28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાઈડ ઍન્ગલ

મનોજ કાપડિયાકંગખાન બન્યો ‘રિયલ હીરો’

અમિતાભ બચ્ચનની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં શાહરૂખ ખાને પોતાની જાતની પરવા કર્યા વગર આગમાંથી ઐશ્ર્વર્યા રાય બચ્ચનની મેનેજરની જાન બચાવીને સાબિત કરી દીધું કે તે ફક્ત રિલ લાઈફમાં જ નહીં, બલકે રિયલ લાઈફમાં પણ હીરો છે. શાહરૂખના આ બહાદુરીભર્યા કામથી બધા બહુ પ્રભાવિત થઈ ગયા છે અને તેની પ્રશંસા કરતા થાકતા નથી અને હવે તો બોલીવૂડના ‘સુલતાન’ સલમાન ખાન પણ શાહરૂખ ખાનની બહાદુરીથી પ્રભાવિત થઈ ગયો છે. સલમાને કિંગ ખાનનો વીડિયો પોસ્ટ કરીને તેની પ્રશંસાના પુલ બાંધ્યા અને શાહરૂખ ખાનને રિયલ હીરો કહ્યો.

સલમાન અત્યારે એક રિયાલિટી શોને હોસ્ટ કરી રહ્યો છે અને તેની આગામી ફિલ્મ ‘દબંગ થ્રી’ રિલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. તે પ્રોફેશનલ લાઈફમાં ભલે ગમે તેટલો વ્યસ્ત કેમ ન હોય, પણ બી-ટાઉનમાં થતી ગતિવિધિઓ પર તેની નજર રહે છે. સલમાને તેના વીડિયોમાં શાહરૂખની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’નો એક સીન પણ શેર કર્યો હતો જેમાં શાહરૂખનાં કપડાંમાં આગ લાગે છે અને તે ત્યાંથી બેફિકર થઈને જવા લાગે છે. વીડિયોમાં સલમાને બેકગ્રાઉન્ડમાં અવાજ આપ્યો છે, ‘હીરો તે હોય છે, જે આગમાં કૂદીને, એને બુઝાવીને બચાવે છે. આ વાત એણે એટલા માટે તેને કહી કે તાજેતરમાં દિવાળીમાં એશની મેનેજર અર્ચના સદાનંદના લહેંગામાં અચાનક આગ લાગી ગઈ હતી, પણ સમયને માપી લેતા શાહરૂખે તેને આગથી બચાવી લીધી હતી. સદાનંદના લહેંગામાં એક દીવાને કારણે આગ લાગી હતી. શાહરૂખે તરત તેનું જેકેટ તેના લહેંગા પર નાખીને આગ બુઝાવી દીધી અને અર્ચના બચી ગઈ, પણ અર્ચનાના હાથ-પગ થોડા દાઝી ગયા છે અને શાહરૂખને પણ કેટલીક જગ્યાએ આગથી ઇજા પહોંચી છે. આમ, શાહરૂખે પોતાની હીરોગીરી બતાવીને બીજાની જાન બચાવી લીધી.

-----------------------

પૂજા ભટ્ટ કી સ્પેશિયલ કહાની

લીવૂડની અભિનેત્રી પૂજા ભટ્ટ અત્યારે તેની આગામી ફિલ્મ ‘સડક ટુ’ માટેચર્ચામાં છે. પૂજા ભટ્ટ હવે બહુ ઓછી ફિલ્મો કરે છે, પણ બૉલીવૂડ સાથે સંકળાયેલી રહી છે. હિરોઇન તરીકે નથી આવતી તો નિર્માત્રી અને દિગ્દર્શિકા તરીકે ફિલ્મો બનાવતી રહે છે. તે અભિનેત્રી બહુ સારી છે, પણ લગ્ન પછી તેણે ફિલ્મો છોડી દેતા તેની કારકિર્દી બંધ પડી ગઇ હતી. જોકે, પછી ફરી તે સક્રિય થઇને આજ સુધી ફિલ્મો બનાવતી રહે છે.

