28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ધ કેલ્પીઝના મજેદાર રસ્તા પર

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીસ્કોટિશ વાર્તાઓ વાંચીન્ો અન્ો હાઇલેન્ડ્સમાં રખડીન્ો કોઈ પણ માણસ ત્યાંના કાલ્પનિક જીવોથી કઈ રીત્ો અજાણ રહી શકે. ત્ોમાંય લોખ ન્ોસ પાછળ ઘણો સમય વિતાવ્યા પછી કેલ્પીનો વારો આવે ત્યારે સમય નથી એવું બહાનું તો ન જ કરાય. સ્કોટિશ કાલ્પનિક જીવોથી પ્રેરણા લઈન્ો, બાકીની દુનિયાનાં ફેન્ટસી ક્રિચર્સ ભેગાં કરીન્ો હેરી પોટર સિરીઝની ખ્યાતનામ લેખિકા જે. કે. રોલિંગ્ો ‘ફેન્ટાસ્ટિક બિસ્ટ્સ એન્ડ વ્હેર ટુ ફાઇન્ડ ધેમ નામે આખી બીજી સિરીઝ લખી નાખી છે. કેલ્પીનો પહેલો ઉલ્લેખ ત્ોમાં જ વાંચ્યો હતો.

મારા સહ પ્રવાસીઓન્ો આ પુસ્તક કે જીવ વિષે કોઈ માહિતી ન હતી. સ્વાભાવિક છે ત્ોમન્ો માત્ર કોઈ કાલ્પનિક પ્રાણીનું સ્ટેચ્યૂ જોવા બ્ો કલાકની ડ્રાઇવ પર લઈ જવામાં ઘણી મજાકો સહન કરવી પડે, પોતાના પર હસવાની પણ તકલીફ ઉઠાવવી પડે. પણ છેલ્લે જ્યારે સાઇટ મળશે ત્યારે આ જ કજિયો કરનારાં મુસાફરો ફોટા પાડવામાં અન્ો કેવું ભવ્ય સ્ટેચ્યૂ છે એવી વાતોમાં ઓળઘોળ થઈ જશે એની મન્ો ખાતરી હતી. જોકે ત્ોમન્ો આ પ્લાનમાં શંકા હોય ત્ો હું સમજી શકું છું. કારણ કે પોપ કલ્ચરમાં કેલ્પી લોખ ન્ોસ મોન્સ્ટર જેટલી લોકપ્રિયતા નથી પામી. જોકે ઘણાં એવું જરૂર માન્ો છે કે લોખ ન્ોસમોન્સ્ટ દર જ એક કેલ્પી છે. આ લોકવાયકાઓના મૂળમાં જળચર ડાયનોસોર હોઈ શકે.

એડિનબરા પહોંચતાં પહેલાં કેલ્પીના સ્ટેચ્યુ માટે એવો રસ્તો લેવાનો હતો જે ઘણાં રસપ્રદ સ્ટોપ્સથી ભરેલો હતો. ફાલ્કલેન્ડથી નીકળીન્ો એક પ્લાન નજીકમાં જ લોમોન્ડ હિલ્સ રિજનલ પાર્કની ગ્રિનરીમાં હાઇક કરવા જવાનો હતો. ત્ો પ્લાનન્ો માળિયે ચડાવીન્ો અમે ધનાધન કેલ્પી તરફ આગળ વધી રહૃાાં હતાં. અન્ો આ લોમોન્ડ હિલ્સ પાર્ક પાસ્ોથી પસાર થવામાં પણ ઘણા કુદરતી પ્ોનોરમાની મજા મળી રહી હતી. પાર્કની લીલોતરી ઉપરાંત નાનકડા લોખ લેવનનો લેન્ડસ્કેપ પણ ત્યાં રોકાઇ જવાની ઇચ્છા થઈ જાય ત્ોવો સુંદર હતો.

થોડે આગળ નોકહિલ રેસિંગ સર્કિટ પણ આવી. સ્કોટલેન્ડ ખરેખર ક્રિકેટ અન્ો ફૂટબોલ સિવાયના સ્પોર્ટ્સમાં પણ ઘણું ઊંડું ખૂંપ્ોલું છે. ખરું જોવા જાઓ તો વેધર સાવ ભીનું અન્ો ભંગાર હોવા છતાં આ પ્રદેશમાં સૌથી વધુ આઉટડોર એક્ટિવિટીઝ થાય છે. હાઇક પર આમ જ નીકળી પડવું તો અહીં સાવ સામાન્ય લાગતું હતું. વળી એટલું પ્ાૂરતું ન હોય ત્ોમ અહીં જર્મનીની જેમ જ કૂતરાઓનો પણ અલગ વટ હતો. જ્યાં જાઓ ત્યાં લોકો પોતાનાં કૂતરાં લઈન્ો ચાલવા નીકળેલાં દેખાતાં હતાં.

ત્ોમાંય લોખ લેવન પાસ્ો જરા રેસ્ટ લેવાં રોકાયાં ત્યારે તો મન પ્રશ્ર્નોથી એવું ઊભરાતું હતું કે રહી શકાયું નહીં. દરેક માણસ પાસ્ો કમ સ્ો કમ બ્ો કૂતરાં હતાં. એક બહેનન્ો હેલો કરીન્ો પ્રશ્ર્ન પ્ાૂછી જ લીધો. અહીં કોઈની પાસ્ો માત્ર એકજ કૂતરું કેમ નથી દેખાતું? બહેન્ો ઉત્સાહથી ક્હૃાું, અહીં એકલું કૂતરું એકાંતથી ડિપ્રેસ થઈ જાય. અહીં વેધરના કારણે પ્રમાણમાં ઓછું બહાર રહી શકે છે. એટલે માણસ કમસ્ોકમ બ્ો કૂતરાં તો રાખે જ. આ બાબતમાં જર્મનો સ્કોટ્સથી અલગ છે. જર્મનોન્ો પોતાની કે કૂતરાંની એકલતાની સામે જરાય વાંધો નથી. ત્ો પછી કેલ્પી સુધી પહોંચવામાં કૂતરાઓની ઘણી વાતો ચાલી.

