28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વ્યક્તિ કુળથી નહીં, કર્મથી ઓળખાય છે

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યહુંક્યારેક મારી જાતને અરીસામાં જોતી ને મારા પિતાને પૂછતી, "હું આટલી બધી કદરૂપી કેમ છું? મારા પિતા હસીને મને કહેતા, "ચહેરાનું સૌંદર્ય તો નકામું છે, ટકશે નહીં. તારા હૃદયને વધુને વધુ સુંદર બનાવ. જે યાદ રહેશે એ તો તારી માણસ તરીકેની સારાઈ. એટલા ઉચ્ચ ગુણો કેળવ કે તું કયા કુળમાં જન્મી છે એ ભુલાઈ જાય.

નામ : ત્રિજટા

સ્થળ : લંકા

સમય : સતયુગ

રુઠ્ઠઘચળ લણ રૂળજ્ઞબિ ઇંફ ઘળજ્ઞફિ પળટૂ રુરૂક્ષરુટ ર્લૈરુઉંરુણ ટે પળજ્ઞફિ॥

ટઘળેડજ્ઞવ ઇંફ રૂજ્ઞરુઉં ઈક્ષળઇૃ ડળ્લવ રુરૂફવળ્ અરૂ ણરુર્વૈ લરુવ અળઇૃ॥

સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, "હે મારી મા તું મારી વિપત્તિની સંગિની છે. કોઈક એવો ઉપાય કર જેનાથી હું આ શરીર છોડી શકું (મને મારી નાખ) હવે આ વિરહ મારી માટે અસહ્ય થઈ ગયો છે.

અળરુણ ઇંળછફખૂ રુખટળ રૂણળઇૃ પળટૂ અણબ ક્ષૂરુણ ડજ્ઞરુવ બઉંળઇૃ॥

લટ્ટ્રૂ ઇંફરુવ પપ પ્રિુટ લ્રૂળણિ લૂણે ઇંળજ્ઞ હમણ લુબ લપ રૂળણિ॥

કાષ્ઠ લાવીને ચિતા સજાવી આપ. પછી એમાં અગ્નિ ચાંપી દે. હે મારી શાણી મિત્ર તું મારી પ્રીતિને સત્યનો રંગ આપ. રાવણની શૂલ સમાન દુ:ખ દેનારી વાણી સાંભળીને હવેે મારા કાન થાક્યા છે.

આ તુલસીદાસજીએ રચેલી ચોપાઈ છે. મારા જન્મ અને મૃત્યુની અનેક સદીઓ પછી કોઈએ મને યાદ કરી હતી ! મા સીતાએ મને કહેલા વચનો તુલસીદાસજીએ કેવી રીતે જાણ્યા હશે કોને ખબર ! વાત સાવ સાચી છે, મા સીતાએ મને આમ જ કહ્યું હતું...

હવે હું માત્ર એક પાત્ર સ્વરૂપે, કથા સ્વરૂપે જીવું છું. રામાયણની કથા જ્યાં જ્યાં અને જ્યારે કહેવાય ત્યારે મારું નામ લેવાય છે. એ વાતનો પરમ સંતોષ અને આ આદર માટે અત્યંત અનુગ્રહ છે મને. વિચારી પણ નથી શકતી કે એક રાક્ષસીને આવો આદર મળી શકે. હું ક્યારેક મારી જાતને અરીસામાં જોતી ને મારા પિતાને પૂછતી, "હું આટલી બધી કદરૂપી કેમ છું? મારા પિતા હસીને મને કહેતા, "ચહેરાનું સૌંદર્ય તો નકામું છે, ટકશે નહીં. તારા હૃદયને વધુને વધુ સુંદર બનાવ. જે યાદ રહેશે એ તો તારી માણસ તરીકેની સારાઈ. એટલા ઉચ્ચ ગુણો કેળવ કે તું કયા કુળમાં જન્મી છે એ ભુલાઈ જાય. મારા પિતાનું નામ વિભીષણ. રાવણના નાના

ભાઈ. લંકાનરેશ એટલે મારા કાકા. મારા ત્રીજા કાકા કુંભકર્ણ...

