31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોઈ નબળી વ્યક્તિ પર જુલમ થતો હોય તો તેની મદદે જવું જોઈએ - ૧
એક અંગ્રેજ યુવાને પોતાનો વાંક હોવા છતાં એક ગરીબ વૃદ્ધને બેરહેમીથી ફટકાર્યો ત્યારે...

સુખનો પાસવર્ડ-આશુ પટેલબંગાળના (અત્યારના બંગલાદેશના) કુસ્તિયા જિલ્લામાં ૮ ડિસેમ્બર, ૧૮૭૯ના દિવસે ઉમેશચન્દ્ર મુખરજી અને શરત શશીના ઘરે જન્મેલા અને ૧૦ સપ્ટેમ્બર, ૧૯૧૫ના દિવસે બાલાસોરમાં મૃત્યુ પામેલા સ્વાતંત્ર્ય સેનાની જતીન્દ્રનાથ મુખરજી ટૂંકું જીવન જીવ્યા હતા, પણ શાનદાર રીતે જીવ્યા હતા. તેઓ ‘બાઘા જતીન’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમણે બંગાળના રિવોલ્યુશનરી ફ્રીડમ ફાઈટર્સની આગેવાની લીધી હતી અને ‘યુગાંતર’ પાર્ટીની સ્થાપના કરી હતી. તેમના જીવનના અનેક કિસ્સાઓ જાણવા જેવા છે. તેમના જીવનનો એક કિસ્સો ઘણા સમય અગાઉ ક્યાંક વાંચ્યો હતો એ મારી સ્મરણશક્તિના આધારે વાચકો સાથે શેર કરું છું.

આ વાત એક સદી જેટલા સમય અગાઉની છે, જ્યારે અંગ્રેજો આપણને ગુલામ બનાવીને આપણા દેશના લોકો પર જુલમ વરસાવતા હતા. અંગ્રેજ સરકાર તો ઠીક અંગ્રેજ લોકો સામે પણ ઊંચો અવાજ નહોતો કરી શકાતો.

એક વાર એક અંગ્રેજ યુવાન બેધ્યાનપણે ચાલી રહ્યો હતો ત્યારે પોતાની ભૂલથી સિંગચણા વેચી રહેલા એક ગરીબ વૃદ્ધ સાથે અથડાયો.

ભૂલ તેની હતી છતાં તે ઉશ્કેરાઈ ગયો અને ચોર કોટવાળને ખખડાવે એ રીતે તે વૃદ્ધ પર ઉશ્કેરાઈ ગયો.

તેણે બરાડો પાડતા કહ્યું: ‘સાલા તું આંધળો છે? તને દેખાતું નથી?’

તેને વૃદ્ધનું અપમાન કરીને સંતોષ ન થયો એટલે તેણે તે વૃદ્ધને લાફો મારી દીધો.

એ અંગ્રેજ યુવકના આક્રમક વર્તાવથી તે વૃદ્ધ ડરી ગયો અને હાથ જોડીને માફી માગતા પોતાનો બચાવ કરવા ખુલાસો આપવા લાગ્યો: ‘ભાઈ, હું તો એકબાજુએ જ ચાલતો હતો. તમારું ધ્યાન નહોતું એટલે તમે મારી સાથે અથડાયા...’

વૃદ્ધે પોતાનો બચાવ કર્યો એટલે અંગ્રેજ યુવાન વધુ ઉશ્કેરાયો. તેણે ગાળ આપતા કહ્યું, ‘સામો જવાબ આપે છે?’

તે અંગ્રેજે તે ગરીબ વૃદ્ધને બીજા બે-ચાર તમાચા મારી દીધા. એ હટ્ટાકટ્ટા યુવાનના મારને કારણે વૃદ્ધ જમીન પર પટકાઈ પડ્યો. તેનો ખુમચો જમીન પર પડી ગયો અને સિંગચણા જમીન પર વિખેરાઈ ગયા.

પેલો અંગ્રેજ યુવાન તે વૃદ્ધના જમીન ઉપર વેરાયેલા સિંગચણાને પગથી ધૂળ ભેગા મેળવી, તેના જમીન પર પડી ગયેલા ખુમચાને લાત મારીને ત્યાંથી રવાના થયો.

ગરીબ મારની વેદના અને અપમાનને કારણે જમીન પર પડ્યા-પડ્યા રડી રહ્યો હતો.

આસપાસના દુકાનદારો અને ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તે ગરીબ વૃદ્ધને અંગ્રેજ યુવાનનો માર ખાતા જોયો, પણ તેઓ બધા મૂક પ્રેક્ષકની જેમ તમાશો જોઈ રહ્યા હતા. તેમને જમીન પર પડેલા વૃદ્ધની દયા આવતી હતી, પણ તે વૃદ્ધની મદદ કરવા કોઈ આગળ આવ્યું નહીં. કોઈએ તેને ઊભો કરવાની પણ તકલીફ લીધી નહીં. તેમને એમ હતું કે તે માન્દલા વૃદ્ધની મદદ કરીને પેલા અંગ્રેજ યુવાનનો ખોફ ક્યાં વહોરી લેવો? તો કેટલાકને એમ થયું એક આપણે ક્યાં પારકી પંચાતમાં પડવું?

પણ ત્યાં એક અણધારી ઘટના બની.

વાત થોડી લાંબી છે એટલે કાલે પૂરી કરીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ao16R5f3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com