18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માર્ગ અકસ્માતની વધતી જતી સંખ્યા ચિંતાજનક

વાચકની કલમે-- અશ્ર્વિનકુમાર કારીઆ - પાલનપુરમાર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામતા નિર્દોષ માનવીઓની સંખ્યા છેલ્લા એક દસકામાં ડબલ એટલે કે વાર્ષિક દોઢ લાખની થઈ ગઈ છે. અહીં આપણે સડક પર કોઈ વાંકગુના વગર હોમાતા માનવીઓની જ વાત કરીએ છીએ. આગ, પૂર, ભૂસ્ખલન, રેલવે અકસ્માતનો ભોગ બનતા લોકો વિશે હરફ ઉચ્ચારતા નથી. ફકત ગુજરાત પૂરતી વાત કરીએ તો દરરોજ ૧૩ વ્યક્તિઓનો માર્ગ અકસ્માતમાં ભોગ લેવાય છે અને ૨૩ વ્યક્તિઓ ઘાયલ થાય છે. આ દુ:ખદ નજારો હોવા છતાં નથી તંત્રની કે નથી લોકોની ઊંઘ ઊડતી. હા, આમાં એક અપવાદ જરૂર છે અને તે છે તામિલનાડુ રાજ્યનો, ત્યાં કોઈ પણ માર્ગ અકસ્માત વખતે રાજ્યની પોલીસ સાથે કે તે પહેલા પી.ડબ્લ્યુ.ડી.ની એક ટીમ સ્થળ પર પહોંચી જાય છે અને અકસ્માતના સ્થળે માર્ગ પર કાંઈ ખરાબી કે ભયજનક ઢોળાવ કે અન્ય ખામી હોય તો તત્કાળ દૂર કરે છે અને તેનાથી અકસ્માતના પ્રમાણમાં સારો એવો ઘટાડો નોંધાયો છે.

અકસ્માતનાં કારણોની અનેક વખત છણાવટ થઈ છે, છતાં પુન: દૃષ્ટિપાત કરીએ તો આ મુખ્ય કારણો જણાવી શકાય: યાંત્રિક ખામી, બેફામ ગતિ, દારૂનો નશો, ઓછી ઊંઘ, રસ્તાની ખરાબી કે અચાનક દેખા દેતા બમ્પ, રસ્તા વચ્ચે અચાનક ટપકી પડતાં ઢોર, વાહન ચલાવતાં સાથી મુસાફર સાથે કે ફોન પર વાત કરવી, વળાંક વખતે કે ચાર રસ્તે સાવચેતીનો અભાવ, ઝડપથી પહોંચવાની ઉતાવળ માનસ પર સવાર, કૌટુંબિક તકરાર કે ધંધામાં ખોટ જેવો કોઈ તનાવ.

રાજ્યે લોકોને પાણી અને આરોગ્ય સેવા પૂરી પાડવાની સાથે બીજી કોઈ ચિંતા કરવા જેવી હોય તો તે અકસ્માત નિવારણની હોવી જોઈએ. ગુજરાત રાજ્યે થોડા સમય અગાઉ ઘાયલ વ્યક્તિ માટે રૂ. ૫૦,૦૦૦/- સુધી કોઈ પણ દવાખાનામાં નિ:શુલ્ક સારવારની જોગવાઈ કરેલી છે, પરંતુ પ્રાથમિકતા અકસ્માતો અટકાવવાને મળવી જોઈએ. તબીબી સારવારમાં મળતી સરકારી સહાયમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તે ભાગ્યે જ કોઈથી અજાણ્યું છે, પરંતુ તે અલગ મુદ્દો છે. ખરેખર સરકારે તમામ (તાકીદ સિવાયના) વિકાસ મુદ્દાઓને બાજુ પર રાખીને આ સમસ્યા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય ક્યારનોયે આવી ચૂક્યો છે. સરકાર નીચેનાં પગલાં લઈ શકે:

ૄ અકસ્માતની શક્યતાઓ તેમ જ લેવાતી સાવચેતીઓની ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરીને સમગ્ર રાજ્યમાં પ્રદર્શિત કરવી જોઈએ. જુદા જુદા શહેરોના રોટરી, લાયન્સ, યુવક મંડળો, માહિતી ખાતાને આ કામ સોંપી શકાય છે. જે શહેરોમાં શહેરી બસ સેવા ન હોય ત્યાં શરૂ કરવી જોઈએ. ગ્રામ વિસ્તારોને જોડતી શહેરી બસ સેવા પણ શરૂ કરવી જોઈએ.

