28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આ કેરેક્ટર એક્ટર્સ ક્યાં ગાયબ થઈ ગયા?

ભવ્યા પટેલએક જમાનો હતો, જ્યારે હિન્દી ફિલ્મોમાં હીરો કે હીરોઈન વૃદ્ધ થઈ જાય એટલે કેરેક્ટર એક્ટર બની જાય. તેમને મુખ્ય ભૂમિકા ન મળતાં તેમની ઈમેજને છાજે તેવા કેરેક્ટર રોલ મળતા. જોકે, તેમાં પણ તેમના જીવનનું ગાડું ચાલી જતું. માતા-પિતા કે ભાઈ-ભાભી કે બહેન-બનેવીના રોલ સારા મળી રહેતા. જ્યારે આજની હિન્દી ફિલ્મોમાં કોમેડી હોય કે એક્શન કે ખલનાયક બધા જ રોલ કરવાની હીરોની મોનોપોલી બની ગઈ છે. અમિતાભ બચ્ચન જેવા હીરો અપવાદ રૂપ છે. આજે ૭૦ વર્ષની ઉપર પહોંચ્યા છે તો પણ તેમને કેન્દ્રીય ભૂમિકાઓ મળે છે, પણ પ્રતિભા હોવા છતાં દરેક કલાકારોના નસીબ એવા નથી હોતા.

બોલીવૂડમાં હીરોની વાત જવા દઈએ તો એક કેટેગરી છે, કેરેક્ટર રોલની. નસીરુદ્દીન શાહ, બોમન ઈરાની, અનુપમ ખેર, પરેશ રાવલ જેવા કેટલાક દિગ્ગજ કલાકારો છે, જેમણે વર્ષો સુધી ઈન્ડસ્ટ્રીમાં રાજ કર્યું છે અને દર્શકોને ખુશ કર્યા છે. આજે હજુ બોમન કે અનુપમ ખેર કોઈ બહુ મોટી ઉંમરના નથી દેખાતા, હજુ સક્રિય જ છે, પણ આ ચારેય કલાકારો અત્યારે બોલીવૂડમાંથી આઉટ થઈ ગયા છે, તેમને કામ નથી મળતું અથવા મળે તો તેમની શાનને છાજે તેવું નથી મળતું.

પરેશ રાવલ જેવા કલાકાર હજુ કેરેક્ટર રોલ કરી શકે છે, જબરી કોમેડી પણ કરે છે - આટલી મોટી ઉંમરે પણ ‘હેરાફેરી’ જેવી સફળ ફિલ્મ કરી બતાવી, પણ જ્યારથી તે રાજકારણમાં પ્રવેશ્યા ને ગુજરાતમાંથી ચૂંટણી લડીને સાંસદ બન્યા પછી ફિલ્મો બંધ કરી દીધી. તે હવે તેમને કામ મળતું જ બંધ થઈ ગયું નહીં તો તે કરવા જ નથી ઈચ્છતા, પણ ઘણા સમયથી તે રૂપેરી પરદે દેખાયા નથી.

એવી જ રીતે બોમન ઈરાની જેમના વગર ‘મુન્નાભાઈ’ની સિરીઝ ફિલ્મો અધૂરી હોત. તેઓ કોમેડી અને રોમેન્ટિક કે ચરિત્ર ભૂમિકાઓ બહુ સારી ભજવી શકે, પણ હિન્દી ફિલ્મોમાં તેમને છાજે એવા રોલ અને ફિલ્મો બહુ ઓછી હોય છે. આમ છતાં પણ બોમન થોડી થોડી ફિલ્મોમાં આવતા રહે છે, પણ તેમની પ્રતિભા મુજબનું કામ તેમને નથી મળતું. અહીં તો ગ્લેમર જોવાય છે, પ્રતિભા નહીં. આમ છતાં પણ બોમનની છેલ્લી ફિલ્મો હતી, બંદોબસ્ત, કાપાન, યુવરચના, પીએમ નરેન્દ્ર મોદી અને યેવાડુ થ્રી. તેવી જ રીતે નસીરિદ્દીન શાહનું પણ છે, તેઓ છેલ્લે ‘અ વેડ્નસડે’, વેલકમ બેક, જેકપોટ, ધ કોફીન મેકર, ધ ડર્ટી પિક્ચરમાં દેખાયા હતા.

આ ઉપરાંત અનુપમ ખેરની પણ ચર્ચા ઓછી થાય છે. ગોવિંદા અને અનિલ કપૂર સાથે તેમણે કેટલીક ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાં તેઓ એટલા જામ્યા કે તેમને પણ સુપરસ્ટાર્સની પદવી મળી ગઈ... હીરો જેવો ચહેરો ન ધરાવતા હોવાથી તેમણે યુવાનીમાંથી કેરેક્ટર રોલ કરવા માંડેલા અને ‘સારાંશ’ જેવી પહેલી ફિલ્મથી જ તેમને સફળતા મળવા લાગેલી, પણ હવે તેમને કેરેક્ટર રોલ બહુ સારા નથી મળતા. ફક્ત ફિલ્મ કરવાથી મહત્ત્વ ના મળે, તેમાં તેમનાં પાત્રો સારા હોવા જોઈએ અને તેમને પ્રસિદ્ધિ પણ મળવી જોઈએ.

અગાઉ કાદર ખાન, અમરીશ પુરી, અશોકકુમાર, રાખી જેવા કલાકારો પણ કેરેક્ટર રોલ ભજવતા, પણ હવે તો ફિલ્મના વિષય જ એવા લેવાય કે તેમાં હીરો સિવાય કોઈનું કામ જ નથી હોતું. હીરોઈન વગરની ફિલ્મો પણ આપણે ત્યાં જ બને છે.

આમ, કોમેડિયનની જેમ કેરેક્ટર એક્ટરો પણ હવે બોલીવૂડમાંથી ગાયબ થઈ રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i3W30jW5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com