીના ગામનો દાખલો આપું કદાચ એ પદ્ધતિ મદદરૂપ થાય. મારા પિતાજી પાટણના અને ઘણા જૂના સિવિલાઇઝેશન પ્રમાણે એ સમયે પાટણમાં પણ ઓપન ગટર પ્લેસ હતી. સમર વેકેશનની એમના વખતમાં તો રાત્રે બાળકો ઓપન ગટરમાં પોટ્ટી કરવાની પણ વાતો કરતા. પાટણમાં એ વખતે પણ મહોલ્લામાં દરેક ઘરમાં દિવસના પહેલા પ્રહરના પશુ પક્ષીના જળ, ચણથી લઈ દરેક પ્રહરના ગાય બકરા ઢોર ઢાખરાના અન્નજળ રોજ બાજુમાં રાખવામાં આવતા. એ લોકોના પણ આવવા જવાના ખાવા પીવાના ચોક્કસ સમય હતા તેઓ તે સમયે જ તમને ઘરની બહાર આવીને તેમની અનોખી રીતે મેસેજ આપે ને તેમાં પણ જો મારા બાપ દાદાની જેમ વહાલના સંબંધ હોય તા તો વાતો કંઈક અનેરી, વાશી રોટલો હોય પણ સગા દીકરાને ખવડાવે તેમ પશુને હાથ ફેરવી ફેરવીને ખવડાવે. સવારથી સાંજનાં દીવા બત્તીની વેળા સુધી ઘરના લોકોના ટાઇમિંગ પ્રમાણે સવારથી રાતનું વાળુ સુદ્ધાં તાજું ખવરાવી દેવામાં આવતું. તો હવે કેમ નહીં?

ઇનફેક્ટ હવે તો વધારે શક્ય છે આપણી પાસે ઘણા સારા રસ્તા છે હવેની અમારી પેઢીમાં ઘણા બધા લોકો કુદરત પ્રેમી છે. ઉપરાંત આજે ઓપન માઇન્ડ દ્વારા અમે પ્રાર્થના કરીએ કે તમને, તમારી સંસ્થાને, વધારે સારી ઓળખાણ મળે, પબ્લિસિટી મળે, સમાજ દ્વારા પણ મદદ મળે, જેના કારણે તમે જે કોઈ સમાજસેવા કરતા હો તે નાના કે મોટા કામો સારી રીતે કરી શકો.

મિત્રો આને આપણે ‘સમર સ્પેશિયલ’ નામ આપીશું, મને વિશ્ર્વાસ છે કે આપણા પ્રયાસથી સમાજમાં જાગૃતિ આવશે. માટે આપણે ધનસુખજીના બધા સવાલોના જવાબ ફફોેળીશું. તો મળીએ જલદી આવતા રવિવારે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Vlj62ej
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com