મારા ઉછેરમાં મારા પિતાના સંસ્કાર અને મારી માની સમજણ ખૂબ મહત્ત્વના રહ્યા. જેમ મોટી થતી ગઈ એમ હું શીખતી ગઈ કે માણસ કુળથી નહીં કર્મથી ઓળખાય છે. મારા પિતા અને કાકાઓ, આમ બ્રાહ્મણ પિતાના સંતાનો. એમની મા અસુર અથવા રાક્ષસ કુળની પણ પિતા બ્રાહ્મણ અને સત્ય તો એ જ છે કે સંતાનનું કુળ પિતાના કુળથી ઓળખાય છે. એ રીતે જોવા જઈએ તો મારા પિતા અને કાકાઓ બ્રાહ્મણ કહેવાય... પરંતુ, માતા સીતાનું અપહરણ કરીને એમણે જે કર્મ કર્યું એનાથી એમને રાક્ષસનું મૃત્યુ મળ્યું. જોકે એમના મૃત્યુ પાછળની કથા બહુ પુરાણી છે. સ્વયં નારાયણ એમના મૃત્યુ માટે એમના દ્વાર સુધી આવશે એવા શાપનું નિવારણ કરવા માટે ભગવાન રામ શ્રીલંકા સુધી પધાર્યા.

ઈશ્ર્વરની ઉદારતા તો જુઓ ! એમણે ભારતથી લંકા સુધી આવવા માટે જે સેતુ બાંધ્યો એનું વાસ્તુકર્મ કરવા માટે બ્રાહ્મણ તરીકે મારા કાકાને બોલાવ્યા. શાસ્ત્રોના જ્ઞાતા અને વિદ્વાન એવા મારા કાકાએ પોતાના જ મૃત્યુ સુધી પહોંચવા માટે બંધાયેલા આ સેતુનું વાસ્તુકર્મ શાસ્ત્રોક્ત રીતે કરાવીને પોતાના જ શત્રુને આશિષ આપ્યા હતા, ‘વિજયી ભવ:’

આટલા જ્ઞાની, આટલા વિદ્વાન મારા કાકા એક નાનકડી ચૂક કેમ કરી ગયા હશે ? આદ્યશક્તિનું અપહરણ થઈ શકે ખરું ? એ તો મા સ્વયં એમના શાપનું નિવારણ કરવા એમની સાથે લંકા પધાર્યાં. શ્રીલંકાની ભૂમિનું ભાગ્ય જાગ્યું કે મા આદ્યશક્તિ અને ભગવાન નારાયણ સ્વયં શ્રીલંકાને પાવન કરવા અહીં આવ્યાં.

મારા કાકાને જાણ હતી, ભગવાન પધારશે ત્યારે એમણે વિદાય લેવી પડશે... કોણ જાણે ! એમણે પોતે જ આનું નિર્માણ કર્યું હોય. સહુ મારા કાકાને રાક્ષસ, અસુર કહીને દશેરાએ એમનું દહન કરે છે, પરંતુ એમના જ્ઞાન અને બળ વિશે કોણ જાણે છે ? મારા પિતા હંમેશા કહેતા કે, જ્ઞાન અને બળ જો સાચી દિશામાં જાય તો વિકાસ કરે, ને ખોટી દિશામાં જાય તો વિનાશ

કરે...

મહર્ષિ કશ્યપની પત્ની અદિતિથી દેવો અને દિતિથી દૈત્યો જન્મ્યા. દિતિએ પોતાના સંતાનોને ખોટા લાડ લડાવી અને ખોટી શિક્ષા આપી. અદિતિના પુત્રોથી પોતાના પુત્રોને વધુ ખ્યાતિ અને સત્તા મળે એ માટે દૈત્યોને ખોટી દિશામાં જવા માટે મા દિતિએ પોતાના પુત્રોની ખોટી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું. હવે એક જ પિતાના બે સંતાનો પરસ્પરના શત્રુ બની ગયા. યુગો સુધી લડતા રહ્યા...