હાલમાંજ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પ્રેરણાત્મક સ્ટોરી તેના ચાહકો સાથે શેર કરી છે. પૂજા ભટ્ટે તેની શરાબની ટેવને છોડવાનો જંગ કેવી રીતે લડી હતી તેની વાત કહી છે. ઘણા લોકોને ખબર છે કે પહેલા પૂજા ભટ્ટ શરાબની વ્યસની હતી. પણ તેણે હિંમત કરીને ડિસેમ્બર ૨૦૧૬માં શરાબ પીવાની ખરાબ ટેવને છોડી દીધીહતી. હવે તેને શરાબ છોડ્યે ત્રણ વર્ષ થઇ ગયા. તેણે કહ્યું કે બે વર્ષ ૧૦ મહિના પછી હું તમારી સાથે આ વાત શેર કરી રહી છું. કાલ કોણે જોઇ છે? તમારામાંથી કોઇ પણ પોતાની ખરાબ ટેવોને છોડવા માટે પોતાની અંદરના રાક્ષસ સાથે લડાઇ કરી રહ્યા હોવ તો તમે તેમાં એકલા નથી. જો હું એવું કરી શકું છું તો તમે પણ જરૂર એવું કરી શકો છો. તમે જો તેનાથી પરેશાન થઇ જાવ તો હિંમત ના હારશો અને ચાલતા રહો.

પૂજાજોકે, હવે ફરી અભિનય પણ કરી રહી છે. તેની જ ૧૯૯૧માં આવેલી ફિલ્મ ‘સડક’ની સીક્વલ ‘સડક ટુ’ બની રહી છે, જેમાં તે ફરી અભિનય કરી રહી છે. ‘સડક’ વનની જેમ આ બીજા ભાગમાં પણ તે સંજય દત્ત સાથે જોવા મળશે. આ ઉપરાંત તેમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂરની જોડી પણ હશે.

------------------

‘બાગી થ્રી’ સરબિયામાંનિર્માતા સાજિદ નડિયાદવાલા તેમની ફિલ્મ ‘હાઉસફૂલ ફોર’ રીલિઝ થઈને સફળતાને વરી એટલે હવે નિરાંતે દિગ્દર્શક અહમદ ખાન અને અગ્રણી અભિનેતા ટાઇગર શ્રોફ સાથે ‘બાગી થ્રી’નું એક્શન સીન્સ શૂટ કરવા સરબિયા ઉપડી ગયા છે. ‘બાગી થ્રી’ સરબિયામાં શૂટ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બનશે. આમાં ટાઈગરે અગાઉ ન કરેલા નવા પ્રકારના એક્સન સીન્સ હશે. આથી તેના માટે નિર્માતાને નવું લોકેશન જોઈતું હતું. ‘વૉર’ની સફળતા પછી ટાઈગરની બધી જગ્યાએ પ્રશંસા થઈ રહી છે અને તેના ચાહકો દુનિયાભરમાં વધી ગયા છે.

------------------------

રિતિકરોશન બનશે હાજી મસ્તાન?

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ અત્યારે ખાસ્સી ચર્ચામાં છે. રોજ તેના વિશે કોઇને કોઇ વાત બહાર આવે છે. કમાઠીપુરાની કોઠાવાળી બાઇ ગંગુબાઇની સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં અગાઉ ગંગુબાઇના પાત્ર માટે ભણસાલીએ પ્રિયંકા ચોપરાને લેવાનું નક્કી કર્યું હતું, પણ હવે તેમાં આલિયા ભટ્ટ આવી ગઇ છે.હવેલેટેસ્ટ ખબર એ છે કે તેમાં ગેંગસ્ટર હાજી મસ્તાનના રોલ માટે રિતિક રોશનનો સંપર્ક સધાયો છે. જો તેમ બનશે તો પ્રથમ વખત રિતિક રોશન અને આલિયા ભટ્ટ એકસાથે ફિલ્મમાં દેખાશે. આથી તેમના ચાહકોને તો મજા પડી જશે. હજુ જોકે, તેની સત્તાવાર જાહેરાત નથી થઇ પણ ખબર સાંભળીને તેમના ચાહકોને આનંદ તોથશે જ.

આ ફિલ્મ ઉપરાંત સંજય ભણસાલીએ બીજા એક પ્રોજેક્ટ ‘બૈજુ બાવરા’ની જાહેરાત પણ કરી દીધી છે, જે દિવાળી ૨૦૨૧માં રિલીઝ થશે. જ્યારે ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૦માં રિલીઝ થશે. બૈજુબાવરા ફિલ્મ ભણસાલીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. માર્વેરિક માસ્ટરોની બદલાની વાર્તા. આમ,રિતિકરોશન ફિલ્મમાં શામેલ થશે તો એક વધુ નવી ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.

