18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિકી કૌશલની આગલી ફિલ્મ માટે જોરદાર તૈયારી: ૧૧૦ કિલો વજન બનાવશે



વિકી કૌશલ એક વાર ફરી ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે કામ કરશે. ફિલ્મનું નામ છે ‘ધ ઈમ્મોર્ટલ અશ્ર્વત્થામા’. આ આધુનિક સમયની સુપરહીરો ફિલ્મ હશે. તેમાં વિકી સુપરહીરો બનવા શૂટિંગ પહેલા લગભગ ચાર મહિનાનું પ્રશિક્ષણ લેશે.

ફિલ્મમાં વિકી કૌશલ પર જબરદસ્ત ઍક્શન સીન્સ ફિલ્માવવામાં આવશે. આથી સર્જકો ઈચ્છે છે કે ફિલ્મની પહેલાં જ વિકી શૂટના મહત્ત્વના ભાગ માટે પૂરી રીતે તૈયાર થઈ જાય. તેના માટે વિકી વિવિધ જાતની માર્શલ આર્ટ્સની વિદ્યાઓમાં પ્રશિક્ષણ લેશે. તેમાં ખાસ કરીને ક્રાવ માગા અને જુજુત્સુ વધારે શીખશે. આ ઉપરાંત તે તલવાર અને ભાલા ચલાવવાનું પણ શીખશે. ‘તખ્ત’માં કરેલી ઘોડેસવારી અહીં પણ તેને કામ લાગશે.

અગાઉ વિકીએ ‘ઉરી’ ફિલ્મમાં તેનું વજન ૯૦-૯૫ કિલો કરવું પડ્યું હતું. હવે આ ફિલ્મ માટે તેણે વજન વધારીને ૧૦૫-૧૧૦ કિલો કરવાનું છે.

ફિલ્મનું શૂટિંગ ગ્રીનલેન્ડ, ટોકિયો, ન્યૂ ઝીલેન્ડ અને નામિબિયાના વિવિધ લોકેશનો પર થશે, તેમાં જુદા જુદા દેશોની ટીમ કામ કરશે અને પોસ્ટ પ્રોડક્શન સિવાય વીએફએક્સનું પૂરું કામ અમેરિકામાં થશે.

ફિલ્મ ‘ધ ઈમ્મોર્ટલ અશ્ર્વત્થામા’નું ‘ઉરી’ના નિર્માતા રોની સ્ક્રૂવાલા જ નિર્માણ કરી રહ્યા છે.

વિકી અત્યારે ફિલ્મ ‘ભૂત પાર્ટ વન હોન્ટેડ શિપ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે પછી તે કરણ જોહર પ્રોડક્શનની ફિલ્મ ‘તખ્ત’નું શૂટિંગ કરશે. તે ફિલ્મ પૂરી થશે પછી તે ‘ધ ઈમ્મોર્ટલ અશ્ર્વત્થામા’ની તૈયારી શરૂ કરશે. આમ, વિકી કૌશલની ગાડી પૂરપાટ દોડી રહી છે. એક પછી એક સફળ ફિલ્મો આપીને તે ઘણી ફિલ્મો મેળવી રહ્યો છે અને સ્ટારડમ મેળવવા તરફ આગળ વધી રહ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7d7B00j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com