28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્પેનિશ લેડીનો મોતપાશ

પ્રફુલ શાહએક સમયની મહાસત્તા પણ હવે ટુકડે-ટુકડે થઇ ચૂકેલા સોવિયેત સંઘના એક સમયના સર્વેસર્વા જોસેફ વિસારિઓવીચ ઊર્ફે જોસેફ સ્ટાલિને કહ્યું હતું:

‘એક મોત કરુણાંતિકા છે, ને લાખો મોત સ્ટેટિસ્ટિક્સ-આંકડા છે.’

કેવું વેધક નિરીક્ષણ? માની ન શકાતું હોય તો ભૂતકાળના આયનામાં ડોકિયું કરવું જોઇએ.

આને પ્રવર્તમાન કટોકટી, નામે કોરોના વાઇરસના સંદર્ભમાં જોઇએ.

કોરોના વાઇરસ અને રોગચાળો એ આજે સૌથી વધુ વપરાતા અને ડરાવતા શબ્દો છે. કમનસીબે આ તબીબી નિષ્ણાતોનો વિષય છે પણ નિવેદનબાજી કરે છે રાજકારણીઓ. કોઇ મેડિકલ હિસ્ટોરિયન કે ડેમોગ્રાફર (વસ્તી શાસ્ત્રી)ને પૂછીએ તો ખબર પડે કે ભૂતકાળમાં આપણી કેવી વલે થઇ હતી. એ ભૂલોમાંથી આપણે રતીભાર શીખ્યા નથી. એકાદ દાયકા અગાઉ ભારત અને એશિયાએ રોગચાળાને લીધે કલ્પનાતીત સહન કરવાનું આવ્યું. માનવ-જીવન ગુમાવ્યા એને આપણે, લગભગ આખું એશિયા ભૂલી ગયું છે.

સમય ૧૯૧૮-૧૯. રોગનું નામ સ્પેનિશ ફ્લુ, જેને સ્પેન સાથે લેશમાત્ર સંબંધ નહીં તો સ્પેનિશ કેમ? કારણ કે વિશ્ર્વ-યુદ્ધમાં મોટા ભાગના દેશોમાં અખબારો પર સેન્સરશિપ હતી પણ સ્પેનના ન્યુઝપેપર્સ હિમ્મતભેર આ રોગચાળા પર લખતા હતા. સમગ્ર વિશ્ર્વમાં ૫૦ કરોડ (હા, પચાસ કરોડ) માનવી આ સ્પેનિશ ફ્લુ કે સ્પેનિશ લેડી (અન્ય એક નામ)ના મોતપાશમાં સપડાયા અને પાંચથી દસ કરોડના જીવ ગયા. આ મરણાંક બન્ને વિશ્ર્વયુદ્ધમાં થયેલી જાનહાનિથી મોટો હોવાનો મત છે. ભારતમાં એક કરોડ ચાલીસ લાખથી એક કરોડ એંસી લાખ માણસો કાળનો કોળિયો થઇ ગયા હતા અને એકલા મુંબઇમાં ૧૬૦૦.

એ વખતે એટલે કે ૧૯૧૮ના જૂનમાં મુંબઇની સ્થિતિ જાણે સામે ચાલીને રોગચાળાને આમંત્રણ આપતી હતી. આજની જેમ વધુ પડતી ભીડ જેમાં મોટા ભાગના શ્રમિકજનો ગંદા-બિનઆરોગ્યપ્રદ માહોલમાં જીવતા હતા. તથાકથિત શહેરીકરણ સાવ આડેધડ. એમાં પાછો એ વરસે વરસાદ રિસાયો હતો. આ બધામાં પ્લેગ, અછબડા અને કોલેરા જેવા રોગની હાજરી હતી, જેને સત્તાવારપણે ‘સામાન્ય રોગચાળા’ ગણી લેવાયા હતા.

