28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમિતજીની રમૂજ

અમિતાભ બચ્ચન અત્યંત વ્યસ્ત કલાકાર છે એ વાત બધા સુપેરે જાણે છે. ફિલ્મનું શૂટિંગ, કેબીસીના શોનું સંચાલન, કાર્યક્રમોમાં હાજરી વગેરે સતત ચાલતું હોય છે. આ અતિ વ્યસ્તતા વચ્ચે પણ અમિતજી સોશ્યલ મીડિયા પર દેખાયા કરે છે. એમના ટ્વિટર અકાઉન્ટમાં નવું શું આવ્યું એની ઉત્સુકતા ભારે હોય છે. અહીં તેઓ ક્યારેક જૂના પ્રસંગો, જૂની તસવીરો મૂકી વાચકોને જલસા કરાવી દેતા હોય છે. ક્યારેક વિનોદ પણ ડોકિયા કરી જતો હોય છે. તાજેતરમાં તેમણે એક ખૂબ જ રમૂજી ટુચકો મૂક્યો છે જે વાંચીને તમે પણ હસવું નહીં રોકી શકો.

એ કિસ્સો આ પ્રમાણે છે:

પિતાશ્રી: દીકરા, સાંભળી લે. જો તું આ વખતે પણ નાપાસ થયો તો ફરી ક્યારેય મને પપ્પા નહીં કહેતો.

રિઝલ્ટના દિવસે

પિતાશ્રી: શું રિઝલ્ટ આવ્યું દીકરા?

પુત્ર: દિમાગનું દહીં ન કરો બાબુલાલ, મારું માથું પહેલેથી જ ભમી રહ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

68H48Y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com