13-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હૃદયરોગ માટે માર્ગદર્શક સૂચનો

હૃદયરોગ: કેટલીક ભ્રમણા કેટલુંક સત્ય-ડૉ. મનુ કોઠારી ડૉ. લોપા મહેતા(ગયા અંકથી ચાલુ)

૧. કૅન્સરની જેમ હૃદયરોગ જો થવાનો હશે તો થશે અને જો નહીં થવાનો હોય તો ગમે તે સંજોગોમાં નહીં જ થાય. માટે પ્રભુનું ધાર્યું હોય તો થાય એવું વલણ અપનાવવું ઉત્તમ છે.

૨. હૃદયધમની વિકાર અને હૃદયરોગના હુમલા પછી પણ લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.

૩. ભલે હૃદયરોગ તમને સહન થઈ શકે કે ન થઈ શકે એવી તકલીફ આપતો હોય તો પણ ધીરજ કેળવવી જરૂરી છે. સમય એમાં મદદરૂપ થાય છે. તમે જો ઉપચાર કરાવો તો જે કંઈ કરી શકાય કે કરવામાં આવે છે - દવા, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ડ બાયપાસ વગેરે એ સઘળા રાહત આપી શકે. રોગ મટાડે નહીં. રાહત આપનાર ઉપચાર પણ એની કિંમત લે છે, કોઈકવાર મૃત્યુ પણ થાય છે.

૪. હૃદયધમની વિકાર અને હૃદયરોગના હુમલાને કોઈ કારણ નથી એટલે એને થતા અટકાવી શકાતા નથી, એને મટાડી શકાતા નથી કારણ અને ઉપચારની દૃષ્ટિએ તેના પર સંશોધન શક્ય નથી, વિજ્ઞાનથી પર છે એ આંકડાશાસ્ત્ર - Statistics’u સમજી શકાય એમ નથી અને પૈસો એમાં ઉપયોગી નથી.

૫. કરોડરજ્જુ ધરાવતા સઘળાં પ્રાણીઓની જાતનાં જૂથો નક્કી કરે છે કે કોને, કેટલી માત્રામાં અને ક્યારે હૃદયરોગ - હૃદયધમની વિકાર અને હૃદયરોગનો હુમલો થશે. એટલે જ એ આધુનિક તબીબીક્ષેત્રની ક્ષમતાથી પર છે. માટે જ દરદી અને ડૉક્ટર બંને હૃદયરોગની સમજ માટે એક સ્તરે રહે છે.

૬. તમને હૃદયરોગ જેટલી તકલીફ આપે એટલી તકલીફ દૂર કરવા પૂરતો જ ઉપચાર કરાવો એનાથી વધુ નહીં. તમારા શરીરમાં દેખાતાં ચિહ્નો કે તપાસના રિપોર્ટના આધારે દોરાઈ નહીં જતા.

૭. હૃદયરોગના માર્ગદર્શક અને ગુરુ તો યોગમાં આપેલ સૂચન છે કે તમે દરેક શ્ર્વાસે અને દરેક ધબકારે જીવો.

૮. જીવનશૈલી, રહેણીકરણીના બદલાવે જીવનમાં ઉમંગ ઉમેરવો ઘટે. તમારામાં વ્યર્થ આશા, નિરર્થક ઘમંડ અને અહંકાર પોષાવા ન જોઈએ.

૯. તમારા બધા રિપોર્ટ્સ એકદમ સારા (નોર્મલ) હોય તો પણ આવનારા હૃદયના ધબકારા સાથે જીવન પર મોતનો પડદો પડવાની તૈયારી રાખવી અને બધા રિપોર્ટ્સ બહુ જ ખરાબ હોય તો પણ તમારા હૃદય નિષ્ણાતની અંતિમ વિદાય માટે તૈયારી રાખવી.

૧૦. હૃદયરોગ સાથે અનેક સમય સહજ થતા બીજા રોગો હોઈ શકે. ઘણા રોગો એકી સાથે હોય એટલે તેઓ કાંઈ તમારું ખરાબ નથી કરી નાખતા અને એક જ રોગ હોય તો તમે બચી ગયા એવું પણ નથી.

૧૧. તમારા આહારને, પીણાંને, કામને, બધાને હળવા મળવાનું, જાતીય સુખ અને ધૂમ્રપાન કરતા હોય તો તે મ્હાણો, પણ વધુ પડતો ચરબીયુક્ત અને સાકરવાળું ભોજન, દારૂ અને સિગારેટ એ ગમે તેટલી સારી તબિયત હોય તો પણ નુકસાનકારક છે. માટે જ ગુણિયલ ગણાવા માટે નહીં પણ તમારા શરીરને વધુ નુકસાન ન પહોંચાડવા બધામાં મર્યાદા સેવવી.

૧૨. હંમેશાં યાદ રાખો હૃદયરોગ પોતાના કારણસર વર્તે છે જેને તમે પોતે કે તમારા હૃદય નિષ્ણાત જાણી શકતા નથી.

