28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ધી ગર્લ વિથ પિકૉક ટેટુ’

અનિલ રાવલઝોનલ પોલીસ ઓફિસમાં ટેલિફોનની ઘંટડી વાગે છે. થોડી વાર પછી આસિસ્ટંટ પોલીસ કમિશનર રઘુબીરસિંહ ફોન ઊંચકે છે. રઘુબીરસિંહ એક રુઆબદાર પોલીસ ઑફિસર છે. એમનો જુસ્સો-ગુસ્સો, કામ કરવાની આખી સ્ટાઈલ જુદી. અન્ય પોલીસ ઑફિસરોથી એકદમ અલગ, ઓછું બોલે, વિચારે વધુ. આરોપી સાથે એમને વાત કરતા જોઈએ તો લાગે જાણે ભગવાન એની પડછંદ કાયામાં દિલ મૂકવાનું ભૂલી ગયા છે.

‘હેલ્લો’ રઘુબીરસિંહે કહ્યું. સામે છેડેથી એક શખસ બોલ્યો, ‘સર, શાગિર્દ બોલતા હું, દસ સાલ સે ફરાર આદમી મિલ ગયા હૈ’.

* * *

થોડી વારમાં જ એક કાર હૉસ્પિટલમાં આવી પહોંચે છે. ડ્રાઈવર કાર ઊભી રાખે તે પહેલાં જ એસીપી રઘુબીરસિંહ ઊતરી પડે છે. દસ વર્ષ વીતી ગયાં... લોકો કદાચ આ કેસને ભૂલી ગયા હશે, પોલીસતંત્ર પણ કદાચ ભૂલી ગયું હશે, પણ એ સમયે આ કેસે સમગ્ર પોલીસતંત્રની ઊંઘ હરામ કરી નાખી હતી. પોલીસને હાથતાળી આપીને ફરાર થયેલો શખસ આજે હાથ લાગ્યો છે, એવું વિચારી રહેલા એસીપી રઘુબીરસિંહ હૉસ્પિટલનો દરવાજો ખોલીને જેવા અંદર પ્રવેશે છે, એમને જોઈને સામેથી એક આદમી એમની સામે આવીને ઊભો રહે છે.

મોટા અવાજે બોલવા ટેવાયેલા રઘુબીરસિંહે બહુ ધીમા અવાજે શાગિર્દને પૂછ્યું. ‘ખબર પક્કી હૈ ના?’

‘યસ સર, ખબર સૌ ટકા પક્કી હૈ. હમે જિસ કી તલાશ હૈ, વો યહી હૈ.’

શાગિર્દ પોલીસનો ખૂબ જ વિશ્ર્વાસુ ખબરી છે. કબરમાંથીય ખબર ખોદીને લાવવા માટે એનું નામ જાણીતું છે. ગુનેગારો વિશે, આરોપીઓ વિશે, એની મિત્રમંડળી વિશે, સગા-સંબંધીઓની ખૂફિયા વાતો પોલીસને પહોંચાડવામાં એ માહેર છે. શાગિર્દ ખુદ એટલો ભેદી કે એના વિશે કે એના અંગત જીવન વિશે કોઈને ભાગ્યે જ ખયાલ હશે. પોલીસતંત્રમાં પણ એના અંગત જીવનની કોઈનેય જાણ નથી, પણ શાગિર્દની મદદથી પોલીસ સંખ્યાબંધ કેસ ઉકેલી શકી છે, એટલે જ પોલીસખાતાનો એ પાક્કો-સાચો શાગિર્દ બની ગયો છે.

એસીપી રઘુબીરસિંહ અને શાગિર્દ હૉસ્પિટલના એક નાનકડા રૂમમાં દાખલ થાય છે. ડૉક્ટર પેશન્ટની નાડી તપાસીને નર્સને કહે છે ‘હી ઈઝ ડેડ’. પાછળ ચૂપચાપ આવીને ઊભેલા રઘુબીરસિંહ અને શાગિર્દ એકબીજાની સામે જુએ છે.