અમૃત મંથનની કથા તો સહુ જાણે છે, પરંતુ ભગવાન વિષ્ણુએ જ્યારે મોહિની સ્વરૂપ લઈને દાનવોને છેતર્યા ત્યારથી આ શત્રુતા વધુ કટ્ટર થઈ ગઈ. એ પછી દેવો અમર થઈ ગયા અને એ અમરત્વને કારણે એમણે દૈત્યોને ઘણા સતાવ્યા. જ્યારે એમના ગુરુ શુક્રાચાર્યએ એમને કહ્યું કે, "શ્રેષ્ઠ બ્રાહ્મણનો તેજસ્વી પુત્ર આપણી સહાયતા કરે તો દેવતાઓને હરાવી શકાય છે. ઉપાય જાણીને દાનવોએ કહ્યું કે, "એવો કોઈ બ્રાહ્મણ આપણું કામ શું કામ કરે... આપણે બળપૂર્વક કંઈક કરીએ તો શ્રેષ્ઠ અને તેજસ્વી બ્રાહ્મણ આપણો વિનાશ કરશે એ પછી ઘણો વિચાર કરીને એમણે વિચાર્યું કે એમની, દાનવોની ક્ધયા કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ સાથે લગ્ન કરે તો એ આપણો ભાણેજ થાય ને બ્રાહ્મણ પણ. એક દાનવ ક્ધયાએ સ્વયંને સમર્પિત કરવાનું નક્કી કર્યું. કેશિની નામની એ દાનવ ક્ધયાએ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ વિશ્રવા પાસે જઈને પ્રાર્થના કરી કે, પોતાનો સ્વીકાર કરે. મહર્ષિ પુલસ્ત્યના પુત્ર વિશ્રવાએ એને પોતાની પત્ની તરીકે સ્વીકારી. એણે પતિની ખૂબ સેવા કરી અને ઉત્તમ પત્ની સાબિત થઈ જ્યારે એણે પુત્રને જન્મ આપ્યો ત્યારે એ પુત્ર પાસે દસ બુદ્ધિશાળી વ્યક્તિઓની બુદ્ધિ અને વીસ માણસોનું બળ હતું... એ અત્યંત તેજસ્વી અને અદ્ભુત બાળક હતું. અગિયારમા દિવસે એનું નામ પાડવામાં આવ્યું, ‘રાવણ’.

એ પછી કેશિનીને બીજા બે પુત્રો થયા, વિભીષણ અને કુંભકર્ણ.

ખરેખર તો મારા કાકાના જન્મની એક બીજી પણ કથા છે. વૈકુંઠલોકમાં જય-વિજય નામના બે દ્વારપાળ હતા. એમણે શૌનક આદિ ૠષિઓને વૈકુંઠમાં જતા રોક્યા. શૌનક ૠષિએ એમને શાપ આપ્યો કે, તમે વૈકુંઠલોકમાં મૃત્યુલોક જેવો નિયમ પાળ્યો એટલે હવે તમે મૃત્યુલોકને પ્રાપ્ત થઈ જશો. ભગવાન વિષ્ણુ એ જ વખતે ત્યાં આવ્યા. એમણે અને જય-વિજયે ૠષિઓની ક્ષમા માગી. શૌનક ૠષિએ કહ્યું, "હવે શાપ તો પાછો નહીં લઈ શકાય. તમારે મૃત્યુલોકમાં જન્મ તો લેવો જ પડશે, પરંતુ એક વાર તમે મૃત્યુલોકમાં જન્મ લેશો ત્યારે જેમ અત્યારે સ્વયં શ્રી હરિ અમને લેવા આવ્યા છે એમ તમને પણ લેવા આવશે ત્યારે તમારી આ શાપમાંથી મુક્તિ

થશે.

હું તો નથી જાણતી પણ પદ્મ પુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર, મારા કાકા રાવણ એ હિરણ્યકશિપુ અને મારા બીજા કાકા કુંભકર્ણ એ હિરણાક્ષના પુનર્જન્મ હતા... કથાઓ તો રોજ સાંભળવા મળતી. કોઈ એમ પણ કહેતું કે ત્રણ ત્રણ વાર તપ કરીને મારા કાકાએ સ્વયં બ્રહ્માને પ્રસન્ન કર્યા હતા. અમરત્વનું વરદાન માગ્યું હતું. બ્રહ્મા અમરત્વનું વરદાન આપવા તો અસમર્થ હતા, પરંતુ સ્વયં બ્રહ્માએ એમની નાભિમાં અમૃત કુંભનું સ્થાપન કરી આપ્યું. મારા કાકા રાવણ એ પછી અમર તો નહીં પણ અજેય જરૂર બની ગયા.

