15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વરઘોડો નહીં, પણ ક્ધયારથ



દિવાળી સારી રીતે સંપન્ન થઇ. હવે રૂમઝુમ કરતી દેવદિવાળી આવશે. આ દિવસે ધામધૂમથી તુલસી વિવાહ ઉજવાઇ ગયા પછી લગ્નની સિઝન શરૂ થશે. જોકે, આજકાલ ઘણા લોકો પરંપરાગત લગ્નવ્યવસ્થાથી હટીને કંઇક અલગ રીતે લગ્નપ્રસંગો ઉજવે છે. એમાંય ઘણા લોકો તો સમાજને સંદેશ આપતું કાર્ય કરીને પોતાના લગ્નને વધુ યાદગાર બનાવતા હોય છે.

તાજેતરમાં જ રાજસ્થાનમાં અલવર ખાતે એક અનોખા લગ્ન થયા. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા વરઘોડો કાઢીને ક્ધયાને પરણવા જતા હોય છે, પણ આ લગ્નમાં ક્ધયા જાન લઇને મુરતિયાના ઘરે પરણવા ગઇ હતી. વળી લગ્નસ્થળે ગોર મહારાજ હાજર ન હતાં, પણ તેમના સ્થાને દેશનું સંવિધાન ગોઠવવામાં આવ્યું હતું. આ સંવિધાનની સાક્ષીએ ફેરા પૂરા કર્યા બાદ મહેમાનો પાસેથી ગિફ્ટ કે ચાંલ્લો ન લેતાં, ઊલટાનું તેમને પુસ્તકો, સંવિધાનની એક નકલ અને છોડ ભેટમાં આપવામાં આવ્યા હતા.

આટલું ઓછું હોય તેમ આ લગ્ન ઇકોફ્રેન્ડલી બનાવવા માટે ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. અલવરથી ૨૦ કિમી. દૂર આવેલા ગામમાં અજય જાટવ અને બબિતા આ રીતે લગ્નબંધનમાં બંધાયા હતા. બબિતા રથમાં સવાર થઇને અજયના ઘરે પહોંચી હતી. બબિતા કહે છે કે,‘ અજય અને હું સ્ત્રી-પુરુષ સમાનતામાં માનીએ છીએ અને તેનો સંદેશ આપવા માટે જ કંઇક નવું કરવા માગતા હતા. હું ખુશ છું કે અમને અમારા પરિવારે આ રીતના લગ્ન કરવા માટે અનુમતિ આપી. લોકો હવે આ રીતના લગ્નની ચર્ચા કરી રહ્યા છે. મને આશા છે કે આમ કરવાથી ઘણા લોકોને પ્રેરણા મળશે,’ બબિતા જે રથ પર સવાર થઇને અજયના ઘરે પહોંચી તે રથની બીજી એક વિશેષતા એ હતી કે એક તરફ બાબાસાહેબ આંબેડકર અને બીજી બાજુ ગૌતમ બુદ્ધની તસવીર પણ લગાડવામાં આવી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે આ એક તે ક્ષેત્રમાં એક દલિત કપલ દ્વારા આપવામાં આવેલો મજબૂત સંદેશ હતો જ્યાં અગાઉ લગ્ન સમયે દલિતોના ઘોડી પર બેસવા પર વિવાદ અને મારપીટ થયાં હતાં.

કરોલી ગામના સરપંચ રાજુ પંડિતે પણ આ જાતના લગ્નની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અજય અને બબિતાએ આ ગામમાં પુસ્તકાલય શરૂ કરવા માટે પણ રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતના પુસ્તકો દાનમાં આપ્યા હતાં. તે ઉપરાંત લાઇબ્રેરીના મેઇન્ટેનન્સ માટે પણ પૈસા દાનમાં આપ્યા હતા જેનાથી જલદી અહીંના એક સરકારી મકાનમાં પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. આ લગ્ન ખરેખર અનોખા હતાં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l85154
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com