હાલમાં હૃદયરોગ સામે વેકસીન આપવાનો, જીનમાં ફેરબદલી કરીને લોહીના કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાનું અને એમ કરીને હૃદયરોગ થતો અટકાવવો જેવા નવા નુસખાઓ બતાવવામાં આવે છે. આ સર્વ નુસખા છે અને કાયમ માટે નુસખા જ રહેશે. જો સાલ ૧૭૬૮ જ્યારે હેબરડને હૃદયરોગનું પહેલી વાર નિદાન કર્યું ત્યારથી આજ સુધી આધુનિક તબીબીશાસ્ત્ર હૃદયરોગ ક્ષેત્રે પાંગળું જ રહ્યું તો કોઈ જાદુઈ છડી એને મટાડી દેવાની ક્ષમતા આપી શકવાની નથી. આધુનિક તબીબીશાસ્ત્રમાં નમ્રતા અને વિવેકના રસ સિંચનની જરૂર છે, તેમાં સમગ્ર દર્શન અને સમજ વડે કુદરતની અકળ પણ ત્રુટી રહિત કાર્યશીલતાનું સન્માન દર્શાવવું યોગ્ય છે.

દસ ભલામણો હૃદયરોગ માટે

અમે ૧૯૭૩માં કૅન્સરના સંદર્ભમાં દસ ભલામણો - Ten Commendments

(દસ આજ્ઞા - Ten commandments નહીં) કરી હતી જે કોઈ વ્યક્તિને ગાંઠ કે કૅન્સર હોય તો એમાં માર્ગદર્શન આપી શકે જેથી એ આધુનિક મેડિસિનનો સૌથી વધુ લાભ પણ લઈ શકે અને સાથે સાથે એના કારણે થનાર શારીરિક અને આર્થિક નુકસાનને ટાળી શકે. અહીં અમે હૃદયરોગ માટે દસ ભલામણો કરીએ છીએ. દરેક ભલામણ સ્વયં-સ્પષ્ટ સત્ય છે જેને અભણમાં અભણ માણસ પણ ચકાસી શકે. જો કૅન્સર માટેનું આધુનિક તબીબીશાસ્ત્રનું જ્ઞાન નહીંવત છે તો હૃદયરોગ માટે પરિસ્થિતિ જુદી નથી.

૧. જેમ કેન્સર એક મહિમાવાન ગાંઠનું શાસ્ત્ર છે એમ હૃદયરોગમાં હૃદયધમનીમાં જોવા મળતો વિકાર પણ એક ગાંઠ જ છે જે હૃદયધમનીના પોલાણમાં ઊપસી આવેલ દેખાય છે. આ ગાંઠને Atheroma

અથેરોમાં કહેવામાં આવે છે. (oma = ગાંઠ).

૨. જે રીતે કૅન્સર, ગાંઠ ઉંમર સહજ ઘડાયેલો જરાનો કાર્યક્રમ છે - aging

એ જ પ્રમાણે હૃદયરોગ એક જરાનો શરીર સાથે ઘડાયેલો પ્રોગ્રામ છે. જો એ તમને તકલીફ ન આપતું હોય તો એને ન છંછેડવામાં જ તમારું ભલું છે. ભલે પછી બધી આધુનિક તપાસમાં રોગનાં ચિહ્નો દેખાતા હોય. યાદ રાખો કે નિયમિત ચેક-અપ કરવા જતા વ્યક્તિને દરદી બની જવાનો રોગ લાગુ પડે છે જેમાં વ્યક્તિને કોઈ ફાયદો થતો નથી.

૩. કોઈ પણ આક્રમક, શરીરને છેદ્ન કરીને બ્લોકને દૂર કરવાના પ્રયત્નમાં જોખમ સમાયેલ છે. કોઈ ફાયદો નથી. જેમ કૅન્સરમાં જો ગાંઠને એમ જ રહેવા દઈએ તો જેમણે ઉપચાર કરાવ્યો હોય એમની સરખામણીમાં રોગી લાંબું અને સારું જીવે છે. આજ વાસ્તવિકતા હૃદયરોગમાં પણ રહે છે.

૪. જો ડોક્ટર તમને કહે કે "જો તમે આમ નહીં કરો, આવો ઉપચાર નહીં કરાવો તો એવા ડરામણા શબ્દોના સાણસામાં સપડાઈ ન જતા. માર્ક્સ ઓરેલિયસના વાક્યને યાદ રાખવું કે જે ડૉક્ટર દરદી માટે અશુભ આગાહી કરે એની જ સ્મશાન યાત્રામાં એ દરદી જોડાય છે. આવી ઉકિત આજે ૨૦૦૦ વર્ષ પછી પણ સાચી ઠરે છે અને ભવિષ્યમાં પણ કોઈ એને બદલી નહીં શકે.

