28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતીઓમાં સામાન્ય ક્ષતિ: પિત્તાશયમાં પથરી

દહાણુનિવાસી ધર્મેશ ફાસ્ટફૂડ અને જંક ફૂડ ખાવાનો શોખીન હતો. અઠવાડિયામાં ઓછામાં ઓછા દસ ટંક પિત્ઝા, બર્ગર અને ચીઝ સેન્ડવીચ વગેરે બકાસુરની જેમ આરોગતો. કાયા પર ચરબીના થર જામતા ન હોવાથી પરિવારજનો પણ તેની ટેવ પ્રત્યે આંખ આડા કાન કરતા. જોકે કોઇને સ્વપને પણ ખ્યાલ નહોતો કે આ કુટેવ ધર્મેશ માટે કારમી કસોટી સાબિત થવાની છે. એક દિવસ અચાનક ધર્મેશને પેટમાં તીવ્ર દુખાવો ઊપડ્યો. અસહ્ય પીડાને કારણે તે પેટ દબાવીને ઉંહકારા ભરતો હતો. લક્ષણને ધ્યાનમાં રાખીને ફેમિલી તબીબે કામચલાઉ રાહત આપતી દવા આપીને મુંબઇમાં પ્રભાદેવી(પશ્ર્ચિમ રેલવેનું સ્ટેશન)ની ગ્લોબલ હૉસ્પિટલસ્થિત બાલદોટા ઇન્સ્ટિટયૂટ ઓફ ડાયજેસ્ટિવ સાયન્સીસ (બીડસ)ના ચેરમેન પદ્મશ્રી ડૉ. અમિત માયદેવને દાખવવાનું સૂચન કર્યું. જેનુંં ધર્મેશે પળનો પણ વિલંબ કર્યા વગર પાલન કર્યું. તબીબે આવશ્યક પરીક્ષણ પછી ધર્મેશને ગોલ-બ્લેડર (પિત્તાશય)માં પથરી હોવાનું અને તે માટે ચરબીયુક્ત ખોરાક આરોગવાની ટેવ જવાબદાર હોવાનું જાણીને ધર્મેશ સહિત પરિવારજનો પણ શરમાઇ ગયા. લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેકટોમી નામે ઓળખાતી મિનિમલ એક્સેસ સર્જરી દ્વારા સમાધાન સાધ્યું. હવે ધર્મેશ ક્ષેમકુશળ છે. જોકે નિયમિતપણે પૌષ્ટિક આહાર લે છે અને જંક ફૂડ તથા ફાસ્ટ ફૂડને અડકતો પણ નથી.

જ્યાં કબજિયાત, એસિડીટી, પથરી, ઓબેસિટી અને કૅન્સરની સારવાર માટે સ્પેશિયલ ક્લિનિક ખોલવામાં આવ્યા છે એ બીડસના ચેરમેન ડૉ. અમિત માયદેવના જણાવ્યા મુજબ પાચનક્રિયા સંબંધિત પથરી અનુક્રમે ગોલ બ્લેડર (પિત્તાશય), બાયલડક્ટ (પિત્તનલિકા) તથા પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ)માં થાય છે. તેમના મતાનુસાર ગુજરાતીઓની ખાણીપીણીની શૈલી ઉપરાંત એકટાણાં-ઉપવાસની આદતને કારણે પિત્તાશયમાં પથરી થવી સામાન્ય બાબત છે. એક બાબત તેઓ ભારપૂર્વક જણાવે છે કે પથરીને કારણે પેટની જમણી બાજુની ઉપર તીવ્ર દુખાવો થાય છે. અમુક વાર દર્દ જમણા ખભા અને પીઠની જમણી બાજુમાં પણ થાય છે. પીડાને કારણે ખૂબ પરસેવો થાય છે. જેમને ડાયાબિટીસ હોય છે તેમને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે અમુક કિસ્સામાં ક્ષતિ વકરીને ઇન્ફેકશન થવાની તથા ગોલ-બ્લેડરમાં પસ થવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પથરીથી ગ્રસ્ત અમુક પેશન્ટને અસહ્ય પીડા સાથે ઊલટી પણ થાય છે. તબીબના જણાવ્યા મુજબ પિત્તાશયનું કદ મોટું હોય છે, પણ તેનું મોં નાનું હોય છે. જેમાંથી ફક્ત પિત્ત જઇ શકે છે. આ કારણસર ગોલ-બ્લેડરમાં સ્ટોન હોય તો તે મોં પાસે જઇને અટકી જાય છે. જે રીતે બોટલ મોટી પણ ઢાંકણું અર્થાત મોં નાનું હોય છે તેમ પિત્તાશયના મોં પાસે સ્ટોન અટકવાને લીધે પેટમાં તીવ્ર દુખાવો થાય છે. જોકે કોઇ પણ પ્રકારની પથરી કૅન્સરની જેમ જીવલેણ હોતી નથી. કૅન્સરમાં પીડા કે દુખાવો નહીંવત પ્રમાણમાં હોય છે, આ કારણસર પેશન્ટને વહેલી તકે જાણ થતી નથી અને તે ઝડપથી લાસ્ટ સ્ટેજમાં પહોંચીને પ્રાણઘાતક પુરવાર થાય છે. એની સરખામણીમાં પથરીની પીડા અસહ્ય હોય છે, પરંતુ તે પ્રાણઘાતક હોતી નથી. વધુમાં તીવ્ર દુખાવાને કારણે પથરીનું નિદાન વહેલી તકે થઇ જાય છે. પરિણામે સમયસર સારવાર કરવામાં આવે તો ક્ષતિ વકરતી નથી.

