28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દીકરીને બહારગામ કૉલેજની હોસ્ટેલમાં કેમ નથી રહેવું?

કેતકી જાનીદીકરીને બહારગામ કૉલેજની હોસ્ટેલમાં કેમ નથી રહેવું?

સવાલ: મારી દીકરી આગળ ભણવા માટે બીજા શહેરમાં જાય તેવો વિચાર ઘરમાં થઈ રહ્યો છે. તેની મને ચિંતા થાય છે કે તે કેમ રહેશે? બીજી બે છોકરીઓ સાથે મળીને ફલેટ ભાડે રાખવા વિચાર કરે છે. મારી મૂંઝવણ એ છે કે મારે

દીકરીને શું સલાહ આપવી અને તેના માટે કેવી વ્યવસ્થા કરી આપવી? તેની કૉલેજમાં

હોસ્ટેલ પણ છે, છતાં તે ત્યાં રહેવા ના પાડે છે, તો શું કરવું?

--------------

જવાબ

બહેન, દીકરી ઉચ્ચ ભણતર માટે બીજા શહેરમાં જ જઈ રહી છે. હા, આ કોઈ પરદેશ પણ નથી કે તેને મળવામાં તમને મુશ્કેલી પડે. આથી ખોટી ચિંતા ના કરો. એક મા તરીકે તમારું મન દ્વિધા અનુભવતું હશે તે હું જાણું છું, પણ તમારા દિલમાં જ્યારે દીકરીની ચિંતાના વિચાર આવે કે તરત જ તેનું ભવિષ્ય સુધરશે, સારી કારકિર્દી બનશે તો તેનું આખું જીવન કેટલું સરળ બની જશે, તે વિચારોને પ્રાધાન્ય આપો. થોડા સમય બાદ આપોઆપ ચિંતા ઓછી થઈ જશે.

દીકરીને ખાસ કોઈ એલર્જી હોય, તેની કોઈ દવા હોય તે વિશે લેખિત કાગળ/ડાયરી આપવી. કોઈ પણ સમયે બેધડક તે તમને કોઈથીય ડર્યા વગર સંપર્ક સાધી શકે તે ખાસ કહેવું.

કોઈ પણ સંજોગોનો ગભરાયા વગર સામનો કરવા કહેવું. દીકરીને જાતે પસંદ કરવા દો, પેઈંગ ગેસ્ટ તરીકે રહેવું છે કે હૉસ્ટેલમાં. તે જે પણ પસંદ કરે તે નક્કી કરો તે પહેલા તેની સાથે રૂમમાં રહેનારી બીજી છોકરીઓને મળો અને તેમના વિશે, તેમના કુટુંબ વિશે માહિતગાર થાવ. તેમનું સાથે રહેવાનું શરૂ થાય તે પહેલાં જ કેટલીક વાતો ક્લિયર કરી દો જેથી પાછળથી કચકચ ન થાય. ત્યાં આગળ બંને ટાઈમ ખાવાની શું વ્યવસ્થા છે, તે જુઓ - સાથે રહેનારી છોકરીઓ વેજ-નોનવેજ છે? નોન-વેજ ઘરમાં જ બનશે? તમારી દીકરી વેજ હોય તો આ બાબતે પૂર્વ સ્પષ્ટતા જરૂરી છે. ઘણી વાર પાછળથી આ મુદ્દે ઝઘડા થાય છે, ત્યાં કામ કેટલું હશે? તેની વહેંચણી પહેલેથી જ કરવી કે કોણ શું કરશે? એકબીજાની દરેક વસ્તુ એકબીજાને પૂછ્યા વગર ના વાપરવી, તેવો નિયમ પહેલેથી જ કરવો. - રૂમમેટની ભણવાની આદત જાણવી, દીકરી રાત્રે જ વાંચતી હોય, તે રાત્રે અંધારા વગર સૂતી ન હોય અને દિવસે જ વાંચતી હોય તો પાછળથી ખટરાગ થવાની શક્યતા છે. ઘણા લોકો મોટેથી સંગીત સાંભળવાના શોખીન હોય, પણ સાથે રહેનારને પસંદ ના હોય, ત્યારે પણ જે તે વ્યક્તિ વચ્ચે ટકરાવ થાય તે અંગે પણ સ્પષ્ટતા કરવી.

દીકરીની રોજબરોજની જરૂરિયાતોનો તમે ખ્યાલ રાખશો જ છતાં તે જે શહેરમાં જશે ત્યાં કોઈ ઓળખીતું રહેતું હોય તો તેમનો સંપર્ક રાખવો. દીકરીને તેમનો નંબર આપી રાખવો. કૉલેજમાં કે મિત્રવર્તુળમાં કોઈ

ઓચિંતું કામ પડે અથવા દીકરીને કંઈક જરૂર પડે ત્યારે તેમનો ખપ પડશે. નચિંત થઈ તેને જવા દો બહેન. જ્યારે બહુ મન થાય ત્યારે દોડી જવાનું મળવા માટે.

