28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નિકને પંજાબી બનાવી દીધો

હેમંત વૈદ્યપ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ તાજેતરમાં રિલીઝ થઇ, જેને જોઇએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી, પણ ફિલ્મની પ્રશંસા થઇ છે.હવે તે બૉલીવૂડની આગામી કઇ ફિલ્મ સાઇન કરે છે તે જોઇએ, જ્યારે હૉલીવૂડની એક ફિલ્મ તો તે કરી જ રહી છે. હોલીવૂડ-બોલીવૂડની આવન-જાવન દરમિયાન તેની સાથે થયેલી રસપ્રદ વાતચીત.

લગ્ન પછી જીવનમાં બદલાવ

હવે હું પહેલા કરતા શાંત થઇ ગઇ છું. પહેલા હું બહુ શોર મચાવતી હતી અને દરેક વાતનો પ્રતિભાવ આવતી હતી, પણ હવે નિકે મને શાંત કરી દીધી છે. બસ, હવે જિંદગીને શાંતિથી જીવવા માગું છું. આટલો બદલાવ આવ્યો છે મારી જિંદગીમાં. કોઇપણ વાત હોય ક્યારેય હું ટેન્શન લઇને કામ નથી કરતી, બહુ ખુશ રહું છું.

નિકને ભારતીય બનાવ્યો

મારાપતિ નિકને મેં હવે ભારતીય બનાવી દીધો છે. એટલું જ નહીં, તેેને ભારતીય સંસ્કૃતિ માટે બહુ માન છે. ખાસ કરીને તેને ભારતીય લોકો મસ્તી કરે છે તે બહુ પસંદ છે. તેણે હાલમાં જ ‘કલંક’ના ગીત ‘ફર્સ્ટ ક્લાસ’ પર જબરજસ્ત મજા લઇને ડાન્સ કર્યો હતો. તેને અહીંનું ગીત-સંગીત અને ખાણી-પીણી બહુ પસંદ છે. તેને કુર્તો પહેરવો બહુ ગમે છે. ક્યારેક તો મને લાગે છે કે મારા લગ્ન કોઇ પંજાબી યુવક સાથે થયા છે.

ગ્લોબલ આઇકોન

પ્રિયંકા કહે છે, મને એ વાતની ખુશી છે કે મને ગ્લોબલ આઇકોન માનવામાં આવે છે. મેં તેના માટે બહુમહેનત કરી છે. બહુ ઠોકરો ખાધી છે, ત્યારે જઇને મને આ સન્માન મળ્યું છે. લોકોને પણ મારી ફિલ્મો પસંદ આવે છે. મેં કારકિર્દીમાં જે સફળતા મેળવી છે, તે ફક્ત અને ફક્ત મારી મહેનતને કારણેજ મળી છે. મારી સફળતાનો શ્રેય મારી મહેનત જ છે.

કુટુંબ સાથે રહેવું

હું હંમેશાં મારા કુટુંબની બહુ નજીક રહું છું અને હંમેશાં તેમની નજીક જ રહીશ.

ભારત અને અમેરિકા વિશે

ભારત અને અમેરિકામાંથી કોઇ એકની પસંદગી કરવાની મને જરૂરત નથી લાગતી. હું બંને જગ્યાએ કામ કરું છું. બંને જગ્યાએ મારું ઘર છે. કુટુંબ પણ બંને જગ્યાએ છે. જ્યારે હું અમેરિકામાં ભણતી હતી ત્યારે કદાચ અમેરિકાથી ડરતી હતી, ત્યાં મજાકીયાઓએ મને બહુ પરેશાન કરી હતી. ત્યારે હું અમેરિકા છોડીને ભારત આવી ગઇ. પણ આ વખતે હું ગઇ તો મારા કામની પ્રશંસા થઇ અને મને ઘણું માન-સન્માન મળ્યું. મને પતિ પણ ત્યાંથી મળી ગયો. ભારતની વાત છે તો હું બહુ મિસ નથી કરતી, કારણ કે હું દર બે મહિને અહીં આવું છું. હા, ઘરનું ખાવાનું બહુ મિસ કરું છું. મને રસોઇ બનાવતા નથી આવડતું. ત્યાં ભારતીય ખાવાનું મળે છે પણ તે ડબ્બામાં આવે છે. ફ્રેશ ગરમાગરમ ઘરનું ખાવાનું હું મિસ કરું છું.

તેની પોતાની બાયોપિક

પ્રિયંકા કહે છે, મારા પર બાયોપિક બને કે ના બને, પણ હું મારા જીવન પર એક પુસ્તક લખી રહી છું ‘અનફિનિશ્ડ’, જે આવતા વર્ષે રિલીઝ થશે. આવતા વર્ષે ઇન્ડસ્ટ્રીમાં મને ૨૦ વર્ષ પૂરાં થશે. પુસ્તક ભારત, યુકે, યુએસ ત્રણેય જગ્યાએ રિલીઝ થશે.

મારાં ધોરણો પર જીવું છું

હું હંમેશાં મારી મરજી મુજબ જીવું છું. ભલે કેટલાયે અપ્સ એન્ડ ડાઉન આવતા હોય પણ મેં મારી મમ્મી પાસેથી શીખ્યું છે કે હંમેશાં પોતાના બળ પર જ જીવવું જોઇએ. સામાન્ય રીતે એવું બને છે કે લગ્ન પછી મહિલાઓ પોતાને મહત્ત્વ આપવાનું છોડી દે છે, પણ મને નથી લાગતું કે એ વાત સાચી છે અને હવે તો હું પણ બોલતા શીખી ગઇ છું.

આગામી પ્રોજેક્ટસ

હવે હું હૉલીવૂડની ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’ કરી રહી છું. હિન્દી ફિલ્મ સાઇન નથી કરી.

નિક સાથે સિંગલ ગાવાની તૈયારી છે?

પ્રિયંકા કહે છે, ના બાબા ના, તે બહુ પ્રતિભાશાળી છે. હું તેની સામે ગાઉં તેવી મારી મજાલ નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Br4072F2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com