‘ઓહ નો’, શાગિર્દે એક મોટો નિસાસો નાખતા કહ્યું. અવાજ સાંભળીને ચોંકી ગયેલા ડૉક્ટર પૂછે છે ‘આપ કૌન’?

‘પોલીસ’ રઘુબીરસિંહે એના પહાડી અવાજમાં કહ્યું.

‘યે આપ કા પેશન્ટ ખૂની હૈ’.

રઘુબીરસિંહની વાત સાંભળીને ડૉક્ટર અને નર્સ આંચકો ખાઈ ગયાં. બંને બેડ પર પડેલા મૃતદેહને જોતા જ રહી ગયા. હેન્ડસમ યુવાન, ગોરો વાન, છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતો આ યુવાન ખાનદાની કુટુંબનો લાગે... ‘આ ખૂની?’ બંને વિચારી રહ્યા છે. ‘ગઈકાલથી એની કિડની અને લિવરની સારવાર શરૂ થઈ હતી. ડૉક્ટરે દર્દીના બૅકગ્રાઉન્ડને તપાસીને નહીં, પણ એના રોગને જોઈને સારવાર કરવાની હોય છે.’ ડૉક્ટર મનોમન આવું વિચારવા લાગ્યા.

ડૉક્ટરે નર્સના હાથમાંથી પેડ પોતાના હાથમાં લીધું. કેસપેપર વાંચીને બોલ્યા.

‘સર ઈસકા નામ સુનીલ મૅકવાન હૈ.’

‘સુનીલ મૅકવાન’ ‘?’ રઘુબીરસિંહે આશ્ર્ચર્ય સાથે શાગિર્દની સામે જોયું. શાગિર્દે એમને એક ખૂણામાં લઈ જઈને કાનમાં કહ્યું. ‘સર’, યે વૉહી હૈ જિસ કી હમેં તલાશ હૈ, રાજીવ કુમાર.’

પોલીસ ઘણીવાર તેની સામે આવેલા સત્યને બાજુ પર મૂકીને કંઈક અલગ વિચારતી હોય છે અને મોટા ભાગે એને સફળતા હાંસલ થતી હોય છે. અહીં બેડ પર પોલીસની સામે સુનીલ મૅકવાન નામનું સત્ય સૂતું છે, પણ હકીકત કંઈક ઓર જ હોઈ શકે છે પોલીસતંત્ર જેને રાજીવ કુમાર કહે છે.

‘ઈસકા કોઈ રિશ્તેદાર, સગાસંબંધી...’ રઘુવીરસિંહના અચાનક આવેલા સવાલનો જવાબ આપવા ડૉક્ટર તૈયાર જ હોય એમ બોલ્યા: ‘નહીં સર, એક દોસ્ત હૉસ્પિટલમેં ભરતી કર ગયા થા.’

‘ઉસ દોસ્ત કા કોઈ નામ-નંબર હૈ?’

નર્સ કેસપેપરમાં રેફરન્સ જોઈને બોલી:

‘હાં સર, દિવ્યેશ દેસાઈ. મોબાઈલ નંબર ભી દિયા હૈ’...

‘સર, ઈસને કિસ કા મર્ડર કિયા થા?’

ડૉક્ટરે ઈન્તેજારી સાથે સવાલ કર્યો...

‘આપને ગર્લ વિથ પિકોક ટેટુ કેસ કે બારે મેં સૂના હૈ?’ રઘુબીરસિંહે કહ્યું.

‘ઓ માય ગોડ, મુઝે માલુમ હૈ. અખબારો મેં બહુત બાર પઢા થા...’ નર્સ બોલી.

‘ડૉક્ટર, લાશ કિસી કો સૌંપના નહીં.’ એટલું કહીને રઘુબીરસિંહે દિવ્યેશ દેસાઈનાં નામ-નંબર આપેલી ચબરખી ખોલીને વાંચી.

