15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સોનમનો પુસ્તકપ્રેમ

અનિલ કપૂરની જ્યેષ્ઠ પુત્રી સોનમ કપૂર આહુજાએ એક કાબેલ અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન બનાવી લીધું છે. હા, એની પ્રારંભની ફિલ્મોને જોઇએ એવી વ્યાવસાયિક સફળતા નહોતી મળી, પણ એની મોટા ભાગની ફિલ્મોમાં એના અભિનયની પ્રશંસા જરૂર થઇ હતી. ૨૦૧૬માં આવેલી ‘નીરજા’ ફિલ્મ માટે સોનમને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવતા એની ગણના આપોઆપ ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી. અનિલ કપૂરની આ દીકરી ફૅશન માટે પણ સારો લગાવ ધરાવે છે. એના ડ્રેસીસની ખાસ્સી ચર્ચા પણ થતી હોય છે. આવી આ સોનમ વાચનની પણ શોખીન છે. આજના જનરેશનની હીરોઇનોમાં રીડિંગ હૅબિટ વત્તેઓછે અંશે જોવા જરૂર મળે છે. પસંદગીમાં પણ સ્ટાઇલિશ રહેતી સોનમ તાજેતરમાં ઇન્ટરનૅશનલ બુક ફેસ્ટિવલમાં લટાર મારતી અને કેટલાક પુસ્તકો રસપૂર્વક ઉથલાવતી જોવા મળી હતી. એનો પુસ્તકપ્રેમ જાણીતો હોવાને કારણે જ તેને પુસ્તક સર્જન વિશે બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેન ઑસ્ટિન અને આયન રેન્ડ જેવી તેજાબી લેખિકાઓના પુસ્તકો વાંચીને ઉછરેલી સોનમ પુસ્તપ્રેમનો શ્રેય પોતાની માતુશ્રીને આપે છે. નાનપણથી જ માને પુસ્તકો વાંચતી જોઇ હોવાથી સોનમને પુસ્તકપ્રીતિ થઇ હતી. વાચકોને જાણ હશે કે સોનમની બહેન રિયા ફિલ્મ નિર્માત્રી છે. ફિલ્મ બનાવી શકાય એવી સ્ટોરીની સતત શોધમાં રહેતી સોનમને પુસ્તક ઉથલાવતી જોઇને હવે કોઇ પુસ્તક પરથી ફિલ્મ બનશે કે કેમ એવો સવાલ થવો સ્વાભાવિક છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7414208
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com