ગેસ્ટ્રોએન્થ્રોલોજિસ્ટ અને એન્ડોસ્કોપિસ્ટ તરીકે પ્રખ્યાત ડૉ. અમિત માયદેવ વિસ્તૃતમાં માહિતી આપતાં જણાવે છે કે પીડાદાયક પથરીનો વહેલી તકે ઇલાજ ન કરવામાં આવે તો દુખાવો ક્યારે પણ ઉદભવીને કટોકટીભરી સ્થિતિનું સર્જન કરી શકે છે. આ ઉપરાંત પથરી પિત્તાશયમાં ઘસાવાને કારણે સોજો આવવા ઉપરાંત પિત્તાશય ફાટવાની પણ સંભાવના રહે છે. લાંબા અરસા સુધી પથરી અંદર રહેવાથી પિત્તાશયનું કૅન્સર પણ થઇ શકે છે. વધુમાં પથરી જો પિત્તનલિકા અર્થાત બાયલડક્ટમાં જઇને અટકી ગઇ તો કમળો થવાની અથવા તો સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)માં સોજો આવીને પેન્ક્રિયાટાઇટિસ થવાની શક્યતા છે. આ બાબતને લક્ષમાં રાખીને તબીબ પથરીગ્રસ્તને વહેલી તકે ઇલાજ કરાવવાની સલાહ આપે છે. તબીબના મતાનુસાર ગુજરાતીમાં સૌથી સામાન્ય ક્ષતિ ગોલ-બ્લેડરમાં પથરીની છે. જેની પાછળ મલાઇ, ચરબી અને ઘીયુક્ત વાનગી જવાબદાર છે.

ગોલ-બ્લેડર સ્ટોનનું નિદાન ક્લિનિકલ ડાયેગ્નોસિસ, પેટની સોનોગ્રાફી તથા ખછઈઙ અર્થાત મેગ્નેટિક રેઝોનન્સ કોલાન્જો પેન્ક્રિયાટિકોગ્રાફી દ્વારા થાય છે. જોકે એ પેૈકી સૌથી અગત્યનું પરિબળ સાબિત થાય છે, ક્લિનિકલ ડાયેગ્નોસીસ અર્થાત પરીક્ષણ કર્યા વગરનું નિદાન. આ સંદર્ભમાં વિસ્તૃતમાં માહિતી આપતાં ડૉ. અમિત માયદેવ ઉમેરે છે કે પીડાનાં તમામ લક્ષણોને ધ્યાનમાં રાખીને તથા પથરીયુક્ત પેશન્ટના પેટ પર ચોક્કસ જગ્યાએ હાથ રાખીને દબાવવાથી તીવ્ર દુખાવો થાય છે. વધુમાં શ્ર્વાસમાં ગૂંગળામણ થાય છે અથવા તો શ્ર્વાસ રુંધાય છે. જેના પરથી સહેલાઇથી અને સરળતાપૂર્વક ગોલ-બ્લેડરમાં પથરી હોવાનું કળી શકાય છે. એ છતાં શંકાનું સમાધાન કરવા ઉપરાંત પેશન્ટના લાભાર્થે વૈજ્ઞાનિક સ્તર પર સચોટ નિદાન કરવું અગત્યનું હોય છે. જે બાબતને લક્ષમાં રાખીને સૌથી મહત્ત્વની લેખાતી પરીક્ષણ પ્રક્રિયા કરે છે, જે છે સોનોગ્રાફી. ૯૯% સચોટ સાબિત થતી સોનોગ્રાફી દ્વારા પિત્તાશયમાં પથરી હોવાનું કળી શકાય છે. જો પેશન્ટને ડાયાબિટીસ હોય અને પિત્તાશયની થેલી બહારથી ફાટવાની સંભાવના લાગે તો સોનોગ્રાફી સાથે સિટી સ્કેન પણ કરવામાં આવે છે.