* * *

રઘુબીરસિંહ અને શાગિર્દ કારમાં બેસે છે. રઘુબીરસિંહ કારની વિન્ડોની બહાર જોતા વિચારે છે કેટલું બધું બદલાઈ ગયું આટલાં વર્ષોમાં. રાજીવ કુમાર ફરાર થઈ ગયો. રાજીવ કુમાર સુનીલ મૅકવાન બનીને આટલા વર્ષો જીવ્યો. ખૂનની ઘટના બની પછી આ કેસના ઈન્વેસ્ટિગેટીવ ઑફિસર પોતે જ હતા. હત્યારાને પકડવામાં તેમણે કોઈ કસર છોડી ન હતી. ખૂની પકડાયો નહીં અને ફાઈલ બંધ થઈ ગઈ. ફાઈલ પર વર્ષોની ધૂળ જામી ગઈ. આજે જ્યારે ફાઈલ પરની ધૂળ ખંખેરી તો હત્યારો મૃત હાલતમાં મળ્યો! સામાન્ય સબ-ઈન્સ્પેક્ટરમાંથી એસીપીના હોદ્દા સુધી પહોંચેલા રઘુબીરસિંહે સંખ્યાબંધ કેસો ઉકેલ્યા છે, જેમાં શાગિર્દની મદદ હંમેશાં મળતી રહી છે. પરંતુ આ ફાઈલ પર કલંકનું નાનકડું ટપકું રહી ગયું હતું. શાગિર્દ પણ કદાચ આ જ વિચાર કરી રહ્યો હતો.

રઘુબીરસિંહ અને શાગિર્દ બંનેની નજર વિન્ડોની બહાર છે. કાર માત્ર ૪૦ની સ્પીડે દોડી રહી હતી, પરંતુ બંનેના વિચારો ૧૨૦ની ઝડપે દોડી રહ્યા હતા. બંનેની મંઝિલ એક જ હતી... ‘ધ ગર્લ વિથ પિકોક ટેટુ...’ બંનેની સામે વર્ષો પહેલાની એ સવારનું દૃશ્ય ફિલ્મની જેમ પસાર થઈ રહ્યું છે.

* * *

કુર્લા સ્ટેશનની બહાર એક ખૂણામાં એક મોટી નધણિયાતી બેગ પડી છે. નોકરીએ જવાની ઉતાવળ સાથે દોડતા લોકોને બિચારાઓને પોતાના ખભે લટકતી ઑફિસ બેગને સાચવવાની ચિંતા હોય ત્યારે ખૂણામાં પડેલી બેગને કોણ જુએ, એટલી ફુરસદ કોની પાસે છે!

પરંતુ લાંબો સમય સુધી પડી રહેલી બેગ પર એક ભિખારીનું ધ્યાન પડ્યું, તેણે ચાની કેબિન પર ચા પીને ઊંઘ ઉડાડવાની કોશિશ કરી રહેલા ટ્રાફિક હવાલદારને આની જાણ કરી.

‘સા’બ, સા’બ વો દેખો. ઉધર કબસે બેગ પડી હૈ!’

આ સાંભળીને ટ્રાફિક હવાલદારની ઊંઘ ઊડી ગઈ. બેગમાં વિસ્ફોટકો હશે તો હમણાં ફાટશે એવા ડર સાથે તેણે ચા પડતી મૂકીને પોલીસ સ્ટેશને ફોન જોડ્યો.

થોડી જ વારમાં પોલીસવૅન આવી પહોંચી. એ જગ્યાને કોર્ડન કરી લેવાઈ. કેટલાક લોકો કુતૂહલવશ જોવા ઊભા રહી ગયા. કેટલાક અછડતી નજર ફેંકીને લોકલ ટ્રેન પકડવા દોડવા માંડ્યા. બૉમ્બ ડિસ્પોઝ કરનારી ટીમનો એક્સપર્ટ પોલીસવૅનમાંથી ઊતર્યો. ધીમે ધીમે એ માણસ બેગ તરફ આગળ વધ્યો. એનું દરેક ડગલું એને મોતની નજીક લઈ જતું હોય એવું લાગ્યું. બેગ પાસે અટક્યો. બેગની ઝીપ ધીમેથી ખોલી. અંદરથી લોહીનો રેલો બહાર આવ્યો. તેણે અડધાથી વધુ ઝીપ ખોલી નાખી, લોહી બહાર રેલાવા લાગ્યું. બૉમ્બને બદલે લોહી જોઈને હેબતાઈ ગયેલા બૉમ્બ ડિસ્પોઝલ એક્સપર્ટે ચહેરા પરથી માસ્ક ઉતારી નાખ્યું, પછી પોલીસ ટીમ તરફ જોઈને બૂમ પાડી. ‘બેગ મેં બૉમ્બ નહીં હૈ, લાશ હૈ.’

