28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શિલ્પોથી સંવેદનાને વાચા

અજબ ગજબશિલ્પોથી સંવેદનાને વાચા

ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ૨૪ ઑક્ટોબરથી દરિયાકિનારે શરૂ થયેલું શિલ્પકૃતિઓનું આ અનોખું એક્ઝિબિશન કુતૂહલનો વિષય બન્યું છે જેમાં ૧૯ દેશના ૧૦૦ કલાકારોની કૃતિઓ જોવા મળે છે. એક એકથી ચડિયાતી આ કળાકૃતિઓ માનવીય સંવેદનાને વિશિષ્ટ રીતે વાચા આપે છે. આ શિલ્પોની ખાસિયત એ છે કે એને જોનાર દરેક વ્યક્તિ પોતાની સમજણ અનુસાર એના જુદા જુદા અર્થ કાઢી શકે છે. પેશ છે સિડનીના કેટલાક શિલ્પો તેમ જ વિશ્ર્વમાં અન્ય ઠેકાણે જોવા મળતા બીજા શિલ્પો

----------------------

સ્વર્ગના પ્રવેશદ્વાર તરીકે ઓળખ મેળવનારું આ પર્લી ગેટ્સનું શિલ્પ જોઇને સહેલાણીઓ અચંબામાં મૂકાઇ ગયા છે. જેરુસલેમમાં થયેલી ક્રાંતિનું બીજ આ કળાકૃતિમાં છે.

--------------------

સી બોન્ડી તરીકે ઓળખાતું આ શિલ્પ ઑસ્ટ્રેલિયાના સિડની શહેરની શાનમાં વધારો કરે છે. શાંતિની શોધમાં નીકળેલો માણસ કઇ અવસ્થા ધારણ કરી લે એની કોઇ વ્યાખ્યા નથી એ અહીં દર્શાવાયું છે.

------------------

સિડની શહેરમાં આયોજિત કળાકૃતિના આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલા આ શિલ્પે ઘણાં લોકોને આકર્ષ્યા હતા. મજા તો એ વાતની છે કે દરેક વ્યક્તિએ પોતાની મરજી મુજબનું તારણ કાઢ્યું હતું.

-------------------

વિશ્ર્વમાં ઠેકઠેકાણે કુદરતી હોનારતો જોઇને ત્રસ્ત થયેલા ઇટલીના આર્ટિસ્ટ લોરેન્ઝો ક્વીને ‘ફોર્સ ઑફ નેચર’ તરીકે ઓળખ મેળવનારું આ શિલ્પ બનાવ્યું હતું જેમાં વિફરેલી પ્રકૃતિ ગ્રહોને ફેંકી રહી છે.

-------------------

જગવિખ્યાત લેખક ફ્રાંઝ કાફકાની પ્રથમ નવલકથા ‘અમેરિકા’ના એક દૃશ્ય પરથી શિલ્પકારે આ કૃતિની રચના કરી છે જેમાં એક મહાકાય માનવીના ખભે બેસાડીને રાજકીય ઉમેદવારને લઇ જતો દેખાય છે.

----------------------

પ્રકૃતિને ખોળે રમવા ટેવાયેલો અને એમાંથી આનંદ મેળવતો માનવી હવે ધીરે ધીરે મશીનની દુનિયામાં કેદ થઇ રહ્યો છે એ આ બે અસાધારણ મહેનતથી તૈયાર કરવામાં આવેલા શિલ્પોમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે. કલાકારે માનવીય મનની વિમાસણ અહીં ખૂબ જ પ્રભાવીપણે રજૂ કરી છે. સહેલાણીઓ આ કળાકૃતિઓને ધ્યાનપૂર્વક નિરખતા નજરે પડ્યા હતા.

-------------------

સિંગાપોરના ટુરિઝમ બોર્ડ દ્વારા ‘ફર્સ્ટ જનરેશન’ નામનું આ વિશિષ્ટ શિલ્પ તૈયાર કરવામાં આવ્યું હતું. થનગનતા કિશોરો સિંગાપોરની નદીમાં ડૂબકી લગાવતા દેખાય છે જે કિશોરવયના ઉત્સાહનું પ્રતીક છે.

-------------------

સી બોન્ડી તરીકે ઓળખાતું આ શિલ્પ ઑસ્ટ્રેલિયાના સિડની શહેરની શાનમાં વધારો કરે છે. શાંતિની શોધમાં નીકળેલો માણસ કઇ અવસ્થા ધારણ કરી લે એની કોઇ વ્યાખ્યા નથી એ અહીં દર્શાવાયું છે.

-----------------

એક નઝર ઇધર ભી એવું કંઇક કહેવાનો પ્રયત્ન આ શિલ્પ મારફત કરવામાં આવ્યો છે. માનવી સંવેદના પ્રત્યે નિષ્ઠુર થઇ રહેલા સમાજ સામે આંગળી ચિંધવામાં આવી છે.

----------------

લુઈ બરગોઇસ નામની શિલ્પકારે બાળપણની વેદનાને તેમ જ ઇર્ષ્યા, રોષ અને ભયને ચરિતાર્થ કરતી કળાકૃતિઓ તૈયાર કરી છે. ઊંચા અને બળૂકા કરોળિયાનું ૩૦ ફૂટ ઊંચું શિલ્પ તાકાત અને નબળાઇનું પ્રતીક છે.

------------------

સિડની શહેરમાં આયોજિત કળાકૃતિના આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલા આ શિલ્પે ઘણાં લોકોને આકર્ષ્યા હતા. મજા તો એ વાતની છે કે દરેક વ્યક્તિએ પોતાની મરજી મુજબનું તારણ કાઢ્યું હતું.

----------------

ન્યૂ યૉર્ક સ્થિત યુનાઇટેડ નેશન્સના મથકની બહાર નજરે પડતું આ બંદૂકનું પ્રતીક ચૂપચાપ ઘણું કહી જાય છે. જગતની આવતી કાલમાં અહિંસાને પ્રાધાન્ય આપવામાં આવશે એ આશાવાદ અહીં નજરે પડે છે.

----------------

ફ્રાંસના કલાકારની આ લાજવાબ કૃતિ માનવીય સંવેદનાઓનું પ્રતિબિંબ છે. માનવી જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે જૂની જગ્યાએ પોતાની જાતનો કેટલોક હિસ્સો પણ વિસરી જતો હોય છે એ અહીં દેખાડ્યું છે.

-------------------

બ્રાઝિલમાં જન્મેલા ફૉર્મ્યુલા વન રેસ કાર ડ્રાઇવર આયર્ટન સેનાનું આ શિલ્પ સ્પેનના બાર્સિલોના શહેરમાં છે. એની ૨૫મી પુણ્યતિથિએ (આઠમી માર્ચ, ૨૦૧૯) આ શિલ્પનું અનાવરણ કરાયું હતું.

-----------------

માણસનું મહોરું કે મહોરાનો માણસ? ભૌતિક સુખોમાં રાચતો આજનો માનવી ઘણે ઠેકાણે મહોરું પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે. જોકે, એક દિવસ તો તેણે આ મહોરું ઉતારવાનો જ વારો આવે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ti0142Ub
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com