28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યુવાન વયે આધેડ ભૂમિકા! કેમ નહીં?

હમારે રોલ્સ હમસે મત છીન લો. અચાનક બૉલીવૂડના કોઈ ખૂણેથી તીણી ચીસ ઊઠી છે. કેટલાક કાન સરવા થયા તો કેટલાકે વળી વાત એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. કોણ કોના કામ પર તરાપ મારી રહ્યું છે? વાત એમ છે કે આવડત હોવા છતાં કામ નહીં મળવાને કારણે નીના ગુપ્તાને બે પગની પલાંઠી વાળીને ઘરે બેસી રહેવાનો વારો આવ્યો હતો. અલબત્ત બધા દિવસ સરખા નથી હોતા એ ન્યાયે નીનાજીના નસીબે પણ અચાનક કરવટ લીધી. પ્રૌઢ યુગલને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ફિલ્મ ‘બધાઈ હો’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. ફિલ્મનો હીરો હતો આયુષમાન ખુરાના, પણ વાર્તાનું પોત એવું હતું કે બાજી મારી ગયા નીના ગુપ્તા. ફિલ્મ સારી ચાલી અને દર્શકોની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોની નજરમાં પણ વસી ગઈ. વડીલોની ભૂમિકા માટે એમને ગણતરીમાં લેવાની શરૂઆત થઇ. એવું જ કંઈક સોની રાઝદાન (આલિયા ભટ્ટની માતા)ના કેસમાં પણ બન્યું. ફિલ્મ ’રાઝી’માં રિયલ લાઈફની જેમ રીલ લાઈફમાં પણ આલિયાની માની ભૂમિકા કર્યા પછી સોનીજીને પણ થોડી ગણી ઑફરો મળશે એવી આશા જાગી. હવે વાત એમ બની કે તાજેતરમાં ‘સાંડ કી આંખ’ નામની ફિલ્મ રિલીઝ થઇ. એમાં બે વયસ્ક પાત્રોની ભૂમિકા માટે બે યુવાન અભિનેત્રીઓ નામે તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરની વરણી કરવામાં આવી હતી. આ બેઉ અભિનેત્રીઓ ટેલન્ટેડ છે. ફિલ્મરસિયાઓ તેમની અભિનય પ્રતિભાથી વાકેફ છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી નીના ગુપ્તાએ લગભગ ફરિયાદના સ્વરમાં કહ્યું કે ‘આધેડ વયનાં પાત્રો માટે સિનિયર ઍક્ટર્સને કેમ નથી લેવામાં આવતા?’ આ વાંચીને સોની રાઝદાને પણ નીનાજીના સૂરમાં સૂર પુરાવતા હોય એમ કહ્યું કે તેમના જેવી ઉંમરની અભિનેત્રીઓને આ રોલ માટે કેમ પસંદ નથી કરવામાં આવતી? યંગ અભિનેત્રીઓને મોટી ઉંમરના પાત્રો માટે પસંદ કરવાની જરૂર જ શી છે? આ બેઉ અભિનેત્રીઓ નથી બોલી એ તમને જણાવી દઈએ કે ‘અમે કેમ તમારી નજરમાં ન આવ્યા?’

હવે આ ચર્ચામાં વરિષ્ઠ નેતા અને આ મુદ્દે બોલવાની વિશેષ લાયકાત ધરાવતા અનુપમ ખેરે પોતાનો સૂર ઉમેર્યો છે. પોતે નીના અને સોનીની દલીલ સાથે સહેજે સહમત નથી એમ જણાવીને મિસ્ટર ખેર દલીલ કરે છે કે ‘ઍક્ટર આખરે ઍક્ટર છે. યુવાન અભિનેતા કોઈ વયસ્ક પાત્ર ભજવે તો એમાં ખોટું શું છે? આ કોઇની જાગીર થોડી છે? ૧૯૮૪માં મેં ‘સારાંશ’માં ૬૫ વર્ષની વ્યક્તિની ભૂમિકા કરી ત્યારે હું માત્ર ૨૮ વર્ષનો હતો. આપણે હૉલીવૂડની વાત કરીએ. માર્લોન બ્રાન્ડોએ ૭૦ વર્ષના ગૉડફાધરનો રોલ કર્યો ત્યારે એમની ઉંમર ૪૨ વર્ષની હતી. અભિનેતાને એની આવડત અને કૌશલને કારણે રોલ મળતા હોય છે. એની સામે સવાલ ન કરવાના હોય. દરેક અભિનેતાનેે ચેલેન્જ સ્વીકારવામાં મજા આવતી હોય છે. મને નીના અને સોની માટે આદર છે, પણ એમણે જે કહ્યું છે એની સાથે હું સહમત નથી. કોઈ યુવાન ઍકટરને એમ ન કહી શકાય કે આધેડ વયની વ્યક્તિની ભૂમિકા તારે નહીં કરવાની. મેં મારી કારકિર્દી દરમિયાન ઘણા વરિષ્ઠ પાત્રો ભજવ્યા છે. હેમા માલિનીના પિતાનો અને રિશી કપૂરના દાદાનો રોલ પણ કર્યો છે.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

11h853
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com