15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભેટની પસંદગી કઈ રીતે કરશો?

દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, ખુશીઓની આપ-લે કરવાનો પર્વ. હવે છેલ્લાં કેટલાક સમયથી તેમાં એક નવો ઉમેરો થયો છે અને આ ઉમેરો એટલે અરસપરસ ભેટ આપવાનો. મોટાભાગે લોકો ભેટમાં ચોકલેટ, મીઠાઈ કે ડ્રાયફ્રૂટ્સ આપવાનું પસંદ કરતાં હોય છે, પણ હવે તેમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આજે આપણે વાત કરીશું કેટલીક એવી ઉપયોગી ગિફ્ટ્સ વિશે કે તમારા નિયર અને ડિયર વન્સને પસંદ પણ આવશે અને તેઓ તમને એ ભેટના માધ્યમી હંમેશાં યાદ પણ રાખશે.

ૄ તમારા ઘરમાં નાનાં બાળકો હોય તો તેમને પિગી બૅન્ક ભેટમાં આપો અને તેને જણાવો કે તેની પોકેટ મનીમાંથી બચેલાં કે પછી કોઈ વડીલે શુકન તરીકે આપેલા પૈસા પિગી બૅન્કમાં નાખે. આ અનોખી ભેટના માધ્યમથી તમે એની અંદર સેવિંગ્સનો મહત્ત્વનો ગુણ વિકસાવી શકશો. જ્યારે પિગી બેન્ક ભરાઈ જાય ત્યારે તેમાંથી જ તેને કોઈ વસ્તુ કે ભેટ લઈ આપો.

ૄ અત્યારે જમાનો પર્સનલાઈઝ્ડ ગિફટ્સનો. પર્સનાઈઝ્ડ ગિફટ્સ બધાને પહેલી પસંદ બની રહી છે. આ પ્રકારની ગિફ્ટ્સમાં તમારી પાસે ઢગલો વિકલ્પો છે, જેમ કે ડાયરી, પેન, વોટર બોટલ, પેન સ્ટેન્ડ, ફોટોફ્રેમ, કિચેઈન, મોબાઈલ કવર, કપ વગેરે વગેરે.

ૄ દિવાળીમાં કોઈને દીવા કે સેન્ટેડ કેન્ડલ્સ ભેટમાં આપવું એ શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આવું કરીને તમે એ વ્યક્તિના જીવનમાં પ્રકાશ અને સુવાસ ફેલાવી શકો છો.

ૄ જો ઘરના કોઈ વડીલને ભેટ આપવી હોય અને શું આપવું એવી મૂંઝવણ થઈ રહી હોય તો ધાર્મિક પુસ્તક કે પછી ભગવાનની નાની પ્રતિમા તેમને ભેટમાં આપી શકો છો. બસ આ ભેટ આપવી વખતે એટલું જ ધ્યાનમાં રાખવું કે જે પણ પ્રતિમા તમે પસંદ કરો છો એ તેના ઉગ્ર અવતારમાં ના હોવી જોઈએ.

ૄ બહેનપણી કે ઘરની કોઈ અન્ય મહિલા સદસ્યને ભેટ આપવી હોય તો બ્રાન્ડેડ જ્વેલરી કે એસેસરીઝ આપી શકાય. મહિલાઓને આમ પણ જ્વેલરી પ્રત્યે એક આગવું આકર્ષણ હોય છે એટલે આ આઈડિયા તો એવરગ્રીન ગણાય.

ૄ તમારાથી નાના હોય એવા સભ્યને કે વ્યક્તિને તમે ભેટમાં ઘડિયાળ આપી શકો છો. હમણાં તો બજારમાં જાત જાતની ઘડિયાળ આવી છે, તેમાં કપલ વૉચ, પર્સનલાઈઝ્ડ વૉચ, લિમિટેડ એડિશન, ડિજિટલ વૉચ, ટચસ્ક્રીન વગેરે વગેરે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0p7D83Ng
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com