૫. અમે કહ્યું છે કે કૅન્સર કારણ અને ઉપચારની દૃષ્ટિએ મટાડી શકાય નહીં. એટલું જ નહીં પણ એ ભવિષ્યમાં સંશોધનના ક્ષેત્રે પણ મટાડવાની પકડમાં આવી શકશે નહીં. આજે ૪૦થી વધુ વર્ષ પછી પણ એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી. હૃદયરોગ એક જીવજગતની ઘટના છે. શરીરરચના અને જીવનયાત્રામાં પરોવાયેલી છે. એ કૂતરા, બિલાડા, વ્હેલ કે માણસ, ટૂંકાણમાં આખાયે પ્રાણીજગતમાં આંતર્ગત વણાયેલી છે. એટલે એને દૂર કરી શકાય નહીં. માત્ર એનાથી જો કંઈ તકલીફ, પીડા કે દુ:ખ ઊપજે તો એમાં રાહત આપી શકાય. કૅન્સરની જેમ હૃદયરોગ વિજ્ઞાન અને ટૅક્નોલૉજીથી પર છે.

૬. તમારા કાર્ડિયોલોજિસ્ટની મદદ લઈને તમને જે કોઈ તકલીફ હોય તેમાં જરૂર રાહત લ્યો. એટલું ધ્યાનમાં રાખવું કે આ રાહતની કિંમત શરીર અને પૈસા બંને રીતે ચૂકવવી પડે છે માટે જ શક્ય હોય તેટલી ઓછી રાહત માગો.

યાદ રાખવું જરૂરી છે કે આઈસીસીયુ માટે દોડીને દાખલ થવું એ બહુ માનસિક પીડાદાયક અનુભવ છે અને એનાથી ફાયદો કરતાં કદાચ નુકસાન વધુ થાય. આઈસીસીયુ તો બધા યંત્રસરંજામનો દરબાર છે એમાં એમ માનવામાં આવે છે કે આ બધા મોનીટરોની મદદથી ફરીથી હૃદયરોગનો હુમલો આવવાનું કે હૃદયના ધબકારા બહુ જ અનિયમિત થઈ જવાનું Fibrillationકે હૃદયનું અચાનક કામ કરતું અટકી જવાનું Cardiac Arresstએવું બધું પહેલેથી જાણી શકાશે અને અટકાવી શકાશે. પણ એવું ખરેખર થઈ શકે તો કેટલું સારું! પણ ખેદની વાત છે કે આઈસીસીયુમાં પણ તમારો આટલો શ્ર્વાસ કે હૃદયનો ધબકારો આવશે કે નહીં એ જાણી શકાતું નથી. જેમ રોજના તંદુરસ્ત જીવનમાં ખબર નથી પડતી એ જ પ્રમાણે આઈસીસીયુના સરંજામ અને કાર્યકર્તાઓ જાણી શકતા નથી. આમઆદમી રોગને બદનામ કરે છે. જો પરિસ્થિતિ વણસે અને સુધરે તો ડૉક્ટરને એનો યશ આપે છે, પણ આ માન્યતા આપણા સદીઓ જૂના સંસ્કારને આભારી છે. વિજ્ઞાન એને માન્ય કરતું નથી.

૭. હૃદયરોગ માટે આક્રમક શરીર છેદનાર ઉપાયોના મોહમાં ફસાતા નહીં. એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ, બાયપાસ બધા નુકસાનકારક છે અને મોંઘાદાટ પ્લેસીબો છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં બાયપાસ અને એન્જિયોપ્લાસ્ટીને સૌથી મોંઘી એસ્પિરિન કહી છે.

૮. તમારા દુ:ખાવાને યોગ્ય દવા લઈને મટાડો અને હૃદયનું કામ નબળું પડ્યું હોય તો તેને માટે દવાની રાહત લ્યો. એસ્પિરિન, સ્ટેટિન્સ, એન્ટિપ્લેટલેટ્સ દવાઓનો ઉપયોગ વ્યાજબી નથી.

૯. મૃત્યુનો ભય ન સેવો દરેક હૃદયના ધબકારા અને દરેક શ્ર્વાસ સાથે તમે એનું રિહર્સલ કરો છો. જીવન એક બળવાન તત્ત્વ છે એને કોઈ રોગની પરવાહ નથી અને મૃત્યુ એટલું અણનમ છે કે પંચતારક હૉસ્પિટલમાં સર્વોત્તમ કાર્ડિયોલિજીસ્ટની હાજરીમાં પણ પોતાનું કાર્ય વ્યવસ્થિત સમયસર પૂરું પાડે છે.

૧૦. તમારી જાત પર તમારા હૃદય પર, તમારી ધમનીઓ પર અને લોહી પર રહેમ કરો, દયા કરો, હૃદય નિષ્ણાતને એમાં વચ્ચે દખલ કરવા ન દો. તમારા મૃત્યુ માટે પણ અમીદૃષ્ટિ રાખો. મૃત્યુની અનિવાર્યતા આધુનિક તબીબી જ્ઞાનથી પર છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2i51BK8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com