15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નસીબનુંપાંદડું ફરે ત્યારે...

કલ્પના મહેતા



એક્ટર રાજકુમાર રાવ આજે બૉલીવૂડનો આગળ પડતો અભિનેતા ગણાય છે. તે બહુ સારો અભિનેતા છે અને જુદા પ્રકારની ફિલ્મો કરે છે અને સામાન્ય માણસના ચરિત્રને તે બખૂબી નિભાવે છે. હાલમાં જ તેની ‘મેડ ઇન ચાઇના’ ફિલ્મ રજૂ થઇ હતી. દર્શકોએ તેને સારો પ્રતિસાદ આપ્યો છે. તેના અભિનયની પ્રશંસા પણ થઇ. તેઆજે પોતે સ્ટાર બની ગયો છે, પણ એક સમયે તે શાહરુખ ખાનનો બહુ મોટો ચાહક હતો અને આજે પણ છે તેવું તે કહે છે.

ભારતભરના લોકો ફિલ્મી કલાકારો પાછળ બહુ પાગલ હોય છે. તેમના અનન્ય ચાહક હોય છે અને તેમની એક ઝલક જોવા કેટલીયે મહેનત કરતા હોય છે. તેવી રીતે રાજકુમાર પણ શાહરુખનો ચાહક હતો આથી તેના કહેવા પ્રમાણે તે જ્યારે પહેલી વાર મુંબઈ આવ્યો ત્યારે શાહરુખના બંગલા મન્નતની બહાર કલાકો સુધી ઊભો રહેતો હતો. એક મુલાકાતમાં તેણે આ વાત જણાવી હતી.

વધુમાં તે જણાવે છે હું મહેબૂબ સ્ટુડિયોમાં જ તેને પહેલી વાર મળ્યો હતો. હું દિલ્હીમાં ઉછર્યો છું અને શાહરુખ પણ દિલ્હીથી મુંબઈ આવ્યો અને આટલો મોટો સુપરસ્ટાર બન્યો. વાસ્તવમાં હું પહેલી વાર જ્યારે મુંબઈમાં આવ્યો હતો ત્યારે ફક્ત મન્નતની બહાર ઊભો રહી નસીબ અજમાવતો રહ્યો કે કદાચ શાહરુખ દેખાઇ જાય. મેં પછી ગૌરીને જોઇ અને બહુ ખુશ થયો. તેમને જોઇને મેં કહ્યું ગૌરી... ગૌરી મેમ. પણ શાહરુખ મને જોવા ન મળ્યો. હીરો બન્યા પછી એક વખત હું પણ મહેબૂબમાં શૂટિંગ કરી રહ્યોહતો. ત્યારે મને ખબર પડી કે તે પણ અહીં છે. એ વખતે મને તક મળી અને મેં એની વેનમાં પ્રવેશ કર્યો અને મેં શાહરુખ ખાનને પહેલીવાર નજરોનજર જોયો. તે મારા વિશે બધું જ જાણતો હતો અને તેણે મને ખાસ મહેસૂસ પણ કરાવ્યું. તે મુલાકાત પછી હું તેનો બહુ મોટો પ્રશંસક બની ગયો. તે બહુ શાનદાર છે, આકર્ષક છે અને નિશ્ર્ચિતરૂપે તે પછી અમે બહુ નજીક આવ્યા છીએ. જ્યારે મને ખબર પડી કે હું તેને મેસેજ કરી શકું છું, મને ખબર હતી કે હું તેને કોલ પણ કરી શકું છું અને તે પણ મને કોલ કરી શકે છે ત્યારે હું બહુ એક્સાઇટેડ થઇ ગયો. અત્યારે પણ મને તેના માટે બહુ પ્રેમ છે અને મારી અંદરનો ચાહક ક્યારેય નહીં મરે. જ્યારે પણ તે મને બોલાવે છે ત્યારે મને બહુ ખુશી થાય છે. રાજકુમાર રાવે બૉલીવૂડમાં ડેબ્યુ એક્તા કપૂરની ફિલ્મ ‘રાગિણી એમએમએસ’થી કર્યું હતું.

નસીબ ક્યાં લઇ જાય છે. શાહરુખના ફેનના પણ આજે

લાખો ફેન છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

dAR2466
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com