15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સલમાનને નવી મા મળી

ના,સલીમ ખાને ઢળતી ઉંમરે વધુ એક લગ્ન કરી લીધાં છે કે સલમાન ઘર છોડીને નીકળી ગયો છે કે પછી કોઇ કોડ ધરાવતી સ્ત્રીએ સલમાનને ગોદ લીધો હોય એવી વાત પણ નથી. જોકે, સલમાનને નવી મા મળી છે એ વાત સોળ આના સાચી છે. હવે તમે કહેશો કે સાલું આ કંઇ સમજાયું નહીં. હવે વાત ફિલ્મના કલાકારોની છે તો થોડી ફિલ્મી ઢબે તો કરવી જ પડે ને. વાત એમ છે કે સલમાન ખાન ‘રાધે યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’ નામની ફિલ્મ કરી રહ્યો છે. ખબરીએ આપેલી માહિતી પ્રમાણે દિશા પટણી એેમાં સલમાનની નાયિકા બનશે. દિશાને તો જાણે દસે દિશા ખૂલી ગઇ હોય એવી લાગણી થતી હશે. લાગણીનો ઊભરો આવે એ સમજી શકાય એવી વાત છે, પણ દિશાએ બહુ હરખાઇ ન જવું જોઇએ, કારણ કે ભાઇની ફિલ્મમાં ‘ભાભી’ને કેટલો સ્કોપ રહેશે એ ભાઇ નક્કી કરતો હોય છે અને એ શોભાની પૂતળીથી વિશેષ તો લગભગ ન જ હોય. સલમાનની ફિલ્મમાં એની નાયિકા કરતાં માનો રોલ કોણ નિભાવે છે એ જાણવું રસપ્રદ હોય છે. આ નવી ફિલ્મમાં સલમાનની માનો રોલ કરશે ઝરીના વહાબ. પહેલી વાર ઝરીના સલમાનની માનો રોલ કરશે. આ એ જ અભિનેત્રી છે જેને તમે ૧૯૮૦ના દાયકામાં ‘સુનયના’ જેવી ફિલ્મોમાં હીરોઇન તરીકે જોઇ છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે આદિત્ય પંચોલી-ઝરીના વહાબના પુત્ર સૂરજ પંચોલીને સલમાને જ હિંદી ફિલ્મોમાં લૉન્ચ કર્યો હતો. સલમાનના પંચોલી પરિવાર સાથે નિકટના સંબધો છે એ વાત જાણીતી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

325m88o8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com