આવા ભયંકર માહોલમાં દુનિયાભરમાં માનવભક્ષી બની ગયેલો સ્પેનિશ ફ્લુ મુંબઇ ન આવે તો જ નવાઇ. હકીકતમાં કોઇ જાણતું નહોતું કે મે મહિનાની કોઇક રાતે અંધારું ઓઢીને દરિયાઇ માર્ગે ચોરની જેમ એની પધરામણી થઇ ચૂકી હતી. આ સાથે જ ભૂલકાં અને વૃદ્ધો એના શિકાર બનવા માંડ્યાં. રાબેતા મુજબ સ્થાનિક વહીવટી તંત્ર મૂક, બધિર અને અંધ બનીને અદબ વાળીને બેસી રહ્યું. શરૂઆતમાં સ્થાનિક અખબારોએ ફૈબા બનીને આ રોગચાળાને નામ આપ્યું ‘બૉમ્બે ફીવર’ અને ‘બૉમ્બે ઇનફ્લુએન્ઝા’

જાણે સરકારી અવગણના નાપસંદ હોય એમ આ સ્પેનિશ ફ્લુએ પોતાના શિકાર પસંદ કર્યા. દસમી જૂનથી શરૂઆત થઇ. બૉમ્બે ડૉકના દસ સિપાહીને પોલીસ હૉસ્પિટલમાં ભરતી કરાયા, બીમારી? નોન-મલેરિયા ફીવર. ત્યાર બાદ બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ, સાસૂન મિલ, ખાનગી શિપિંગ પેઢી અને બૅંકના કર્મચારીઓનો વારો લાગી ગયો.

સ્થાનિક વહીવટી તંત્રના કુંભકર્ણના નસકોરા વચ્ચે મુંબઇમાં હજારો બીમાર પડ્યા. સૌની તકલીફમાં તાવ, શ્ર્વાસનળીમાં ચેપ, આંખમાં બળતરા-દુખાવો, હાથ-પગ તૂટવા વગેરે. આ સ્પેનિશ લેડી મુંબઇમાં એકાદ મહિનો રોકાઇ અને જતાં પહેલા ૧૬૦૦ જણનાં નામ આગળ સ્વર્ગવાસી લગાડતી ગઇ.

આ તો થઇ મુંબઇની કરુણાંતિકા. અહીંથી નીકળ્યા બાદ પંજાબ અને ઉત્તર પ્રદેશ પહોંચ્યો સ્પેનિશ ફ્લુ. તેણે મચાવેલા મરણતોલ હાહાકારથી માણસો કીડા-મકોડાની જેમ ટપોટપ મરવા માંડયા. ભારતની સ્વતંત્રતા માટેની લડતની ગતિ એકદમ મંથર થઇ ગઇ. એની ઝપેટમાં હજી મહાત્મા ન બનેલા મોહનદાસ કરમચંદ ગાંધી પણ આવી ગયા. પરંતુ દેશભરમાં જે સ્થિતિ હતી એની કલ્પના કરવી મુશ્કેલ નહીં, અશક્ય છે.

જ્યાં જુઓ ત્યાં કમકમાટીભર્યાં દૃશ્યો. આ સામાન્ય ચેપ નહોતો દેશ-વ્યાપી, વિશ્ર્વવ્યાપી મહારોગચાળો હતો. ગંગા નદી મૃતદેહોથી ઊભરાતી હતી. અન્ય ઘણી નદીઓની પણ આવી ભયાનક સ્થિતિ હતી. ભારતની છ ટકા વસતિ અકારણ રોગચાળાના ખપ્પરમાં હોમાઇ ગઇ. આ સ્પેનિશ ફ્લુ કે એની આડઅસરથી ૧.૪ કરોડથી લઇને ૧.૮ કરોડ ભારતીયોના જીવન પર અકાળે કાયમી પડદો પડી ગયો.