* * *

ફિલ્મની પટ્ટીની જેમ નજર સામેથી પસાર થઈ રહેલા એ દૃશ્યમાંથી શાગિર્દ માથું ધુણાવીને બહાર આવ્યો.

‘સર, મુઝે ઈધર હી ઉતાર દો, મૈં ઈધર સે ચલા જાઉંગા.’ શાગિર્દના આ વાક્ય સામે રઘુબીરસિંહ સામેનું એ દૃશ્ય અદૃશ્ય થઈ ગયું, પણ મનમાંથી ગાયબ ન થયું.

રઘુબીરસિંહે કાર ઊભી રખાવી. શાગિર્દે ઊતરતા કહ્યું: ‘બાદ મેં ફોન કરતા હું’.

શાગિર્દ જ્યારે જ્યારે રસ્તામાં અધવચ્ચે જ ઊતરી જાય ત્યારે એના દિમાગમાં કોઈ અજબ વિચારો ઘૂમરાતા હોય. ત્યાર પછી તે કોઈ નવી વાત શોધી લાવે. એની આ ખાસિયતથી એસીપી રઘુબીરસિંહ સારી રીતે વાકેફ હતા.

શાગિર્દ ઊતરી ગયો. રઘુબીરસિંહની કાર અને વિચાર ફરી પૂરઝડપે આગળ વધવા માંડ્યાં!

બેગમાંથી મળી આવેલી અજાણી લાશ, પંચનામું, પોસ્ટમોર્ટમ, પુરાવાઓ, ખૂનીની તલાશ, ફાઈલ, ફાઈલ પર ચડી ગયેલી ધૂળ - આ બધું જ રઘુબીરસિંહની આંખ સામે ફરી ફરી તરવરવા લાગ્યું.

* * *

હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખેલી છોકરીની લાશને રઘુબીરસિંહ બારીકાઈથી જોઈ રહ્યા છે.

બાવીસેક વર્ષની આ છોકરી કોઈ ઊભરતી હીરોઈનથી ઓછી સુંદર નથી. પાણી પીએ તો ગળામાંથી પાણી ઊતરતું જોઈ શકાય એવી નાજુક સુરાઈદાર ગરદન પર છરીના અસંખ્ય ઘા કરવામાં આવ્યા છે.

* * *

ડ્રાઈવરે અચાનક વિઠ્ઠલવાડી પોલીસસ્ટેશનના આંગણે બ્રેક મારીને કાર ઊભી રાખી. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશન રઘુબીરસિંહની ઝોનમાં આવે છે. રઘુબીરસિંહ ઉતાવળે બહાર આવ્યા. પોલીસસ્ટેશનમાં હવાલદારોની સલામીની દરકાર કર્યા વિના રઘુબીરસિંહ પોલીસસ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરના ટેબલ પાસે ઊભા રહ્યા.

‘યસ સર’ કહીને ઈન્સ્પેક્ટર સાવંત ઊભા થઈ ગયા. ‘કેબિન મેં આઓ.’ રઘુબીરસિંહ એટલું કહીને આગળ ચાલ્યા. ઈન્સ્પેક્ટર સાવંત પાછળ ગયા. રઘુબીરસિંહે ખુરશીમાં બેસતા જ કહ્યું, ‘બૈઠો સાવંત. તુમ્હે યાદ હૈ ‘ધી ગર્લ વિથ પિકોક ટેટુ કેસ’?

