15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

હાલ બોરીવલી બારપટોળીવાળા જસવંતભાઈ ભાઈચંદ ધારશી મોદી તથા પ્રવિણાબેનના પુત્ર રાજેષ (ઉં.વ. ૪૮) તે પિયુષભાઈના નાના ભાઈ. જાગૃતિના દિયર. સ્વ. કલ્યાણભાઈ મોદીના ભત્રીજા તા. ૬-૧૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજય પુરોહિત બ્રાહ્મણ

ઘાટકોપર નિવાસી સ્વ. નાથાલાલ જેઠાલાલ મોખાના ધર્મપત્ની ગં. સ્વ. નર્મદાબેન નાથાલાલ મોખા (ઉં.વ. ૯૦) તા. ૫-૧૧-૧૯, મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે હસમુખભાઈ નાથાલાલ મોખાના માતુશ્રી. અ. સૌ. ચંદ્રીકાબેન હસમુખભાઈ મોખાના સાસુ. અસ્મિતા, મોના, હેતલના દાદીમા. પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૧૯, શનિવારે ૪.૩૦ થી ૬ બાલાજી મંદિર હોલ, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ.

ભાવનગરી મોચી

હનુમાનપુરા નિવાસી હાલ મીરા રોડ રણછોડભાઈ પરષોત્તમભાઈ ચૌહાણ તથા કાન્તાબેનના પુત્ર વિજયભાઈ (ઉં.વ. ૫૨) તે કવિતાબેનના પતિ. ઘનશ્યામ, નિતીન, ઉમેશના ભાઈ. ભગવત, પ્રિયંકા, નમ્રતાના પિતા. સોનલબેનના જેઠ સોમવાર, તા. ૪-૧૧-૧૯ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૮-૧૧-૧૯ના ૪ થી ૬. સ્થળ: લુહાર સુથાર સેનેટ્રી હોલ, કાર્ટર રોડ નં. ૩, દત્તપાડા રોડ, અંબાજી મંદિર પાસે, બોરીવલી પૂર્વ.

હાલાઈ લોહાણા

કૃષ્ણચંદ્રભાઈ (ઉં.વ. ૮૦) હાલ થાણા નિવાસી તે સ્વ. રંભાબેન ધારશી આણંદજી મોદીના પુત્ર. મીનાબેન ઉર્ફે તારાબેનના પતિ. અમર, અ. સૌ. અદીતીબેન પિયુષકુમાર રાયઠઠ્ઠા, અ. સૌ. રાધિકાબેન સમીરકુમાર તન્નાના પિતાશ્રી. સ્વ. રતનબેન કરસનદાસ પંચમતીયા (ઠક્કર)ના જમાઈ. સ્વ. ત્રિકમદાસભાઈ, સ્વ. ભગવાનદાસભાઈ, સ્વ. દ્વારકાદાસભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. દિલીપભાઈ, કિશોરભાઈ, સ્વ. માણેકબેન દીનદયાળ ગોકાણી, સ્વ. મંજુલાબેન નરેન્દ્રભાઈ વજાણી, સ્વ. રસીલાબેનના ભાઈ તા. ૬-૧૧-૧૯, બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)

ગામ પેઢમાલા (હાલ નળિયાદ) ગં. સ્વ. લીલાબેન નરહરીપ્રસાદ શાસ્ત્રી (ઉં. વ. ૮૪) ૫-૧૧-૧૯, મંગળવારના દેવલોક પામેલ છે. તે નર્મદાશંકરના ભાભીશ્રી. કનુભાઈ, હિતેષભાઈ, વિપુલભાઈ, મીનાબેન, તૃપ્તિબેનના માતુશ્રી. સ્વ. હંસાબેન, તેજલ, સ્વ. જયેશકુમાર, હરેશકુમાર ત્રિવેદીના સાસુ. પ્રાર્થનાસભા ૯-૧૧-૧૯, શનિવારના ૫ થી ૭. ઠે: ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે.). પિયરપક્ષની પ્રાર્થનાસભા બામણાના સ્વ. શંકરલાલ ગણપતલાલ ત્રિવેદી તરફથી સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા પેઢમાલા મુકામે ૧૬-૧૧-૧૯, શનિવારના ૧૨ વાગ્યે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

પંચવિભાગ શ્રીમાળી સોની

દશરથભાઈ ગોરધનદાસ ઝવેરી (ઉં.વ. ૮૬) તે સ્વ. કૈલાસબેનના પતિ. સ્વ. હરિવલ્લભભાઈ ગોરધનદાસ ઝવેરી, શ્રીમતી નિરંજનાબેન ચીનુલાલ સોનીના ભાઈ ગુરુવાર, તા. ૭-૧૧-૧૯ના અક્ષરનિવાસી થયેલ છે. તે પરેશભાઈ, જયેશભાઈ, ભરતભાઈના પિતાશ્રી. રેખાબેન, વર્ષાબેન, નીતાબેનના સસરાજી. અર્ચના, રચના જીજ્ઞેશ, મીતેશ, વીરલના દાદાજી. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વહેવાર રાખેલ નથી.