એમ જ રસ્તામાં કિનરોસ હાઉસ એસ્ટેટ આવી. જોકે ત્ોન્ો માત્ર દૂરથી જ જોવાનું શક્ય હતું. ત્ોમાં વળી ટલીબોલકાસલન્ો જોઇન્ો તો લલચાઈ જવાયું. કારણ કે આ સ્કોટિશ મિની કાસલ આકર્ષક તો હતો જ, ત્ોન્ો હોટલમાં ક્ધવર્ટ પણ કરવામાં આવ્યો છે. એટલે ત્ો રાત્ો એડિનબરા નજીક એપાર્ટમેન્ટ બુક્ડ ન હોત તો ત્યાં જ રોકાઈ ગયાં હોત. ત્ો પછી કેમ્પબ્ોલ કાસલ આવ્યો. ટલીબોલ અન્ો કેમ્પબ્ોલ વચ્ચે માંડ પંદર મિનિટનું અંતર હતું, પણ ટલીબોલ ૧૭મી સદીનો હતો અન્ો કેમ્પબ્ોલ પંદરમી સદીનો. બંન્ો વચ્ચે બ્ો સદીનું પણ અંતર હતું. એવામાં કેમ્પબ્ોલ કાસલ તો બિસ્માર હાલતમાં ખંડેર બની ચૂક્યો હતો, પણ ત્ોનું લોકેશન એવું હતું કે ત્યાં પણ અમે નાનકડી લટાર મારવા નીકળી જ પડ્યાં.

આ કોઈ સ્થળો અમારા લિસ્ટ પર ન હતાં, અન્ો કોઈ રેકમેન્ડેશન લિસ્ટ પર પણ ન હતાં. કેલ્પીનો રસ્તો આવાંછૂપાં રત્નોથી ભરેલો હતો ત્ો કલ્પના ન હતી. આ રૂટ પર સમરમાં બ્રિટિશરો ફરતાં ફરતાં પહોંચી જાય છે, પણ ત્ો સતત ટૂરિસ્ટથી ભરેલો નથી. કાસલ કેમ્પબ્ોલ પર તો અમારાં અન્ો કૂતરાંઓ સાથે ચાલવા નીકળેલાં લોકો સિવાય કોઈ ન હતું. નજીકમાં ઘણા ભવ્ય પાર્સોન્ોજ, મેનર હાઉસ અન્ો કાસલ્સન્ો હોટલમાં ફેરવવામાં આવ્યાં હતાં. અહીં કેલ્પી નજીક આવતાં હોટલોનું પ્રમાણ એટલું વધી ગયું કે અહીં ટૂરિસ્ટ કેટલાં આવતાં હશે ત્ોની ક્લ્પના કરવાની જરૂર ન રહી. સાથે માહોલ પણ હતો ત્ોનાથી પણ વધુ સુંદર અન્ો પ્રવૃત્તિસભર બની ગયો. ફોર્થ નદી વટાવીન્ો કેલ્પીની સાઇન્સ તરફ ગાડી આગળ વધી. હાઇ વે પરથી જ ઘોડાનાં માથાંઓનું ભવ્ય સ્ટેચ્યૂ દેખાવા તો લાગ્યું પણ ત્યાં પહોંચવા માટેની એક્ઝિટ મળી નહીં. અમે થોડાં આગળ નીકળી ગયાં.

ધ હેલિક્સ - હોમ ઓફ ધ કેલ્પીઝના પાર્કિંગ સુધી પહોંચવામાં અમે એટલું ગોળ ગોળ ફર્યાં કે અંધારું થવા

આવી ગયું. અંત્ો જ્યારે પાર્કિંગ સુધી પહોંચ્યાં તો લાગ્યું કે સારું થયું મોડું થયું. કારણ કે ત્યાં કેલ્પીના ભવ્ય માથાંનાં સ્ટેચ્યૂ અન્ો એક પાર્ક સિવાય સાધારણ ફાલ્કિર્ક ગામની દુકાનો છે. અહીં કોઈ પ્રવૃત્તિ કે સાઇટ સીઇંગમાં લાંબી વાર લાગ્ો ત્ોવું કશું નથી. જોકે થોડો સમય તો આ કેલ્પીનાં હોર્સ હેડ્સ કેટલાં મોટાં છે ત્ોન્ો સમજવામાં ગયો. માત્ર ૩૦ મીટર ઊંચું ઘોડાનું માથું જ્યારે અંધારામાં રોશનીથી ચમકવા લાગ્યું ત્યારે ત્યાં આવવાનો સમય વધુ યોગ્ય લાગવા માંડેલો. ક્લાય્ડ એન્ડ ફોર્થ કેનાલન્ો પણ આ સ્ટેચ્યૂ આસપાસના પાર્કનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. સ્કોટિશ શિલ્પી એન્ડી સ્કોટે આ સ્ટેચ્યૂ ૨૦૧૩માં જ બનાવ્યું છે. સ્કોટલેન્ડની સૌથી જૂની લોકવાયકાન્ો કદાચ ત્યાંનાં સૌથી નવાં સ્ટેચ્યૂમાં, નવી ટેકનોલોજી સાથે કંડારાયેલું જોઈન્ો લાગતું હતું કે વાર્તાઓન્ો સમય વધુ રસપ્રદ બનાવી દેતો હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6W6cI8B
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com