‘હાં સર’. ઈન્સ્પેક્ટર સાવંતે કહ્યું.

‘વો ફાઈલ રિઓપન કરો.’

‘ક્યા હુઆ સર?’

‘વો લડકી કા ખૂની મિલ ગયા...’ ‘લેકિન’...

‘લેકિન ક્યા સર?’

‘મિલા તો સહી મગર મરા હુઆ’.

‘ઓહ તો ફિર ફાઈલ ખોલ કે ક્યા મતલબ હૈ...?’

ઈન્સ્પેક્ટર સાવંતની આ વાતથી એસીપી રઘુબીરસિંહના ચહેરાનો રંગ બદલાઈ ગયો.

ઈન્સ્પેક્ટર સાવંત મામલો સમજી ગયા.

‘જી સર, ફાઈલ ઢૂંઢ નિકાલતા હું સર,’ કહીને કેબિનની બહાર નીકળ્યા. બહાર નીકળતાની સાથે ‘હવાલદાર’ કહીને બૂમ મારી.

‘હાં, સા’બ’. હવાલદારે દોડતા આવીને કહ્યું.

‘વો ગર્લ વિથ પિકોક ટેટુ’વાલા ફાઈલ ઢૂંઢો.

‘ક્યા સા’બ, ઈતના જૂના ફાઈલ કૈસે મિલેગા...’

હવાલદાર એટલું બોલે છે ત્યાં એસીપી રઘુબીરસિંહ કેબિનની બહાર નીકળે છે એમને જોઈને હવાલદારે વાત બદલતા કહ્યું: ‘અભી ઢૂંઢતા હું સા’બ, મિલ જાયેગી.’

‘સાવંત ઉસ કેસ કા મૈં ઈન્વેસ્ટિગેટીવ ઑફિસર થા, તુમ કેસ રિઓપન કરો, ઈન્વેસ્ટિગેટ કરો; મૈં સુપરવાઈઝ કરુંગા.’

‘જી સર,’ ઈન્સ્પેક્ટર સાવંતે કહ્યું, પછી સાવંત અને હવાલદારે એકબીજા સામે જોયું.

* * *

દિવ્યેશ સાંજે હૉસ્પિટલમાં પ્રવેશ કરે છે. રિસેપ્શન કાઉન્ટર પાસે જ ડૉક્ટર ઊભા છે.

‘હેલ્લો ડૉક્ટર... કૈસા હૈ સુનીલ અભી?’

‘યુ મીન સુનીલ મૅકવાન?’

‘હાં સા’બ’.

‘મૈં મિલ સકતા હું અભી?’ દિવ્યેશે કહ્યું.

‘નહીં, તુમ મેરે સાથ આઓ.’ કહીને ડૉક્ટર એને પોતાની સાથે લઈ ગયા. દિવ્યેશને કેબિનમાં બેસાડ્યો. ડૉક્ટર અસમંજસમાં છે, શું કહેવું કઈ ખબર પડતી નથી. બે દિવસ જેની સારવાર કરી એ ખૂની નીકળ્યો. પોલીસે લાશનો કબજો કોઈને સોંપવાની ના પાડી છે, એનું કોઈ નજીકનું સગુંવ્હાલું આવ્યું નથી. તો આ ફ્રેન્ડ કોણ છે? શું આ માણસ પણ ગુનામાં સામેલ હશે? ડૉક્ટર વિચારે છે.

‘ક્યા હુઆ ડૉક્ટર?’ દિવ્યેશે કહ્યું.

ડૉક્ટરની જીભ સાચું કહેવા માટે ઊપડતી નથી.

‘દેખો તુમ્હારા દોસ્ત મર ચૂકા હૈ, આજ સુબહ...’

‘ઓ માય ગોડ’... દિવ્યેશના ચહેરા પર મિત્ર ગુમાવ્યાનું દુ:ખ દેખાવા લાગ્યું.

‘સા’બ વો બહુત અચ્છા આદમી થા, હમ સાથ મેં કામ કરતે થે.’

