13-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તમિળનાડુમાં પુસ્તકોથી ભરેલો અનોખો મહેલ

ભારતીય સંસ્કૃતિની જાળવણીની બાબતમાં દક્ષિણના રાજ્યો અનેક રીતે આગળ છે. પુરાણકાળના પથ્થરના વૈભવશાળી મંદિરો હોય કે તેની અંદર ચાલતી અનેક વિધિઓ હોય આ રાજ્યોએ દેશની પ્રાચીન શૈલી, પૂજાપદ્ધતિ અને વિવિધ પ્રક્રિયાઓને આધુનિક કાળમાં પણ જીવની જેમ જાળવી રાખી છે.

તમિળનાડુના તંજાવુરમાં આવેલું પ્રાચીનમાં પ્રાચીન પુસ્તકાલયોમાંનું એક સરસ્વતી મહલ પુસ્તકાલય પણ આજની ડિજિટલ પેઢી માટે જોવા અને જાણવા લાયક સ્થળ કહી શકાય.

તંજાવુર મહેલના પરિસરમાં જ આવેલું આ સરસ્વતી પુસ્તકાલય આમ પ્રજા માટે પણ ખુલ્લું છે. મુલાકાતીઓ અનેક સંરક્ષિત દુર્લભ ઐતિહાસિક પુસ્તકો જોઇ શકે છે અને અહીં બેસીને વાંચી પણ શકે છે. પહેલા આ પુસ્તકાલયનું નામ ‘ તંજાવુર મહારાજા શૈરોફજી સરસ્વતી મહલ’ હતું.

અહીં તમને ખજૂરીના પાન પર તમિળ, મરાઠી, તેલુગુ અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં લખાયેલી પાંડુલિપિઓ અને પુસ્તકો જોવા મળશે. આ પુસ્તકાલય વિશ્ર્વના ચુનંદા મધ્યકાલીન પુસ્તકાલયોમાંનું એક છે. તંજાવુરના શાસકો માટે આ પુસ્તકાલયની શરૂઆત એક રોયલ લાઇબ્રેરીના રૂપમાં થઇ હતી, જેમણે ઇસ. ૧૫૩૫થી ૧૬૭૫ના સમયગાળામાં અહીં શાસન કર્યું હતું. ૧૬૭૫ પછી અહીંના શાસન પર મરાઠા શાસકોએ કબજો જમાવ્યો હતો જેમણે આ પુસ્તકાલયને સુરક્ષિતતા તો બક્ષી જ હતી, સાથે ૧૮૫૫ સુધી આ રાજવી પુસ્તકાલયના વિકાસમાં પણ મહત્ત્વનો ભાગ ભજ્વ્યો હતો. મરાઠા શાસક શૈરોફજી દ્વિતિય જેમનો શાસન કાળ ૧૭૯૮થી ૧૮૩૨ સુધીનો હતો તેમણે તેમના સમયમાં આ પુસ્તકાલયનો વિકાસ કરવામાં અધિક રસ લીધો હતો. તેઓ ખુદ શિક્ષણ અને કળાસંબંધી અનેક શાખાઓમાં રસ ધરાવતા પ્રતિષ્ઠિત દાર્શનિક હતા.

જોકે, ૧૯૧૮ પછી આ ગંજાવર પુસ્તકાલય તમિળનાડુ રાજ્યના હસ્તક આવી ગયું હતું. અહીં ૧૭૯૧માં છપાયેલા મદ્રાસ પંચાંગ તો જોવા મળે, સાથે સાથે એમ્સ્ટર્ડમમાં છાપયેલા સચિત્ર રંગીન બાઇબલ જેવા દુર્લભ ગ્રંથો પણ તમને જોવા મળશે.

પુસ્તકાલયના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ કેળવવા આ ભવનમાં એક સંગ્રહાલય પણ ઊભું કરવામાં આવ્યું છે. ૬૦,૦૦૦થી પણ વધુ પુસ્તકો ધરાવતા આ પુસ્તકાલયમાં ૪૦,૦૦૦ જેટલી હસ્તલિખિત પ્રતો પણ સાચવવામાં આવી છે જેમાં સંસ્કૃતની પ્રતો વિવિધ લિપિ જેમ કે દેવનાગરી અને નંદનાગરીમાં પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત અનેક દુર્લભ અંગ્રેજી, જર્મન અને ફ્રેન્ચ પુસ્તકો પણ અહીં ઉપલબ્ધ છે. ૧૯૯૮થી ડિજિટલ વિકાસને અનુલક્ષીને અહીં કોમ્પ્યુટીકરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીય દુર્લભ પ્રાચીન હસ્તલિખિત પ્રતો જે તાડપત્ર કે કાગળ પર લખવામાં આવી હતી તેની માઇક્રોફિલ્મ ઉતારીને તેનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

88c482
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com