22-August-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પીટરસન વર્લ્ડ ટીઃ૨૦ માટે ઈંગ્લેન્ડની ટીમમાંથી બાકાત

લંડનઃ કેવિન પીટરસનને આગામી વર્લ્ડ ટ્વેન્ટી-૨૦ ચેમ્પિયનશિપ માટે જાહેર કરાયેલ ઈંગ્લેન્ડની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે જે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેની બાકાતી ચાલુ રહી છે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલો પીટરસન વેસ્ટ ઈન્ડિઝમાં ૨૦૧૦માં યોજાયેલ આ છેલ્લી સ્પર્ધાના શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કરાયો હતો જ્યારે ઈંગ્લેન્ડ વિજયી બન્યું હતું.

પણ, તેણે ઈંગ્લેન્ડની ટીમના ટેસ્ટ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસની કામગીરીની ટીકા કરતા ઉત્તેજક સંદેશા મોબાઈલ પર દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને મોકલવા બદલ દક્ષિણ આફ્રિકા સામે લોર્ડ્સ ખાતે ગયા સોમવારે ૫૧ રનથી હારેલી ત્રીજી ટેસ્ટની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.

પીટરસને એક દિવસીય રમતમાંથી નિવૃત્તિ લીધા પછી તે બધા પ્રકારની ક્રિકેટ માટે ફરી ઉપલબ્ધ બન્યો હતો, પણ તેને દક્ષિણ આફ્રિકા સામે શુક્રવારથી રમાનારી વન-ડે મેચોની શ્રેણી તથા ટ્વેન્ટી-૨૦ મેચ માટેની ટીમમાંથી પડતો મુકાયો હતો.

વર્લ્ડ ટ્વેન્ટી-૨૦ ચેમ્પિયનશિપ શ્રીલંકામાં આવતા મહિને યોજાનાર છે અને ઈંગ્લેન્ડ તેની પહેલી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ ૨૧ સપ્ટેમ્બરે રમશે. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

66332146
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com