24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી
એ... એ... કાઇપો... છે... :

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતમાં પતંગપર્વ ઉત્તરાયણની પરંપરાગત રીતે ઉજવણી થઇ હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં એ...કાઇપો ...છે.. અને લપેટ.... ની હર્ષ કિકિયારી સાથે ધમાકેદાર ઉજવણી થઇ હતી. અમદાવાદમાં સમી સાંજ સુધીમાં મોટા ભાગના અમદાવાદીઓ મકાનના ધાબે પતંગબાજી કરતા અને માણતા જોવા મળ્યાં હતા.

રાજ્યભરમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો. વહેલી સવારથીજ પતંગરસિયાઓ માટે આજના દિવસે પવન સારો રહેતા પતંગ ચગાવવા લોકો પોતાના ધાબાઓ પર સવારથી જ પતંગો લઇને ચડી ગયા હતા. સમગ્ર આકાશ પતંગોના વિવિધ રંગોને કારણે રંગબેરંગી ચાદરથી છવાઇ ગયું હતુ. બીજી બાજુ પતંગબાજી સાથે લોકોએ ઊંધિયા-જલેબી અને તલની ચીકી, શેરડી અને બોરની જયાફત પણ માણી હતી. સમગ્ર દિવસ દરમિયાન પવન સારો રહેતા લોકો મન મુકીને તહેવારની ઉજવણી કરી હતી તેમજ મોડી રાત્રી સુધી ટુકલો ચડાવીને કાપ્યો છે કાપ્યો છે તેવી બૂમો મોડી રાત સુધી ચાલી હતી. લોકોએ પોતાના ધાબાઓ પર ડીજે, ઢોલ નગારાના તાલે આનંદ હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી હતી. મોડી રાત સુધી ફટાકડાઓ ફોડીને તહેવારની રંગે ચંગે ઉજવણી કરી હતી.

પવન સારો હોવાથી બાળકો અને વડીલોને પતંગ ચગાવવામાં ખૂબ જ આનંદ રહ્યો હતો. જ્યારે આજે મકરસંક્રાંતિ અને ધનુર્માસની પૂર્ણાહૂતિ નિમિત્તે શહેરનાં અનેક મંદિરોમાં ધૂન-ભજનનું આયોજન થયું હતું. ભગવાનને તલની વાનગીઓ ધરાવવામાં આવી હતી તેમ જ જગન્નાથજી મંદિર, ડાકોર, દ્વારકા, ભાગવત વિદ્યાપિઠ, ઇસ્કોન મંદિર, સ્વામિનારાયણ મંદિરોમાં વિવિધ પ્રકારના કલાત્મક પતંગથી શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાત ભક્તો દ્વારા ગાયોને ઘાસ ગોળ ખવડાવવામાં આવ્યા હતા. તેમ જ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, મૂકબધિર સંસ્થાઓને પણ દાન કરવામાં લોકોએ કચાસ રાખી નહતી. મકરસંક્રાંતિના દિવસે એક ગણુદાન હજાર ઘણું ફળ મળે છે તેમ

કહેવાય છે.

આમ લોકોએ મોડી રાત સુધી પતંગો ચગાવા બૂમો પાડી હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડીને અને મોડીરાત્રે ટુકલો ચગાવી તહેવાર ઉજવણી કરી હતી. પવન સારો રહેવાથી પતંગરસિયાઓ આંનદપૂર્વક તહેવારની ઉજવણી કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

yHou0x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com