28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડેડી દિગ્દર્શક બેધારી તલવાર

પ્રથમેશ મહેતાબૉલીવૂડમાં હમણાં સંતાનોની ફિલ્મોને ે તેમના કલાકાર પિતા દ્વારા દિગ્દર્શન કરવાનો ટ્રેન્ડ જોરમાં છે. સન્ની દેઓલે તેના દીકરા કરણ દેઓલ માટે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ શરૂ કર્યા પછી, વરૂણ ધવન ‘કુલી નં. ૧’ માં કામ કરી રહ્યો છે તેનું દિગ્દર્શન તેના પિતા ડેવિડ ધવન સંભાળી રહ્યા છે. રાકેશ રોશન પણ ઘણા લાંબા સમય પછી ઋતિક રોશન અભિનિત ફિલ્મ ‘ક્રિશ ૪’ માં દિગ્દર્શન કરવા સજ્જ્ થઇ રહ્યા છે. એ જ રીતે મહેશ ભટ્ટ પણ દીકરી આલિયા ભટ્ટ ને લઇને ફિલ્મ ‘સડક ૨’માં દિગ્દર્શન સંભાળશે. આમીરખાન પણ આમાંથી બાકાત નથી. તેના દીકરા જુનૈદને લઇને ફિલ્મ લોન્ચ કરે અને દિગ્દર્શકની ધૂરા સંભાળે તે પણ શક્ય છે.

આવા પ્રોજેક્ટમાં દર્શકોની અપેક્ષા ખૂબ વધી જતી હોય છે એટલે તેમાં જવાબદારી પણ વધી જાય છે એવું ફિલ્મ ટ્રેડ નિષ્ણાત અતુલ મોહનનું માનવું છે. સ્ટાર પિતા અને સ્ટાર પુત્ર વચ્ચે સરખામણી પણ થતી હોય છે. દા.ત સની દેઓલની રૂપેરી પડદા પર જે ઇમેજ હોય તેની સાથે તેના પુત્ર કરણ દેઓલની સરખામણી પણ પ્રેક્ષકો કરવાના જ. આ ઉપરાંત સગાવાદની ચર્ચા ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર પણ થયા કરે એ પણ સ્વાભાવિક છે. આવા પ્રોજેક્ટ ઘણી ચીવટથી સંભાળવા પડે છે.

આલિયા ખુદ કહે છે કે હું મારા પિતા મહેશ ભટ્ટના દિગ્દર્શન હેઠળ ‘સડક ૨’ માં કામ કરી રહી છું તેથી આ ફિલ્મ માટે લોકોને ખૂબ અપેક્ષા રહેવાની. જોકે, કામ કરતી વખતે આવો કોઇ બોજો હું મન ઉપર રાખતી નથી. આ ફિલ્મ મારા માટે સ્પેશિયલ છે અને ફેમિલી સાથે કામ કરવું એ મારા માટે ખાસ બાબત બની રહેશે.

બીજી બાજુ દિગ્દર્શક ડેવિડ ધવન તેના દીકરા વરૂણને લઇને ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે તે બાબતે પૂછતા એ કહે છે મને તો બીજો કોઇ હીરો હોય કે મારો પુત્ર, કોઇ ફરક નથી પડતો. અમિતાભ બચ્ચનથી લઇ રિતેશ દેશમુખ સુધીના ૩૫ હીરો સાથે દિગ્દર્શનનું કામ સંભાળ્યું છે. તે લોકો સાથે જેટલો હતો એટલો સહજ અને સ્વસ્થ હું વરૂણ સાથે પણ છું. જો એવું ન હોત તો એને મારી ફિલ્મમાં લીધો પણ ન હોત.

ફિલ્મ વ્યાપાર સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે આ રીતનો ટ્રેન્ડ ખરેખર તો બેધારી તલવાર જેવો હોય છે. પિતા અને સંતાન વચ્ચે એક કમ્ફર્ટ લેવલ તો હોય જ છે, પણ એ સફળ રહે છે કે નિષ્ફળ એ માત્ર તેમના સંબંધને કારણે નહીં, પણ વાર્તાની મજબૂતાઇ પર પણ આધાર રાખે છે. સેટ પર લાગણીવશ થઇને કામ કરવું ક્યારેક અડચણરૂપ પણ સાબિત થઇ શકે છે. હા, આવી ફિલ્મોને શરૂઆતમાં ઘણો ફાયદો થાય છે, પણ તે છેક સુધી ફળદાયી બની રહે તે જરૂરી નથી. ફિલ્મ ‘ પલ પલ દિલ કે પાસ’ ને મિશ્ર પ્રત્યાઘાત મળ્યા છે કારણ કે શરૂઆતમાં તો સોશિયલ મીડિયાને કારણે ભારે પબ્લિસિટી મળી, પણ છેલ્લે તો ફિલ્મનું સફળ થવું એ સબળી પટકથા પર જ આધાર રાખે છે.

ફિલ્મની સફળતા કે નિષ્ફળતા એ કોઇના હાથમાં નથી હોતી પછી એ ફિલ્મમાં સગા પિતા પુત્ર દિગ્દર્શક કે કલાકારની ભૂમિકામાં કેમ ન હોય. સન્ની દેઓલે તેના પુત્ર માટે જેટલા કરવા પડે એટલા તમામ પ્રયત્નો કર્યા, પણ તે બધુ જ ફળીભૂત ન થયું. જોકે, તેની સંપૂર્ણ જવાબદારી સન્નીએ નિખાલસતાપૂર્વક પોતાના માથે લઇ લીધી.

સન્ની કહે છે કે દરેક કાર્ય પડકારરૂપ હોય છે. મારા દીકરા માટે જેટલું સારું થઇ શકે એટલું મેં કર્યું. લોકોને પણ અપેક્ષા હતી કે આ બે જણ છે એટલે કંઇક

વધુ સારું જ પ્રાપ્ત થશે, પણ હકીકત ક્ંઇક અલગ જ

હોય છે.

અતુલ મોહન જણાવે છે કે દિગદર્શક પારકા હોય કે પોતાના સફળતાની ગેરંટી કોઇ આપી શકતું નથી. એ તો પહેલા શુક્રવારે ફિલ્મ પ્રેક્ષકોના હાથમાં જાય પછી જ ખબર પડે છે. વાતને આગળ વધારતા તેમણે એક દૃષ્ટાંત પણ આપ્યું કે ૨૦૧૭માં દિગ્દર્શક સુનિલ દર્શને તેના પુત્ર શિવને લઇને ફિલ્મ ‘ મશીન’ બનાવી હતી જે નિષ્ફળ નીવડી હતી. જોકે, આ તેમનો બીજો પ્રયત્ન હતો જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

ભૂતકાળમાં ડોકિયું કરીએ તો બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિગ્દર્શક રાજ કપૂરે તેના દીકરા રીશી કપૂરને લઇને ફિલ્મ ‘ બૉબી ’ બનાવી હતી જે હીટ સાબિત થઇ હતી અને રીશી કપૂર સુપરસ્ટાર બની ગયો હતો. તો એવા જ બીજા આ ઇન્ડસ્ટ્રીના માધાંતા અને સફળ અભિનેતા દિગ્દર્શક મનોજકુમારે તેના દીકરા કૃણાલ ગોસ્વામીને હીરો બનાવીને ફિલ્મો બનાવી પણ આ હીરો ઝળકી શક્યો નહીં. કૂવામાં હોય એટલું બધું જ હવાડામાં આવે એ દરેક વખતે શક્ય બનતું નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w85SM5r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com