18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખનનના કાયદામાં રૉયલ્ટીનો સમાવેશ થતાં આયન ઉદ્યોગનો વૃદ્ધિદર મંદ પડશે

નવી દિલ્હી: માઈન્સ ઍન્ડ મિનરલ્સ (ડેવલોપમૅન્ટ ઍન્ડ રેગ્યુલેશન) (એમએમડીઆર)નો કાયદો આયર્ન ઑરની ઉત્પાદન વૃદ્ધિને ટેકો આપી રહ્યો છે, તેમ છતાં તેમાં રૉયલ્ટીને આવરી લેવામાં આવી હોવાથી એકંદરે ક્ષેત્રની વૃદ્ધિ મર્યાદિત રહે તેવી શક્યતા ફિચ સોલ્યુશન્સે વ્યક્ત કરી છે.

નોંધનીય બાબત એ છે કે ગયા મહિને સરકારે ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસ અને અન્ય બાબતોને ધ્યાનમાં લેતાં ખરડો પસાર કરીને એમએમડીઆર ઍક્ટ ૧૯૫૭ અને સીએમએસપી (કૉલ માઈન્સ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) ઍક્ટ ૨૦૧૫માં સુધારા કર્યા હતા. જોકે, એમએમડીઆર ઍક્ટ ઉત્પાદન વૃદ્ધિને ટેકો આપે છે, પરંતુ ઍક્ટમાં રૉયલ્ટીનો સમાવેશ થતાં ક્ષેત્રની એકંદર વૃદ્ધિ મર્યાદિત રહેશે, એમ ફિચ સોલ્યુશન્સે એક યાદીમાં જણાવ્યું હતું.

વર્ષ ૨૦૧૬ના અંદાજપત્રમાં આયર્ન ઑર લમ્પ્સ અને ૫૮ ટકા કરતા ઓછું ફેરસ (એફઈ) ધરાવતા ફાઈન્સ પરની નિકાસ જકાત જે અનુક્રમે ૩૦ ટકા અને ૧૦ ટકા હતી તે ઘટાડીને શૂન્ય ટકા કરી હતી. જકાતમાં ઘટાડાનું મુખ્ય કારણ ખાસ કરીને પશ્ર્ચિમના રાજ્ય ગોવામાંથી નિકાસ શિપમેન્ટને પ્રોત્સાહન આપવાનું હતું, જ્યાં સર્વોચ્ચ અદાલતે અગાઉ ખનન પર મૂકેલો પ્રતિબંધ દૂર કર્યો હતો.

જોકે, ત્યાર બાદ સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરી ૨૦૧૮માં તમામ આયર્ન ઑરની પરમિટ રદ કરવાનો નિર્ણય લેતા રાજ્યમાંથી આયર્ન ઑરનું ઉત્પાદન વધવાને સ્થાને ઘટ્યું હતું. પરિણામે અમે વર્ષ ૨૦૨૯ સુધીમાં ભારતનું આયર્ન ઑરનું ઉત્પાદન જે વર્ષ ૨૦૨૦માં ૨૧.૯ કરોડ ટન સામે વધીને ૨૪.૩ કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. આમ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર જે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯માં ૧.૯ ટકા રહ્યો હતો તેની સામે વૃદ્ધિદર માત્ર ૦.૬ ટકા રહેવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

H7Apo46j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com