28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારા કરતાં મારા ધોબીના ઘરમાં પહેલાંટીવી આવ્યું હતું

દર્શના ઠક્કરરૉયલ પટૌડી ખાનદાનનો વારસદાર અને હવે નવાબ પણ બની ગયેલો અભિનેતા સૈફ અલી ખાન લાંબા સમયથી એવી ફિલ્મો કરી રહ્યો છે, જેની વાર્તા બહુ જુદા પ્રકારની હોય. ચીલાચાલુ એટલે કે ફક્ત મનોરંજક ફિલ્મો કરવામાં તેને રસ નથી. અત્યારે તેની આવનારી ફિલ્મ ‘લાલ કપ્તાન’ માટે તે બહુચર્ચામાં છે. તેની સાથે થયેલી રસપ્રદ મુલાકાત અહીં પ્રસ્તુત છે.

-------------------

ફિલ્મ કરવાનું કારણ

સૈફ કહે છે કે તેને રોચક ફિલ્મોનો ભાગ બનવું છે. તે લાલ કપ્તાન વિશે કહે છે કે તે બહુ જુદા પ્રકારની રોચક ફિલ્મ છે. બદલાની વાર્તા છે. નવદીપ અને આનંદ એલ. રાયે મને આ ફિલ્મ ઓફર કરી. મને તે જ સમયે તેની વાર્તા સ્પર્શી ગઇ. આ એક પીરિયડ ફિલ્મ છે અને જે સમયકાળની વાર્તા તેમાં છે તે મને બહુ ગમે છે. જ્યારે મોગલ શાસનનુંપતન થયું અને અંગ્રેજોની દખલ વધીત્યારનો સમય છે. મારું પાત્ર બાઉન્ટી હન્ટરનું છે, જે ઇનામ માટે ભાગેડુ અને અપરાધીઓને પકડે છે.

----------------------

લૂક માટે કેવું કામ કર્યું

સૈફ કહે છે કે ફિલ્મમાંમારા પાત્ર માટે મેકઅપ કરવો બહુ સરળ વાત નહોતી. તેનું કારણ એ હતું કે બહુ બધો મેક-અપ કરવાનો હતો. વાળ પણ વધારે રાખવાના હતા આથી તેનો ભાર પણબહુ હતો. કેટલાક કિલો તેનું વજન હતું. એટલી વજનદાર વિગ પહેરીને ગર્દનને હલાવવી સરળ વાત નહોતી. તે પછી કપડાં, તલવાર તે બધું લઇને ઘોડાપર બેસવાનું. તે પણ ધગધગતા તડકામાં બહુ મુશ્કેલ હતું. દરરોજ બે કલાક લૂક બનાવવામાં જતા હતા. સવારે પાંચ વાગ્યામાં ઉઠીને બે કલાક મેક-અપ કરો અને પછી બે કલાક ત્યાં પહોંચવામાં જતા હતા, જ્યાં શૂટિંગ થતું હતું. આટલા ભારેભરખમ કપડાં સાથે રણમાં શૂટિંગ કરવું બહુ થકવી દેનારો અનુભવ હતો. સાત વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી સતત શૂટિંગ થતું હતું. થતું કે લંચ સમયે વિગને હટાવીને બાજુ પર મૂકી દઉં પણ મેં મારી જાતને સમજાવી કે જો પરદા પર મારે સહજતાથી પેશ આવવું હોય તો આ લૂકમાં તો મારે તેની ટેવ પાડવી જ પડશે. ફિલ્મ માટે ઘોડેસવારી અને તલવારબાજી પણ શીખ્યા.

તૈમૂરની પ્રતિક્રિયા

મારા પુત્ર તૈમૂરે મારો આ લૂક જોયો હતો. ફિલ્મનું પેચવર્કનું શૂટિંગ મુંબઈમાં થયું હતું ત્યારે તે પણ સેટ પર આવ્યો હતો. તે મને જોઇને જરાય ડર્યો નહોતો, પણ મારી સામે જોઇને સ્મિત કરી રહ્યો હતો. સારાને પણ મારું લૂક પસંદ આવ્યું. તેણે કહ્યું કે હું બહુ કૂલ દેખાઇ રહ્યો છું.

સારાની સફળતાથી ખુશ

મારી પુત્રી સારાની સફળતાથીહું બહુ ખુશ છું. સારાનો અત્યાર સુધીનો પ્રવાસ જોઇને મને તેના પર નાઝ છે. તેની સૌથી સારી વાત એ છે કે તે બહુ વિનમ્ર છે. ખાસ કરીને માધ્યમો સાથે.

રેડિયો શો કરવા માગું છું

હાલમાં જ સૈફ કરીનાના રેડિયો શોનો હિસ્સો પણ બન્યો. આ વિશે તે કહે છે કે તેમાં બહુ મજા આવી. મને લાગ્યું કે થોડું હજુ રીલેક્સથી તે કામ થવું જોઇતું હતું. આ ટીવી શોની જેમ થયું. મને તક મળશે તો હું પોતે પણ એક રેડિયો શો કરવા ઇચ્છીશ, કંઇક રોચક.

ક્રિકેટમાં દિલચસ્પી

સૈફ કહે છે કે મારા પિતાની જેમ જ મને પણ ક્રિકેટમાં રસ છે. મને ક્રિકેટ રમવી ગમે છે. પણ કમેન્ટ્રી કરવી નથી ગમતી. મારા પાપા પહેલા બહુ કડક સ્વભાવના હતા. બહુ ઓછા લોકોને એ ખબર હશે કે અમારા ઘરમાં જ્યારે ટીવી નહોતું ત્યારે અમારાથી પહેલા અમારા ધોબીના ઘરમાં ટીવી આવી ગયું હતું. અમારા ઘરમાં તો પછી ટીવી આવ્યું હતું.

નિર્દેશનનો વિચાર

સૈફનું માનવું છે કે ફિલ્મમાં નિર્દેશકને સૌથી વધારે કામ કરવું પડે છે. ફિલ્મ માટે સૌથી વધારે સમય નિર્દેશક આપે છે. જ્યારેતે ફિલ્મ બનાવે છે ત્યારે તે પોતાના પરિવાર અને મિત્રોને પણ સમય નથી આપી શક્તો. ખાસ વાત તો એ છે કે

સૌથી વધારે કામ તે કરે છે ને સૌથી ઓછા પૈસા તેને જ

મળે છે.

વૅબ શો કરવાની મજા આવે છે

મને વૅબનું માધ્યમ બહુ ગમે છે. તેમાં બહુ ક્રિએટિવ વાતાવરણ હોય છે. હું હજુ એક વૅબ શોમાં આવવાનો છું. તે રાજકારણ પર આધારિત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

738774
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com