---------------------

‘દબંગ’ સામે લેડી પોલીસ

અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાએ તાજેતરમાં સલમાન ખાન સાથેના પોતાના કોઈએ ન જોયેલા ફોટોઝ શેર કર્યા હતા. તાજેતરમાં દરેક જણ હેલોવીનને માણી રહ્યું હતું, ત્યારે પ્રીટિએ પણ તેના સલમાન સાથેના હેલોવીન પિક્ચર્સ શેર કર્યા હતા. પ્રીટિ પોલીસના આઉટફીટમાં બહુ આકર્ષક લાગે છે અને સલમાન તેના દબંગ અવતારમાં. પ્રીટિ ઝિન્ટાના ‘દબંગ થ્રી’ના હેલોવીન પિક્ચર્સે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

---------------------

મૈં તેરે પ્યાર મેં પાગલ...

આલિયા ભટ્ટ માટેઆ વર્ષ કેટલાયે કારણોસર ખાસ રહ્યું. એક પછી એક હિટ ફિલ્મો આપીને તે પોતાની ઝોળીમાં એવૉર્ડઝ ભેગા કરી રહી છે. આ વર્ષે તેણે પોતાની યુ-ટ્યુબ ચેનલ ખોલી, જેમાં લાખો સબસ્ક્રાઇબર્સ તેને મળી ગયા. હવે તે આ ચેનલ દ્વારા પોતાના ચાહકો સાથે સીધી જોડાઇ રહી છે અને તેમના સવાલોના જવાબ પણ આપે છે. આલિયા તેનું ૨૦૧૯નું વર્ષ કેવું ગયું અને તેના માટે યાદગાર પળો કઇ હતી તેના વિશે કહે છે કે ૨૦૧૯માં મને ફિલ્મફેર એવૉર્ડ મળ્યો તે મારા માટે યાદગાર ક્ષણો બની રહી હતી. તેમાં જ રણબીર કપૂરને પણ એવૉર્ડ મળ્યો હતો. અમે બંને સ્ટેજ પર ઊભા હતા અને અમારા ફોટો ક્લિક થઇ રહ્યા હતા તે પળો અમારા માટે સૌથી ખાસ હતી. મેં જેવું સપનામાં વિચાર્યું હતું તે મારા માટે આ જ પળો હતી. આલિયાના આવા શબ્દો સાંભળીને રણબીરને તો ખબર પડી જ ગઇ હશે કે તે તેને કેટલો પ્રેમ કરે છે. આલિયા અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચા તો હવે સોશિયલ મીડિયાથી લઇને બૉલીવૂડની ગલીઓ સુધી છવાઇ ગઇ છે. અત્યારેતેમના લગ્નની ચર્ચા પણ જોરમાં છે, જોકે, તે આવતા વર્ષે થાય તેવી વાતો છે. આલિયા બહુ જલદી રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે અને તે પછી તેની આદિત્ય રૉય કપૂર સાથેની ‘સડક ટુ’માં જોવા મળશે. ‘સડક ટુ’નું શૂટિંગ તેણે તાજેતરમાં જ ઉટીમાં પૂરું કર્યું. આ ફિલ્મ આગામી વર્ષે જુલાઇમાં રજૂ થવાની છે.

------------------------------

કમલની કારકિર્દી ૬૦ વર્ષની થઈ

દિગ્ગજ અભિનેતા કમલ હાસને ફિલ્મોમાં ૬૦ વર્ષ પૂરા કર્યા. તેના માટે ૭ થી ૯ નવેમ્બર દરમિયાન ચેન્નઈમાં ત્રણ દિવસનું ગ્રાન્ડ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. કમલ હાસનના વતન પરમાકુદી ખાતે પણ તેની ઉજવણી થઈ રહી છે.

આ ઈવેન્ટમાં દિગ્દર્શક, લેખક અને તેના મેન્ટર શ્રી કે. બાલચંદરની પ્રતિમાનું અનાવરણ કરશે. તેમાં સુપરસ્ટાર રજનીકાંત પણ જોડાશે. અભિનેતા અને ફિલ્મસર્જક કમલ હાસને ફક્ત ત્રણ વર્ષની ઉંમરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ૧૯૬૦માં બાળ કલાકાર તરીકે તમિળ ફિલ્મ ‘કલાથુર ક્ધનમ્મા’માં અભિનય કર્યો હતો, જેના માટે તેમણે રાષ્ટ્રપતિનું સુવર્ણપદક મેળવ્યું હતું. તેમણે અત્યાર સુધીમાં તમિલ, હિન્દી, તેલુગુ અને મલયાલમ ભાષામાં ૨૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ‘નાયકન’, ‘મહાનદી’, ‘પુષ્પક’ અને ‘સદમા’ ફિલ્મો બહુ જાણીતી છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8fAA1P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com