ૄ અકસ્માતમાં મૃત્યુ પામનારનું મૃત્યુ કેટલું કરુણ અને ઘાયલ થનારનું જીવન કેટલું દોઝખ બની જાય છે તે વિશે જાગૃતિ પેદા કરતાં ચિત્રો, પોસ્ટરો, ફિલ્મો તૈયાર કરવી જોઈએ.

ૄ ટ્રાફિક પોલીસ સંખ્યામાં ઓછામાં ઓછો ૨૦૦ ટકા વધારો થવો જોઈએ. મુશ્કેલી એ છે કે રાજ્યને આ બાબતની અગ્રતા કે ચિંતા જ નથી. દરેક ૫-૧૦ કિલોમીટરના અંતરે ટ્રાફિક પોલીસની હાજરી હોવી જોઈએ, જે બેફામ ગતિ રોકે, નશો કરેલ ડ્રાઈવરને ઉતારે, ઓવરલોડિંગ ટ્રકને દંડ કરે અને દરેક ચાર રસ્તે ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મીઓની હાજરી હોવી જોઈએ.

ૄ કાગળ પર આર.ટી.ઓ.માં એજન્ટ પ્રથા નાબૂદ થઈ છે. વાસ્તવમાં તે હજુ ચાલુ છે, એમ કહેવાય છે કે લાગવઘ દાવનારને ઘેર બેઠા લાઈસન્સ મળી જાય છે. આ સાચુ હોય તો શરમજનક છે અને તેનો અંત આવવો જોઈએ.

ૄ લાઈસન્સ જારી કરતાં અગાઉ વાહન કાળજીથી ચલાવવા તેમ જ અકસ્માત ટાળવા બાબત ફરજિયાત તાલીમ શિક્ષણ આપવું જોઈએ. વાહનચાલકોને દર વર્ષે કે બે વર્ષે આવી તાલીમ આપતા રહેવું જોઈએ. કેટલાક કિસ્સાઓમાં કોઈ કુટુંબ પાસે દ્વિ ચક્રી સહિત ૪ થી ૬ વાહનો હોય છે. કુટુંબ દીઠ વાહનોની સંખ્યા પર મર્યાદા હોવી જોઈએ.

ગુજરાતના મોટાભાગના ગ્રામ વિસ્તારોમાં એક જીપ કે વાહનમાં ૨૫-૩૦ મુસાફરો બેસાડાય છે. સ્કૂલ રિક્ષામાં પણ હકડેઠઠ બાળકો ભરાય છે. કોઈ રોકટોક વગર બેફામ આ બધું ચાલતું રહે છે તેની પાછળનું કારણ કમાવાની લાલચ અને ભ્રષ્ટાચાર છે. આનો અંત કેવી રીતે લાવી શકાય તે અંગે તંત્રે નાગરિક સંગઠનો સાથે સંવાદ યોજવો જોઈએ. જાહેર પરિવહન વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ.

ટ્રાફિક શિસ્ત બાબતમાં પ્રજા પોતે ઘણી બેદરકાર છે, પોતાનો કે અન્યનો ભોગ લેવાશે તેનો વિચાર કર્યા વગર વાહન ચલાવે છે. પ્રજાકીય મંડળો કે સેવાભાવી સંસ્થાઓએ સરકાર અકસ્માત નિવારણને પ્રાથમિકતા આપે તે માટે ઝુંબેશ ચલાવવી જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

KsJ8O5A0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com