‘નિરાલા’ તરીકે ઓળખાતા જાણીતા હિન્દી કવિ સૂર્યકાંત ત્રિપાઠીએ વખતે માત્ર ૨૨ વર્ષના. તેમણે શબ્દસ્થ કરેલી ટ્રેજેડીની ઝલક પરથી તત્કાલીન સંજોગોની ઝલક મળી રહે છે. એક તો ભારતમાં દુકાળ અને પાછો આ રોગચાળો. એમના પરિવારના ઘણા સભ્યો સ્પેનિશ ફ્લુના મરણપાશમાં પકડાઇ ગયા. પરિવારજનો, પત્ની, એક વર્ષની દીકરી, ૧૫ વર્ષનો ભત્રીજો, બધા ખેત-મજૂરો...જ્યાં જુઓ

ત્યાં મોત જ મોત.

ચોમેર દુકાળ અને ભૂખમરાને લીધે જાણે કવિને સર્વનાશનો સાક્ષાત્કાર થતો હતો. આ અસહ્ય વેદનાના દાવાનળમાં ‘નિરાલા’એ રચેલી કવિતા જુઓ:-

મવ અળટળ--

ડળજ્ઞ ચુઇં ઇંબજ્ઞઘજ્ઞ ઇંળજ્ઞ ઇંફટળ, ક્ષગટળટળ

ક્ષઠ ક્ષફ અળટળ ળ

ક્ષજ્ઞચ ક્ષછિ ડળજ્ઞણળૂ રુપબઇંફ વેં ઊઇં,

ખબ ફવળ બઇંૂરુચ્રૂળ ચજ્ઞઇં,

પૂજ્રિ ધફ ડળણજ્ઞ ઇંળજ્ઞ- ધુઈં રુપચળણજ્ઞ ઇંળજ્ઞ

ર્પૂૈવ હ્વહ્વહ્વજચિ ક્ષૂફળણિ થળજ્ઞબિ ઇંળ થેબળટળ-

ડળજ્ઞ ચુઇં ઇંબજ્ઞઘજ્ઞ ઇંજ્ઞ ઇંફટળ ક્ષગટળટળ ક્ષઠ ક્ષફ અળટળ ળ

લળઠ ડળજ્ઞ રૂઁજ્ઞ થિ વેં લડળ વળઠ થેબળઊ,

મર્ળૈઊ લજ્ઞ મજ્ઞ પબટજ્ઞ વળ્ઊ ક્ષજ્ઞચ ઇંળજ્ઞ ખબટજ્ઞ,

અળેફ ડળરુવણળ ડ્રૂળ ડરુશ્ર્-ક્ષળણજ્ઞ ઇંત અળજ્ઞફ મઝળઊ ળ

ધુઈં લજ્ઞ લુઈં અળજ્ઞછ ઘરૂ ઘળટજ્ઞ

ડળટળ-હ્વધળક્ક્રૂ રુમઢળટળ લજ્ઞ ઇં્રૂળ ક્ષળટજ્ઞ?

ર્ઊંુૈચ અર્ળૈલૂઅળજ્ઞ ઇંજ્ઞ ક્ષિઇંફ ફવ ઘળટજ્ઞ ળ

ખળચ ફવજ્ઞ ઘુછિ ક્ષટબ ખજ્ઞ લધિ લજઇં ક્ષફ ઈંજજ્ઞ વળ્ઊ ળ

છવફળજ્ઞ ળ અવળજ્ઞ પજ્ઞફજ્ઞ વડ્રૂ પૂ વે અપૈટ, પેં લખિં ડર્ક્ષ્ૈઉંળ

અરુધપધ્રૂ ઘેલજ્ઞ વળજ્ઞ લઇંળજ્ઞઉંજ્ઞ ટૂપ

ટૂબ્વળફજ્ઞ ડળ્ઈં પેં અક્ષણજ્ઞ વડ્રૂ પૂ ઈંખિં હ્વર્બુૈઉંળ

આ સ્પેનિશ ફ્લુ ફેલાયો કઇ રીતે?

