15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રદૂષણથી બચાવો ત્વચાને

ટાપટીપ-મૌસમી પટેલ



પ્રદૂષણ એ અત્યારની સૌથી મોટી અને ગંભીર સમસ્યા છે. આરોગ્યની સાથે સાથે સૌંદર્ય માટે પણ આ પ્રદૂષણ જોખમી પુરવાર થઈ રહ્યું છે. તેમાં પણ પ્રદૂષણની સૌથી ગંભીર અસર ચહેરા પર સૌથી વધારે જોવા મળે છે, કારણ કે આ શરીરનું એક માત્ર અવયવ છે કે જેને ઢાંકી શકાય એમ નથી. ખીલ, ડ્રાય અને રફ સ્કીન જેવી વિવિધ સમસ્યાઓ તમને પ્રદૂષણને કારણે હેરાનપરેશાન કરી શકે છે. આપણે આજે વાત કરીશું કે કઈ રીતે તમે ઘરે બેઠાં તમારી ત્વચાની કાળજી લઈ શકો છો અને તમારી ત્વચા પર પ્રદૂષણની આડઅસર થતાં રોકી શકો છો.

----------------------

મેગ્નેટિક ફેસપેક

અ ફેસ પેક તમારી ત્વચાને અંદરથી એકદમ ક્લીન કરે છે અને તમને તાજગીનો અહેસાસ કરાવે છે. મેગ્નેટિક ફેસપેકમાં રહેલાં મેગ્નેટિક તત્ત્વો તમારી ત્વચાની અંદરની ગંદકીને દૂર કરીને તેને સાફ-સૂથરી અને અને ચમકીલી બનાવે છે. આ સિવાય આ ફેસપેકની મદદથી બ્લેક ઍન્ડ વ્હાઈટ હેડ્સ, ખીલ જેવી સમસ્યાથી મુક્તિ પણ મળે છે.

------------------

તડકામાં નીકળતાં પહેલાં...

તડકામાં બહાર નીકળવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. જો એકદ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો અને તેમાં પણ ચહેરાને સ્કાર્ફ કે માસ્કની મદદથી કવર અપ કરવાનું ભૂલશો નહીં. આ સિવાય સન સ્ક્રીનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરો. હવામાં રહેલાં ઝેરી રસાયણો અને તત્ત્વો ત્વચા માટે ખૂબ જ હાનિકારક હોય છે એટલે તમારી ત્વચા

આવા તત્ત્વોના સંપર્કમાં ના આવે એનું ખાસ ધ્યાન રાખો.

------------------

એલોવેરા કરશે મદદ

એલોવેરા તમારી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે અને એટલું જ નહીં પણ તમારી ત્વચાને પ્રદૂષણથી બચાવશે પણ. દસ મિનિટ માટે એલોવેરાના રસમાં ટી ટ્રી ઓઈલ મિક્સ કરી લો. ૧૦ મિનિટ સુધી આ મિશ્રણ તમારા ચહેરા પર લગાવો અને ત્યાર બાદ ચહેરો ધોઈ લો.

-----------------

ગુલાબજળથી સાફ કરો ચહેરો

ગુલાબજળ તમારી ત્વચા માટે ઑક્સિજનનું કામ કરે છે. જો તમારે દિવસમાં લાંબો સમય ઘરની બહાર રહેવાનો વારો આવતો હોય તો દિવસમાં બે-ત્રણ વખત ચહેરો ગુલાબજળથી ધોવાનું રાખો. આને કારણે તમારા ચહેરાની નમી જળવાઈ રહેેશે અને સ્કીન ડ્રાય નહીં થાય. આ સિવાય લાંબેગાળે તમારી ત્વચા પર જોવા મળનારી કરચલીઓને પણ ગુલાબજળ

દૂર કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

eKc45I4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com