ડૉક્ટર દિવ્યેશની આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા, કારણ પોલીસ કહી ગઈ આ માણસ ખૂની હતો. દિવ્યેશ કહે છે એ ભલો માણસ હતો, તો શું દિવ્યેશ ખોટું બોલે છે? કે પોલીસ ઓળખવામાં થાપ ખાઈ ગઈ! ડૉક્ટરને કંઈ સમજાતું નથી.

‘સા’બ મુઝે સુનીલ કો દેખના હૈ...’ દિવ્યેશે સહેજ ભીની થયેલી આંખ લૂછતા કહ્યું.

‘પોલીસને ના કહા હૈ... ઔર ઉસ કી લાશ કા કબ્જા કિસી કો નહીં સૌંપને કે લિયે ભી કહા હૈ.’ ડૉક્ટરે કહ્યું.

‘પોલીસ?’ દિવ્યેશ પોલીસનું નામ સાંભળીને ચોંકી ઊઠ્યો. એના ચહેરા પર ભય અને ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી.

‘હા. ઉન્હોને કહા સુનીલ મૅકવાન ખૂની હૈ, કઈ સાલ પેહલે ઉસને એક લડકી કા મર્ડર કિયા થા...’

આ વાત સાંભળીને દિવ્યેશ ધ્રૂજી ગયો, એનો ચહેરો પીળો પડી ગયો. ત્યાંથી ભાગી છૂટવા તેણે પગ ઉપાડ્યા, પણ જાણે એના બંને પગ પર કોઈએ મોટા ખિલ્લા ઠોકી દીધા હોય એવું લાગ્યું.

* * *

‘સર યે કેસ કો ‘ધી ગર્લ વિથ પિકોક ટેટુ’ નામ કયૂં દિયા થા? ઈન્સ્પેક્ટર સાવંત હાથમાં ફાઈલ લઈને એસીપી રઘુબીરસિંહની સામે બેઠા છે.

રઘુબીરસિંહ ફલેશબેકમાં જતા રહે છે.

* * *

‘કિસીને કોઈ લડકી કી મિસિંગ રિપોર્ટ લિખાઈ હૈ?’ ઈન્વેસ્ટિગેટીવ ઈન્સ્પેક્ટર રઘુબીરસિંહ હવાલદારને પૂછે છે.

‘નહીં સર, કોઈ મિસિંગ રિપોર્ટ નહીં હૈ!’

‘કિસીને અબ તક લાશ કા દાવા ભી નહીં કિયા હૈ?’ રઘુબીરસિંહે આશ્ર્ચર્ય સાથે પૂછ્યું. હવાલદારે ફરી નનૈયો ભણી દીધો. બાવીસેક વર્ષની સુંદર છોકરી ક્યાંથી આવી છે ખબર નથી, નામ નથી, કોઈએ મિસિંગ રિપોર્ટ દર્જ કરાવ્યો નથી, લાશનો કબજો લેવા કોઈ આગળ આવ્યું નથી, શું કરવું રઘુબીરસિંહ વિચારે છે.

‘હવાલદાર ચલો હૉસ્પિટલ જાતે હૈં.’ રઘુબીરસિંહ બે હવાલદારને લઈને જીપમાં છોકરીની લાશ રાખી છે તે હૉસ્પિટલમાં જાય છે, ડૉક્ટરને સાથે રાખીને મોર્ગ ખોલાવે છે.

‘ડેડ બૉડી બરાબર દેખી હૈ? કહીં ઉસકા નામ લિખા હોગા શાયદ.’

‘નહીં સા’બ બોડી પર કહીં ભી નામ નહીં હૈ.’ ડૉક્ટરે કહ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેં ભી લિખા હૈ કી કહીં ભી નામ નહીં લિખા!’

