15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આવો ઓળખીએ દેશની અંદર દેશ

વિશ્ર્વના સૌથી ટચૂકડા દેશની એક મજેદાર વાત પહેલા જ જણાવી દઇએ. આ દેશ એક શહેરની અંદર વસે છે. આશ્ર્ચર્યમાં પડી ગયા ને? હા, એ હકીકત છે. ઇટલીની રાજધાની રોમની અંદર આ ટપકા જેવડો દેશ આવેલો છે. વસતિ અને ક્ષેત્રફળના આધારે વેટિકન સિટી વિશ્ર્વનો સૌથી નાનો દેશ છે. ઇટલી સાથે બે માઇલની વર્તુળાકાર સીમા ધરાવતા આ દેશનું કુલ ક્ષેત્રફળ આશરે ૧૦૦ એકર છે. આપણી ગ્રામ્ય ભાષામાં આ વિસ્તાર આશરે ૪૦૦ વીધા જેટલો માંડ થાય. એક દેશના વિસ્તાર માટે તો આ બહુ જ નાનો આંકડો કહેવાય. અહીં રાજાશાહી છે અને ધર્મગુરુ પોપ એના વડા છે. ટચૂકડો દેશ હોવા છતાં તેનો પોતાનો આગવો ધ્વજ છે અને પોતીકું રાષ્ટ્રીય ગીત સુધ્ધાં છે. આપણો વેપારીવર્ગ રાજી થાય એવી વાત એ છે કે અહીં ટૅક્સેશનની કોઇ વ્યવસ્થા નથી. ૨૦૧૧ની ગણતરી મુજબ વેટિકનની વસતિ ૫૯૪ હતી જેમાં ૧૨૩ ચર્ચ સાથે સંકળાયેલી વ્યક્તિ અને ૫૧ સ્વીસ સુરક્ષા રક્ષકોનો સમાવેશ છે. મજાની વાત એ છે કે દેશના આશરે બાવન ટકા લોકો વિદેશમાં વસવાટ કરે છે. અન્ય એક રસપ્રદ વાત એ છે કે આ ખોબા જેવડા દેશમાં પાંચથી વધુ ભાષાનું ચલણ છે. અહીં માત્ર એક રમત રમાય છે, ફૂટબૉલ.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8832O4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com