ઉપરોક્ત બાબતો ઉપરાંત તમારા મનમાં હોય તે તમામ બાબતો ક્લીયર કરીને બસ, આશીર્વાદ આપો તેને કે તે જે ભણવા માગે છે તેમાં સફળ થાય. અસ્તુ.

--------------------

મને મેકઅપમાં ઝાઝી સમજ નથી, પણ સવાર-સાંજની અલગ ક્રીમ?

સવાલ: મને મેકઅપ વિશે ખાસ કાંઈ સમજ નથી પડતી, પણ હમણાં ઉંમર વધવાની સાથે સ્કીન ડલ થતી જાય છે. એક દુકાનમાં ગઈ તો તે બહેન સવારની આ ને રાતે સૂતી વખતે લગાવવાની પણ અલગ એવી બધી ક્રીમો આપવા માંડ્યા. મેં પૂછ્યું કે અલગ શું કામ એક જ કેમ નહીં? તો કહે કે બધા આમ જ ખરીદે છે. મારે જાણવું

છે કે એ પાછળ કારણ શું હશે?

---------------------

જવાબ

તમારી મૂંઝવણ સાચી જ છે. લો, તમને જણાવું કે સવારની અને રાત્રે લગાવીને સૂઈ જવાની ક્રીમ અલગ શાથી? દિવસના સમયે મનુષ્યની ચામડીને હવામાનનું પ્રદૂષણ અને યુવી કિરણો, મેકઅપ જેવા બાહ્ય અને ચિંતા જેવા આંતરિક તત્ત્વો હાનિ પહોંચાડતા હોય છે. માટે જ દિવસે લગાવવાની ક્રીમ આ બધા તત્ત્વોને ડામી દે તે સંભાળથી બનાવાય છે. તેમાં એસ.પી.એફ. (સન પ્રોટેક્શન ફેક્ટર) નામનું તત્ત્વ હોય જે સૂર્યકિરણોથી ત્વચાનું રક્ષણ કરે. કેફીની તત્ત્વો હોય જે ત્વચા ચમકીલી અને ચુસ્ત બનાવે. દિવસે લગાવવાની ક્રીમ હંમેશાં નોન-ગ્રીસી હોય, તે ત્વચામાં જલદી સમાઈ જાય, એબ્સોર્બ થઈ જાય જે તેની ઉપર એક અન્ય (ફાઉંડેશન) મેકઅપ લગાવવા માટે લેર તૈયાર કરે છે. આ ઉપરાંત આજકાલ અનેક ડે ક્રીમ એંન્ટિ એજિંગ તત્ત્વો પણ તેમાં ઉમેરતા હોવાનો દાવો કરે છે. હવે વાત રાતે લગાવવા માટે બનતા ક્રીમની. મનુષ્યની ત્વચા સૌથી વધુ કામ રાત્રે જ કરતી હોય છે, તે તો તમે જાણતા જ હશો. દિવસભરની દોડધામ, થાક પછી નિરાંતે પથારીમાં પડતા માણસનું શરીર જેમ બીજા દિવસ માટે ચેતનવંતું થતું હોય છે ત્યારે માણસની આંતરિક સિસ્ટમ તે આરામ કરતાં શરીર માટે જાગતી જ હોય છે. દિવસભર થાકથી મૃત થયેલાં કોશને રીપેર, રીસ્ટોર અને રીજનરેટ કરવાનું કામ ત્વચાને ભાગે આવે છે. ત્વચાને આ કામમાં સહાય કરવાના પ્રયાસરૂપે નાઈટ ક્રીમ્સ, મોઈશ્ર્ચર અને રીકવરી ઉપર ફોકસ્ડ હોય છે. તેમાં એવા શક્તિશાળી મોઈશ્ર્ચર્સ હોય છે જે ખૂબ જ ધીમે ધીમે ત્વચામાં શોષાય છે. રાત્રે સૂર્યકિરણોનો પ્રોબ્લેમ ના હોવાથી માટે તેમાં એસ.પી.એફ.ના તત્ત્વનો સમાવેશ હોતો નથી. આ ઉપરાંત નાઈટ ક્રીમમાં એન્ટિએજિંગ ગુણધર્મવાળા તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે.

આમ, દિવસ કરતાં રાતના ક્રીમ પ્રમાણમાં ભારે તત્ત્વોવાળા હોય છે. આમ દિવસના ક્રીમ સૂકા લાગે. હાથમાં લેતાં અને રાતના ક્રીમ ખૂબ જ ચીકણાં હોય છે. બંનેના ઉદૃેશ્ય અને ટેક્શચર બધું જ અલગ હોય છે. અસ્તુ.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

41Mw68b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com