‘અચ્છા, લાશ પર સે જરા કપડા હટાઓ’ રઘુબીરસિંહે કહ્યું. મોર્ગના માણસે ધીમે ધીમે કપડું હટાવ્યું, કપડું સરકાવીને પેટ અને નાભિ સુધી ઊંચું કર્યું. પેટ પર મોર ચિતરાવેલું સુંદર ટેટુ દેખાયું. રઘુબીરસિંહ પેટ અને નાભિની આસપાસ ચિતરેલા મોરના ટેટુને જોઈ જ રહ્યા. એક ઈન્વેસ્ટિગેટીવ ઑફિસર તરીકે આ ટેટુ બનાવનારાને શોધવાનો વિચાર કરવાને બદલે મોરનું ટેટુ એક મૃત છોકરીને કેટલું શોભે છે એ વિચારવા લાગ્યા, પછી હવાલદારના હાથમાંથી કેસની ફાઈલ લઈને એની પર લખ્યું: ‘ધી ગર્લ વિથ પિકોક ટેટુ’. ફલેશબેકમાંથી બહાર આવીને એસીપી રઘુબીરસિંહે ટેબલ પર પડેલી ફાઈલને થપથપાવતા કહ્યું. ‘દેખ લો મૈંને મેરે હાથ સે યે લિખા હૈ... ‘ધી ગર્લ વિથ પિકોક ટેટુ.’

રઘુબીરસિંહ ઈન્સ્પેક્ટર સાવંત આ રસપ્રદ કિસ્સો સાંભળવાના મૂડમાં હોય એમ વાત આગળ ચલાવે છે.

‘હમને બહુત કોશિષ કી લેકિન ના ખૂની કા પતા ચલા, ના ઉસ કે ઘરવાલે આગે આયે. ‘ધી ગર્લ વિથ પિકોક ટેટુ’ કે સાથ પોસ્ટર છપવાયે-ચિપકાયે કોઈ ફાયદા નહીં હુઆ. શાગિર્દ ભી ફેઈલ ગયા. આખિર મેં હમને લડકી કા અંતિમસંસ્કાર કર કે ફાઈલ ક્લોઝ કરને કા ડિસિઝન લિયા.

તેમણે પોતે કઈ રીતે નાછૂટકે મૃતદેહના અંતિમસંસ્કાર કરવા પડ્યા હતા એ દૃશ્ય રઘુબીરસિંહની નજર સામે તરવરવા લાગે છે.

ઈન્વેસ્ટિગેટીવ ઑફિસર રઘુબીરસિંહ, સરકારી હૉસ્પિટલનો એક ડૉક્ટર, બે હવાલદાર સ્મશાનમાં ઊભા છે સામે ચિતા બળી રહી છે. સ્મશાનનો ઈન-ચાર્જ રઘુબીરસિંહને પાવતી આપે છે જેના પર લખ્યું છે ‘મોર કે ટેટુવાલી લડકી’...

* * *

‘જૈસે હી હમ સ્મશાન સે લૌટે, એક આદમી હાથ મેં પોસ્ટર દિખા કર પોલીસ સ્ટેશન મેં આયા ઔર બોલા... ‘સા’બ યે મેરી બેટી હૈ, મૈં લાશ કા કબ્જા લેને આયા હૂં.’

રઘુબીરસિંહ એ માણસની સામે જોઈ રહે છે. છોકરીના ઘરનું કોઈ મળ્યું એ પણ એના અંતિમસંસ્કાર કરી નાખ્યા પછી! એક બાપની પીડાને સમજવાને બદલે રઘુબીરસિંહે એની કડક પૂછતાછ શરૂ કરી.

‘હમને અખબારો મેં દિયા, પોસ્ટર છપવા કે ગલી ગલી મેં ચીપકાયે, ઔર તૂમ દાવા કરને કે લિયે આજ આયે? તેરહવે દિન પે? રઘુબીરસિંહ ગુસ્સામાં બોલી રહ્યા છે.’

‘સા’બ હમારી લડકી હવા મેં ઊડતી થી. વો સુંદર થી, ખૂબસૂરત થી, ઉસકો બહુત ગુમાન થા ઉસ પર, અપની મનમાની કરતી થી વો. જીતની ખૂબસૂરત થી, ઉતની હી દિમાગ કી ગરમ થી. ઉસ કા કોઈ ખૂન કરે હમ માન નહીં સકતે થે. વો કિસી કા ખૂન કર સકતી થી સા’બ. એક દિન ઉસને ઈસકી માં કો બતાયા.’

