29-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્ટારસન નહીં, સ્ટાર ગ્રાન્ડસન

અભિનેતાઓના પુત્ર-પુત્રીઓના ફિલ્મી પરદા પરના પ્રવેશનો સિલસિલો ચાલી રહ્યો છે તેમાં એક ઓર વધારો થયો છે. હિન્દી ફિલ્મોમાં પોતાના ધારદાર અવાજ અને ખૂનખાર ખલનાયકીથી આગવી છાપ છોડી જનાર અમરીશપુરીનો પૌત્ર વર્ધનપુરી પણ હવે, ‘યે સાલી આશિકી’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પ્રવેશી રહ્યો છે.

તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું . આ ટ્રેલર જોઇને મનમાં એવો પ્રશ્ર્ન જરૂર થાય કે વર્ધનપુરી આ ફિલ્મમાં નાયક હશે કે ખલનાયક? તેના અસલી રોલ વિશે જાણવા આખી ફિલ્મ જોવી પડે.

‘પેન’ના જયંતીલાલ ગડા નિર્મિત આ ફિલ્મ એક રોમેન્ટિક થ્રીલર છે. વર્ધનની સાથે શિવાલિકા ઑબેરોય પણ આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહી છે. વર્ધન કહે છે કે તે આ પહેલાં પણ જયંતીભાઇની જ એક પિરિયડ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પ્રવેશવા માગતો હતો, પરંતુ અમુક કારણોસર એ થઇ ન શક્યું. ત્યાર બાદ તેમણે આ ફિલ્મ માટે મારો સંપર્ક કર્યો અને મેં તરત હા પાડી દીધી. આ ફિલ્મમાં મારો પર્ફોર્મન્સ આધારિત રોલ છે અને તે હોલીવૂડ ફિલ્મ ‘ગોન ગર્લ’ જેવી હશે.

ફિલ્મી પરદે આગમન કરતા પહેલા તેણે યશરાજની ફિલ્મ ‘ઇશ્કજાદે’,‘દાવત-એ- ઇશ્ક’ અને ‘શુદ્ધ દેશી રોમાન્સ’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત વર્ધન ૯૦થી વધુ નાટકોમાં કામ કરી ચૂક્યો છે. અમરીશપુરી ૨૦૦૫માં મૃત્યુ પામ્યા ત્યાર બાદ તેમના વારસાને આગળ વધારવા જ વર્ધને અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો તેમ એ જણાવે છે. એ કહે છે દાદુ (અમરીશપુરી) તેના માટે ભગવાન જેવા છે, જેમની એ પૂજા કરે છે.

વર્ધન કહે છે, ‘હું મારા દાદાથી એટલો નજદીક હતો કે દાદા-દાદીની વચ્ચે જ સૂઇ જતો હતો. તેમનું મોત મારા માટે અતિ દુ:ખદાયક હતું. એ જ વખતે મેં નિર્ણય લીધો હતો કે હું કંઇક કરીશ તો મારા દાદા માટે જ કરીશ અને આ ફિલ્મ એમના માટે જ છે.’

ચિરાગ રૂપારેલ દિગ્દર્શિત આ ફિલ્મ ૨૨ નવેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7t18V18X
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com