છેલ્લા પાંચ સૈકામાં અલગ-અલગ નામે ફ્લુના રોગચાળાએ સવા ડઝન વખત જીવલેણ માથું ઊંચક્યું છે. પરંતુ આ બધામાં ૧૯૧૮ના ફ્લુએ યમરાજ માટે સૌથી વધુ કામ કર્યું. આમ થવાનું કારણ હતું એ વખતના સંજોગો. યુદ્ધને લીધે સ્પેનિશ ફ્લુ એમ આડકતરી રીતે કહી શકાય. ૧૯૧૮ એટલે પ્રથમ વિશ્ર્વ-યુદ્ધનું અંતિમ વર્ષ. યુરોપ અને મધ્યપૂર્વ ઉપરાંત ઘણે એનાં મોતનાં જડબાં પ્રસર્યાં હતાં.

૧૯૧૮માં યુદ્ધને લીધે વિશ્ર્વના ઘણા ભાગમાં અન્ન પુરવઠો પહોંચી નહોતો શકતો. ક્યાંક વળી દુકાળેય ખરો, ક્યાંક સંગ્રહખોરી- કાળાબજારી સરવાળે ભૂખમરો અને એને પ્રતાપે નબળાઇ ને ઓછી રોગપ્રતિકારક શક્તિ. આને લીધે અનેક રોગે માઝા મૂકી હતી. એક રોગ થાય તો તેના ચેપને ફેલાવા માટે તાત્કાલિક, ઝડપી અને અસરકારક માધ્યમ મળી જતા હતા. પ્રજાની સલામતી માટે ભાગમભાગ, નિરાશ્રિતોની હિજરત અને સૈનિકોની એક સ્થળેથી બીજે સ્થળે કૂચને લીધે રોગચાળો ઝડપથી ફેલાતો હતો.

આ અગાઉ યુદ્ધના મેદાનમાં કે આસપાસ સૈનિકોની સલામતી અને સંતાવા માટે ખોદાતી ખાઇ આ રોગચાળાના જીવાણુના જન્મ માટે નિમિત્ત બન્યાનો તર્ક બહુધા સ્વીકૃત છે. ફ્રાન્સ ને બેલ્જિયમ વચ્ચે ૧૬ કિલોમીટર પહોળી ખાઇમાં સૈનિકો પડયાપાથર્યા રહ્યા, અઠવાડિયા તો ઠીક મહિનાઓ સુધી ક્યાંય ન ગયા.

એક જીવવિજ્ઞાનશાસ્ત્રીએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ખાઇમાં અપવાદરૂપ સંજોગો-હવામાન હતા. કાદવ, ઉંદર, બીજા જીવજંતુ, સૈનિકોના મળ-મૂત્રની ગંદકી, સાફસફાઇના અભાવને લીધે ફ્લુના જીવાણુ જન્મ્યા હોય.

આ ફ્લુએ શરૂઆતમાં એટલે કે ૧૯૧૮ની વસંતમાં હળવું પોત પ્રકાશ્યું, અગાઉની પેટર્ન મુજબ પછી રોગચાળો વધુ પ્રસર્યો અને ૧૯૧૯ના આરંભે એકદમ પરાકાષ્ઠાએ પહોંચ્યો. ૧૯૨૦ના માર્ચમાં રોગચાળો પૂરેપૂરો અંકુશમાં આવ્યાનો દાવો થયો પણ ૧૯૨૧ના જુલાઇ સુધી આવા કેસ અન્યત્ર નોંધાયા હતા.

આના પરથી એક હકીકત સમજીને મગજમાં ઉતારવા જેવી છે કે સ્પેનિશ લેડી કે કોરોના વાઇરસ જેવા રોગચાળા અચાનક ત્રાટકે ભલે પણ ઝડપથી અંકુશમાં આવતા નથી કે વિદાય લેતા નથી. મોટાભાગના કેસમાં ત્રણ તબક્કાની પેટર્ન છે. એ મુજબ ભારતમાં હજી એનો આ આરંભ છે. ધારો કે એવું ન હોય તો પણ સાવધાન રહેવામાં મોત અને બીમારી સિવાય ક્યાં કંઇ ગુમાવવાનું છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

pnCR6m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com