સ્થૂળ વ્યક્તિના લાભાર્થે એન્ડોસ્કોપી સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી નામે વાઢકાપરહિત પ્રક્રિયા અમલમાં મૂકનારા ડૉ. અમિત માયદેવ વિસ્તૃતમાં માહિતી આપતા જણાવે છે કે ગોલ-બ્લેડરમાં પથરીનું નિર્માણ અંદર જ થયું હોય છે. પથરી બહારથી અંદર ગઇ હોતી નથી. જેને પરિણામે પિત્તાશયની અંદરની લાઇનિંગ ખરાબ થઇ ગઇ હોય છે અને પુન: ક્ષતિગ્રસ્ત થવાની પણ સંભાવના છે. વધુમાં અગાઉ જણાવ્યા મુજબ ગોલ-બ્લેડરનું મોં નાનું હોય છે અને થેલી મોટી હોય છે, જે કારણસર સ્ટોન બહાર કાઢી શકાતા નથી. આ કારણસર સમાધાનાર્થે ગોલ-બ્લેડર જ કાઢવું આવશ્યક છે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવી કે ગોલ-બ્લેડર કાઢ્યા પછી પણ જીવનશૈલી કે સ્વાસ્થ્યમાં કંઇ પણ સમસ્યા સર્જાતી નથી. કારણ કે પિત્તાશયમાં પિત્ત નથી બનતું, ત્યાં ફક્ત સંગ્રહ થાય છે. જે કારણસર કોઇ આડઅસર થવાની સંભાવના નથી. અમુક વાર હેવી ફૂડ આરોગ્યા પછી ફક્ત અપચા જેવી પ્રતીતિ થાય છે. બાકી કોઇ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી. તબીબ એક બાબત ભારપૂર્વક જણાવે છે કે જો પેશન્ટ ડાયાબિટીસગ્રસ્ત હોય અને પથરી એક કરતાં વધારે સંખ્યામાં હોય તો પિત્તાશયની થેલી કાઢવી અનિવાર્ય છે. પેશન્ટને પીડા ન થતી હોય તો પણ ગોલ-બ્લેડરની થેલી કાઢવી જરૂરી છે કારણ કે ડાયાબિટીસગ્રસ્તને અંદર પસ થવાની સંભાવના છે. વધુમાં એક કરતાં વધારે પથરી હોય તો બાયલડક્ટમાં જઇને અંતરાય સર્જીને પેન્ક્રિયાટાઇટિસને સોજો આપી શકે છે કે કમળો થઇ શકે છે. એ મુજબ જો પેશન્ટના પિત્તાશયમાં ફક્ત એક પથરી હોય અને ડાયાબિટીસ પણ નથી તો કોઇ પણ પ્રકારનો ઇલાજ કે દવા કરવાની આવશ્યક્તા નથી. આજીવન દવા કે સર્જરી કર્યા વગર ક્ષેમકુશળ રહી શકે છે. આજથી આશરે પંદેરક વર્ષ અગાઉ પેટ ચીરીને પિત્તાશયની થેલી બહાર કાઢવામાં આવતી હતી, પરંતુ હાલને તબક્કે ધર્મેશ સહિત અનેક પેશન્ટ પર કરવામાં આવેલી કોલેસિસ્ટેક્ટોમી નામે મિનિમલ એક્સેસ તરીકે લેખાતી શસ્ત્રક્રિયા દ્વારા સમાધાન સાધી શકાય છે. દૂરબીન દ્વારા કરવામાં આવતી આ મિનિમલ એક્સેસ સર્જરીમાં પેટ પર એક સેન્ટીમીટર જેટલાં કદના ત્રણેક છિદ્ર કરીને લેપ્રોસ્કોપીથી પિત્તાશય બહાર કાઢવામાં આવે છે. જેને લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી કહેવામાં આવે છે. જેને કારણે આજીવન આરામ રહે છે. આ સર્જરીને અંતર્ગત પેશન્ટે માત્ર એકાદ દિવસ જ હૉસ્પિટલમાં રહેવું પડે છે. ઝડપથી રાહત થવા ઉપરાંત પીડારહિત છે. અમુકને પીડા થાય છે, પરંતુ અલ્પ પ્રમાણમાં. વધુમાં પેશન્ટ ફક્ત એક અઠવાડિયામાં પુન: રોજિદી ક્રિયા કરી શકે છે. અંતમાં તબીબ એક બાબત ભારપૂર્વક જણાવે છે કે પિત્તાશયની પથરીને કારણે કમળો થયો હોય કે વારંવાર પેન્ક્રિયાટાઇટિસ થતું હોય તો પિત્તનલિકાની તપાસ કરાવવી જરૂરી છે. એન્ડોસ્કોપિક અલ્ટ્રા સોનોગ્રાફી (EUS) અથવા તો MRCP દ્વારા નિદાન થઇ શકે છે. જેનું સમાધાન ERCP (એન્ડોસ્કોપિક રેટ્રોગેડ કોલાનજિયો પેન્ક્રિયાટિકોગ્રાફી) દ્વારા સાધી શકાય છે. જો પેશન્ટને કમળો થયો હોય તો પથરી દૂર કર્યા પછી કમળાનો પણ સહેલાઇથી ઇલાજ થઇ શકે છે. ટૂંકમાં પિત્તાશયની પથરીનો પ્રાથમિક તબક્કામાં જ ડૉ. અમિત માયદેવ જેવા કાબેલ, નિપુણ તથા અનુભવી તબીબ પાસે અત્યાધુનિક ટેક્નિકની મદદથી ઇલાજ કરવો જરૂરી છે અન્યથા ગંભીર ક્ષતિનો ભોગ બનવું પડે છે.

