18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વડાલામાં હાઈ ટૅન્શન ટાટા પાવરમાં સ્પાર્ક થતા છ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વડાલામાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઘર પર ટાટાના ઓવરહેડ ઈલેક્ટ્રિસિટી વાયરમાં સ્પાર્ક (તણખો) થઈને લાગેલી આગને કારણે ચાર બાળકો સહિત બે મહિલામાં જખમી થઈ હોવાનો વિચિત્ર બનાવ બન્યો હતો. ફાયરબ્રિગેડના કહેવા મુજબ વડાલામાં સૉલ્ટ પૅન રોડ પર અષ્ટવિનાયક ક્રીડા મંડળ નજીક ગણેશ નગરમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળનું ઘર આવેલું છે. બપોરના લગભગ બે વાગ્યાની આસપાસ આ ઘરની ઉપરથી પસાર થતા હાઈ ટૅન્શનના ટાટાના ઓવરહેડ ઈલેક્ટ્રિસિટી વાયરમાં તણખો ઝર્યો હતો અને તેને કારણે ઘરના ઉપરના માળા પર રહેલા ઈલેક્ટ્રિક વાયર અને ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશનમાં આગ ફાટી નીકળી હતી. ઘરના માળિયા પર લાગેલી આગને કારણે તે સમયે ઘરમાં રહેલા બાળકો સહિત મહિલાઓ દાઝી ગયાં હતાં. ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આજુબાજુના લોકો તેમને સારવાર માટે કે.ઈ.એમ. હૉસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાથી તેમને સાયન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે રહેલી એક બિલાડી પણ મૃત્યુ પામી હતી.

---------------------------

એક બેગને કારણે હાર્બર લાઇનની ટ્રેનસેવા ખોરવાઇ



મુંબઈ: નવી મુંબઈમાં વાશી રેલવે સ્ટેશન ખાતે બુધવારે સવારે સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેનના એક કોચના પેન્ટ્રોગ્રાફમાં આગ લાાગતા હાર્બર લાઇનની ટ્રેનસેવા ખોરવાઇ હતી. ટ્રેન રેલવે સ્ટેશનમાં દાખલ થઇ રહી હતી તે દરમિયાન સવારે સાડા નવ વાગ્યે એક અજ્ઞાત વ્યક્તિએ કોચના પેન્ટોગ્રાફ પર બેગ ફેંકતા આગ લાગી હોવાની માહિતી રેલવેને અધિકારીએ આપી હતી. બનાવને પગલે સીએસએમટીથી પનવેલ વચ્ચેની હાર્બર લાઇનની ટ્રેનસેવા થોડા સમય માટે ખોરવાઇ હતી.

આ અંગે મધ્ય રેલવેએ ટ્વીટ કર્યું હતું કે ‘વાશી રેલવે સ્ટેશન ખાતે પીએલ-૪૯ સીએસએમટી-પનવેલ લોકલના પેન્ટોગ્રાફ પર અજ્ઞાત વ્યક્તિ દ્વારા બેગ ફેંકવામાં આવતા આગ લાગી હતી. આને કારણે ૧૨ મિનિટ સુધી ટ્રેનને સ્ટેશન પર જ ઊભી રાખવામાં આવી હતી. જે કોચના પેન્ટોગ્રાફમાં આગ લાગી તે કાઢીને તેને કારશેડમાં મોકલવામાં આવ્યો હતો.

રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ બનાવમાં કોઇ પ્રવાસીને ઇજા પહોંચી નહોતી. જોકે, પનવેલની દિશામાં દોડતી ગાડીઓ ૧૦થી ૧૫ મિનિટ વિલંબથી દોડી રહી હતી. આ બેગ કોની હતી, તે કેવી રીતે પેન્ટ્રોગ્રાફ પર પડી, આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ટ્રેનસેવા ખોરવાઇ નહીં તે માટે પ્રવાસીઓએ બેગ અથવા અન્ય વસ્તુ ટ્રેન પર ફેંકવી નહીં, એવી વિનંતી મધ્ય રેલવે દ્વારા કરવામાં આવી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p73UO8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com