‘માં મૈં એક લડકે સે શાદી કરના ચાહતી હું, બહુત હેન્ડસમ હૈ. મેરે સાથ કોલ સેન્ટર મેં કામ કરતા હૈ.’

‘અચ્છા લડકા અપની જાતવાલા... અપની બિરાદરી કા હૈ ના... વરના તૂમ જાનતી હો તુમ્હારે પાપા કભી હાં નહીં કહેંગે.’

‘ઈસ દુનિયા મેં અબ જાતપાત કૌન દેખતા હૈ માં.’ વો ગુસ્સે મેં અપના પર્સ ઉઠાકર બહાર જાને લગી.

‘અચ્છા ઉસકા નામ ક્યા હૈ વો તો બતાઓ’ વો બિના નામ બતાયે નિકલ ગઈ.

હવે રઘુબીરસિંહ હત્યાને અલગ એંગલથી જોવા લાગ્યા. કદાચ છોકરીએ એ છોકરા સાથે લગ્ન કરી લીધા હશે. માતા-પિતાને સમાજમાં પોતાની નામોશી થઈ હોવાનું લાગ્યું હશે અને એટલે તેઓએ છોકરીની હત્યા નહીં કરી હોય?

છોકરીના પિતાએ હવે બીજો રહસ્યસ્ફોટ કર્યો.

‘સા’બ થોડે દિન કે બાદ લડકીને કહા મૈં ટ્રેઈનિંગ કે લિયે સિંગાપોર જા રહી હું. હમને સોચા ચલો અચ્છા હૈ વો લડકે કા ચક્કર ભી છૂટ જાયેગા. શુરૂ મેં બેટી હમકો ફોન કરતી રહી ફિર ઉસકા ફોન આના બંધ હી હો ગયા. ફિર અચાનક ફોન કર કે બતાયા કી ઉસને વો લડકે સે શાદી કર લી હૈ...’ બસ સા’બ તબસે હમને ઉસકે નામ કા સ્નાન કર લિયા. હમને ઉસ કા પોસ્ટર દેખા ફિર ભી હમ નહીં આયે..

‘અબ ક્યું આયે હો?’ રઘુબીરસિંહે પૂછ્યું.

‘લડકી કી માં રો રહી હૈ... બોલી કમ સે કમ મરી હુઈ બેટી કા મૂંહ તો દેખ લું.’ પિતાએ કહ્યું.

‘તુમ જબ સે આયે હો અપની બેટી કા નામ નહીં લે રહે હો’ રઘુબીરસિંહે કહ્યું. મૈં તો ઉસ કા નામ તક લેના નહીં ચાહતા. લેકીન વો લડકા મિલે તો ઉસકા તો મૈંૈ ખૂન કર દું.

‘તુમ્હારી જિદ ઔર ગુસ્સા તુમ્હારે પાસ રખો. ખૈર હમે બેટી કા નામ બતાઓ’ રઘુબીરસિંહે કહ્યું.

‘મીતા રાજપૂત. ઘર મેં સબ મીતુ કહતે હૈ.’ ટેટુવાળી છોકરીને હવે નામ મળી ગયું. ‘મીતા રાજપૂત’.

‘સા’બ હમેં હમારી બેટી કી ડેડ બોડી સોંપ દો. બડી મહેરબાની હોગી આપ કી.’

‘દેખિયે હમને આજ હી ઉસકા અંતિમસંસ્કાર કર દિયા હૈ.’ રઘુબીરસિંહે વાતનો અંત લાવવા માગતા હોય એમ કહી દીધું. આ સાંભળીને પિતા પડી ભાંગે છે. છેલ્લી વાર પુત્રીનો ચહેરો નહીં જોઈ શકવાનો અફસોસ એના મોં પર સ્પષ્ટ દેખાય છે? (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

gcU622T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com