એ અજેય હોવાના વરદાન સાથે એમનામાં ભયંકર અહંકારે પ્રવેશ કર્યો... એમણે દેવો પર આક્રમણ કરી દીધું... એકલા હાથે દેવોને હરાવ્યા... એમણે કુબેરની ભૂમિ ઉપર કબજો કરી લીધો. એને ત્યાંથી હટાવ્યું એટલું જ નહીં, એમનું પુષ્પક વિમાન પણ એમણે લઈ લીધું. કાકા રાવણ રોજ પુષ્પક વિમાનમાં મહાદેવની પૂજા કરવા કૈલાસ જતા. મહાદેવે પ્રસન્ન થઈને એમને અજેય એવા શસ્ત્રો આપ્યાં. હવે તો મારા કાકા અત્યંત અહંકારી થઈ ગયા. મારા કાકા રાવણની કથા તો સૌ જાણે છે. મારા કાકા કુંભકર્ણને ઈન્દ્રાસનને બદલે નિદ્રાસન મળ્યું એની કથા પણ જાણીતી છે, પણ આ

ત્રણેય ભાઈઓમાં મારા પિતા થોડા જુદા ! મારા બંને કાકાઓમાં એમની માતાના ગુણ કદાચ વધારે હતા. એમનું આસુરી તત્ત્વ એમને અહંકારી, ક્રૂર અને સત્તાલાલસુ બનાવતું રહ્યું, જ્યારે મારા પિતા એમને સમજાવતા રહ્યા. મારા પિતા અત્યંત શાંત, સદ્ગુણી અને ધર્મપરાયણ વ્યક્તિ હતા. એમને આ સત્તામાં, યુદ્ધોમાં કોઈ રસ નહોતો. એ તો ઈશ્ર્વરમાં અથાગ શ્રધા ધરાવનારા સાચા બ્રાહ્મણ હતા.

કાકા રાવણની સત્તાથી મોહિત થઈને મયદાનવે એમને પોતાની દીકરી મંદોદરી સાથે લગ્ન કરવા વિનંતી કરી. કાકી મંદોદરીથી કાકા રાવણને બે પુત્રો થયા, ઈન્દ્રજિત અને અક્ષયકુમાર. કાકાએ બીજા લગ્ન કર્યા, દમ્ય મલિની નામની અસુર ક્ધયા સાથે. જેનાથી એમને બે પુત્રો થયા, અતિક્યા અને ત્રિશીરા. કાકા કુંભકર્ણના લગ્ન વાલીની દીકરી વજ્રજ્વાલા સાથે થયા. એમના પુત્રનું નામ ભીમ હતું. મારા પિતાના લગ્ન એક ગાંધર્વની દીકરી સરમા સાથે થયા. મારી મા પણ પ્રભુભક્તિમાં અત્યંત શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ હતી. એમણે મને ધર્મ અને ભક્તિના સંસ્કાર આપીને ઉછેરી. મારા પિતા કાકા રાવણનું મંત્રીપદ નિભાવતા હતા, પરંતુ કાકા રાવણ ત્યાં સુધી જ એમની વાત સાંભળતા... એ જ્યારે માતા સીતાના સ્વયંવરમાં જવા તૈયાર થયા ત્યારે મારા પિતાએ એમને મંત્રી તરીકે એમ નહીં કરવાની ચેતવણી આપી હતી. કાકા રાવણ જે રાત્રે માતા સીતાના સ્વયંવર માટે નીકળવાના હતા એની આગલી રાતે મારા પિતાને સ્વપ્ન આવ્યું હતું, કાકા રાવણની હાંસી થતી હતી. એમનું અપમાન થતું એમણે પોતાના સ્વપ્નમાં જોયું હતું. એ જાણી ગયા હતા કે કાકા રાવણ આ સ્વયંવરમાં જીતી નહીં શકે. એમણે ઘણા સમજાવ્યા તેમ છતાં અહંકારના મદમાં ચૂર કાકા રાવણે સ્વયંવરમાં જવાનો નિર્ણય કરી લીધો.

બે પત્નીઓ હોવા છતાં ત્રીજી પત્ની ન લાવવી જોઈએ એવી દૃઢ માન્યતા ધરાવતા મારા પિતાએ એમને ઘણું સમજાવ્યું, પરંતુ કાકા કોઈનુંય સાંભળવા માગતા જ નહોતા. એ તો સીતા માતાના મોહમાં એવા અંધ અને પોતાના બળના અહંકારમાં એવા ચૂર હતા કે એમને કોઈનીય વાત સમજાય એમ જ નહોતી...

કાકા રાવણ પોતાના પુષ્પક વિમાનમાં મિથિલાના માર્ગે જવા રવાના થયા. એ દિવસે જ આ સુવર્ણનગરી શ્રીલંકાનું સદ્ભાગ્ય હવે દુર્ભાગ્યમાં પલટાવાનું શરૂ થયું હતું. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

02A7c4n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com