અબોટી બ્રાહ્મણ

મુંબઈ નિવાસી રમેશચંદ્ર દુર્લભજી પાઠક (ઉં.વ. ૭૩) તા. ૬-૧૧-૧૯ના સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૧૯ના ૫ થી ૭. સ્થળ: સોની વાડી, શિંપોલી રોડ, બોરીવલી વેસ્ટ.

આજક ગિરનારા બ્રાહ્મણ

કાજાવદર નિવાસી હાલ દહીંસર સ્વ. કાંતિલાલ ભાનુશંકર પંડયા (ઉં.વ. ૮૫) તા. ૫-૧૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. કંચનબેનના પતિ. ભરત, બિપીન, મુકેશ, કૌશિકા પ્રફુલ જોશી, પ્રજ્ઞા અતુલ પંડયાના પિતાશ્રી. ભૂપતરાય પંડયાના મોટા ભાઈ. સ્વ. નંદલાલ પુરોહિતના જમાઈ. બેલા, દિવ્યા, હેમાના સસરા. પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૧૯, શનિવારે ૫ થી ૭. ડાયમોડા કોમ્પ્લેક્સ, ૩જે માળે, એચ. પી. પેટ્રોલ પંપની બાજુમાં, એસ. વી. રોડ, દહીંસર ઈસ્ટ.

દશા ઝારોલા વૈષ્ણવ વણિક

મૂળ વતન ડભોઈ વડોદરા હાલ બોરીવલી સ્વ. નવનીતલાલ અ. ભગતવાળાના ધર્મપત્ની ગં. સ્વ. શાન્તાબેન ભગતવાળા (ઉં.વ. ૮૫) તા. ૬-૧૧-૧૯, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે પૂર્ણિમા, જયશ્રી, સંજયના માતુશ્રી. સુરેશકુમાર, હિતેશકુમાર, રાજશ્રીના સાસુ. વ્રજ, અવીના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાનુશાલી

સ્વ. માતુશ્રી ગોરબાઈ પ્રધાનભાઈ ભદ્રા (ઉં.વ. ૮૮) તા. ૫-૧૧-૧૯ કચ્છ ગામ વમોટી મોટી મધ્યે ઓધવશરણ પામેલ છે. સાસરા પક્ષ સ્વ. ભા. જેરામભાઈ, ભા. લીલાધરભાઈ, ભા. બાબુભાઈ મીઠુભાઈ ભદ્રા. પુત્ર હરિભાઈ, વિરજીભાઈ પ્રધાન ભદ્રા. જમાઈ સ્વ. મનસુખલાલ નારાયણજી નંદા ભુજ, ભા. મહેશ મોહનલાલ વડોર ભુજ. માવિત્ર સ્વ. ગાંગજી દેવચંદ મંગે ધનાવાડા. પ્રાર્થનાસભા મુંબઈમાં રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે.

દશા શ્રીમાળી વણિક

ભાવનગર નિવાસી હાલ બોરીવલી મંજુલાબેન (ઉં.વ. ૭૯) તે ઘનશ્યામભાઈ ગાંધીના પત્ની મંગળવાર, તા. ૫-૧૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે જયેશ, હેતલના માતુશ્રી. આનંદભાઈ, કૃપાના સાસુ. ભરતભાઈ સંઘરાજકા, વિમલ સંઘરાજકા, સ્વ. શારદાબેન શાહ, રસિલાબેન બદાણી, કલાવતીબેન મહેતા, સ્વ. વિણાબેન કોઠારીના બેન. જાનકી, વીર, મહેકના દાદી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર

ગામ ભાયાણી - બગસરા નિવાસી હાલ નાલાસોપારા અશ્ર્વિનભાઈ મનસુખભાઈ ડોડીયા (ઉં.વ. ૪૫) બુધવાર, તા. ૬-૧૧-૧૯ના શ્રીરામશરણ પામેલ છે. તે હંસાબેન મનસુખભાઈ ડોડીયાના જયેષ્ઠ પુત્ર. મુકેશભાઈના મોટા ભાઈ. વૈશાલી મુકેશભાઈ ડોડીયાના જેઠ. ચંદ્રિકાબેન દિલીપકુમાર કવાના મોટા ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૧૧-૧૯ના ૪ થી ૬. સ્થળ: બાપા સીતારામ હોલ, સોનિયા નિવાસ, બાબુલપાડા ડોન લેન, આચોલે રોડ, નાલાસોપરા ઈસ્ટ.