--------------------

+ Know

yr dr. +નામ: પદ્મશ્રી ડૉ. અમિત માયદેવ

માનદ્ પદવી : ગેસ્ટ્રોએન્થ્રોલોજિસ્ટ અને એન્ડોસ્કોપિસ્ટ

એડ્રેસ: બાલદોટા ઇન્સ્ટિટયૂટ ઓફ ડાયજેસ્ટિવ સાયન્સિસ (બીડસ), ગ્લોબલ હોસ્પિટલ, ત્રીજે માળે, ૩૫ ડો. ઇ. બોર્જિસ રોડ, શિરોડકર હાઇસ્કૂલની સામે, પ્રભાદેવી (પશ્ર્ચિમ રેલવેનું સ્ટેશન), મુંબઇ ૪૦૦ ૦૧૨.

-----------------

કોન્ટેક્ટ નંબર: ૦૨૨ - ૬૭૬૭૦૧૪૩ /

૦૨૨ - ૬૭૬૭૦૧૩૬ / ૯૮૩૩૮ ૦૬૯૮૩

Email. amitmaydeo@gmail.com

----------------

લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમીના + પોઇન્ટ

ક પેટ પર એક સેન્ટીમીટર જેટલાં કદના છિદ્ર કરવામાં આવે છે

ક ઝડપથી રાહત

ક એકાદ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે છે

ક અઠવાડિયામાં પુન: રોજિંદી ક્રિયા કરી શકો છે

ક પીડારહિત અથવા તો અલ્પ પ્રમાણમાં પીડા

ક આજીવન લાભદાયક

-----------------

રેડ એલર્ટ

પિત્તાશયની પથરીનો વહેલી તકે ઇલાજ ન કરવામાં આવે તો પિત્તાશય ફાટવાની અથવા તો પિત્તાશયનું કૅન્સર થવાની સંભાવના છે...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

633kA85
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com