દેસાઈ સઈ સુથાર

ભાવનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. કાંતિલાલ પ્રેમજીભાઈ માંડળીયાના ધર્મપત્ની મંજુલાબેન કાંતિલાલ માંડળીયા (ઉં.વ. ૭૯) તા. ૬-૧૧-૧૯, બુધવારના રામચરણ પામેલ છે. તે વિજયભાઈ ગીરીશભાઈ, ભારતીબેન ભરતકુમાર સરવૈયાના માતુશ્રી. સ્વ. જીવરાજભાઈ રામજીભાઈ વાઘેલાની દીકરી. સ્વ. અનસુયાબેન રતિલાલ સોલંકી, પ્રભુદાસ જીવરાજભાઈ વાઘેલા, ગં. સ્વ. નિર્મળાબેન નગીનદાસ ગોહેલના બહેન. બંને પક્ષની સાદડી તા. ૮-૧૧-૧૯, શુક્રવારના ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી, સ્વયંભૂ ગણેશ મંદિરની બાજુમાં, ચક્રવર્તી અશોક રોડ, કાંદીવલી પૂર્વ.

કચ્છી ભાનુશાલી

બાંભડાઈના સ્વ. રામજી ગાંગજી ગોરીના ધર્મપત્ની ગં. સ્વ. માનબાઈ (ઉં.વ. ૮૫) તા. ૪-૧૧-૧૯ના દેશ મધ્યે ઓધવશરણ થયેલ છે. સાસરા સ્વ. ભીમજી, સ્વ. શંકરલાલ ગાંગજી ગોરી. પુત્રો હિરજી, ગોવિંદજી, ધનજી રામજી. જમાઈ ખેતશી લક્ષ્મીદાસ ગજરા ધુણઈ, રમેશ હીરજી વડોર મોટા રતડીયા, રાજેશ હિરાલાલ જોઈસર શીરવા, રામજી રવજી ભદ્રા રવા. માવિત્ર સ્વ. મોરારજી મીઠુભાઈ મીઠીયા- સાંધાણ. પ્રાર્થનાસભા - લૌકિક વહેવાર રાખેલ નથી.

લુહાર સુથાર જ્ઞાતિ

ગામ સામતેર વાળા હાલ ઘાટકોપર સ્વ. દેવરાજભાઈ જીવરાજભાઈ મકવાણાના ધર્મપત્ની સ્વ. ભાનુમતીબેન (ઉં.વ. ૭૩) તે સ્વ. કુરજીભાઈ તથા સ્વ. ગભરુભાઈ, જેન્તીભાઈ, નટુભાઈના ભાભી. વૈશાલી ચિરાગ, રચના કલ્પેશ, અલકાબેન અનિલકુમાર રાઠોડ, કિરણબેન કિશોરકુમાર ચિત્રોડાના માતાશ્રી. દેલવાડા વાળા સ્વ. જેઠાભાઈ ગોબરભાઈ કવાના દીકરી. વેલજીભાઈ, ગોરધનભાઈ, મગનભાઈ, સ્વ. મોહનભાઈ કવાના બેન તા. ૫-૧૧-૧૯ના શ્રીરામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૧૧-૧૯ના ૪ થી ૬. સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ગારોડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ.

દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ સમાજ

ભાદ્રોડ નિવાસી હાલ ભાઈંદર શાંતિલાલ મગનભાઈ જાદવ (ઉં.વ. ૫૯) તા. ૪-૧૧-૧૯ના રામચરણ પામ્યા છે. તે જયોતિબેનના પતિ. સ્વ. કાળુભાઈ (પ્રવિણભાઈ), ચુનીભાઈ, નટુભાઈ, ભરતભાઈ, ગણપતભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. કૈલાસબેન મનુભાઈ વાઘેલાના ભાઈ. દિપક, ભાવિનના પિતા. પ્રભુભાઈ, ભુપતભાઈ, હરીભાઈ, છગનભાઈ, કનુભાઈના કાકાના દીકરા ભાઈ. ઘારડી નિવાસી મુક્તાબેન હરીભાઈ લવજીભાઈ વાઘેલાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૮-૧૧-૧૯ના ૪ થી ૬. સ્થળ: ગાવદેવી હોલ, મીરા-ભાઈંદર મહાનગર પાલિકા, તલાવ રોડ, ભાઈંદર ઈસ્ટ, થાણે. લૌકિક પ્રથા બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2B8642r5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com