31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

પુષ્કર્ણા બ્રાહ્મણ

દોલતરામ લાલજી જોષી (ઢાંકી) (ઉં.વ. ૮૬) તે સ્વ. જયાબહેનના પતિ. સ્વ. મણિબાઈ લાલજી ઢાંકીના પુત્ર. લક્ષ્મીબહેન ત્રિકમદાસ હર્ષના જમાઈ. નીતા, હરેશ, રોહિત, સરલા મુકેશભાઈ ત્રિવેદી, સુશિલાના પિતા. સ્વ. પુષ્પાબહેન સુંદરદાસ બોડાના ભાઈ ૮-૧૦-૧૯ મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૦-૧૦-૧૯ના ૫ થી ૬. સ્થળ: એ-૪૦૪, નિર્માણ શિવભક્તિ સોસાયટી, આકુર્લિ ક્રોસ

રોડ નં. ૧, સાઈબાબા મંદિર સામે, કાંદિવલી પૂર્વ.

કચ્છી રાજગોર બ્રાહ્મણ

રાયધણજર હાલ (કાલિના) ગં.સ્વ. ધનબાઈ (ભાગીરથી) ચુનીલાલ દેવજી નાકર (ઉં.વ. ૭૮) ૪-૧૦-૧૯ને શુક્રવારના શ્રીજીચરણ થયેલ છે. ગામ લઠેડીના ભગવાનજી કાનજી ઉગાણીના સુપુત્રી તે સ્વ. ખરાશંકર, સ્વ. મયાશંકર, સ્વ. વેજબાઈ ગૌરીશંકર, સ્વ. લક્ષ્મીબાઈ ઉમ્યાશંકર, સ્વ. રૂખમણીબેન પ્રાણજીવન, શિવશંકરના ભાભી. સ્વ. મહેશભાઈ, અશોકભાઈ, નિતા હરેશ મોતાના માતુશ્રી. ગં.સ્વ. ગીતાબેન, દક્ષાબેનના સાસુ. અજય, અમીત, જીનલ સંજય રાજગોરના તથા સ્વ. વિશાલના દાદી. પ્રાર્થના ૧૦-૧૦-૧૯ ગુરુવારના ૫ થી ૭. સ્થળ: શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, સમાજ ભવન, જોષી લેન, એમ.જી. રોડ, ઘાટકોપર (પૂ).

દશા મોઢ વણિક

મુંબઈ ભૂપેન્દ્ર નાનાભાઈ પારેખ તે સુધાબેનના પતિ ૭-૧૦-૧૯ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. સંધ્યા, અંબરીષ, પરેશના પિતા. સનત, હેમલ, કેતકીના સસરા. કેયુર, વિશાલ, તન્વી, ઉજ્જવલ, ભાવિક, કરિશ્માના દાદા. પ્રાર્થનાસભા ૧૧-૧૦-૧૯ શુક્રવારે ૫ થી ૭. નિવાસસ્થાન: અશોક ગાર્ડન, ક્લબ હાઉસ, બેન્કવેટ હોલ, ટોકરશી જીવરાજ રોડ, શિવરી, મુંબઈ-૧૫.

રાજ્ય પુરોહિત બ્રાહ્મણ

જામનગર (હાલ ઘાટકોપર) સ્વ. મુકતાબેન પ્રાગજી જોશી (ગોપીયાણી)ના પુત્ર પંકજભાઈ (ઉં.વ. ૬૫) રવિવાર ૬-૧૦-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રવિણભાઈ, ભાનુભાઈ, જયશ્રીબેન, જસ્મીના યોગેશ નાકરના ભાઈ. જશવંતીબેનના દિયર. કાશ્મીરા-દીપેશ, કેતન-મનિષા, અમીત-જાનકી, જીગ્ના-જીગ્નેશના કાકા. કેવિનના મામા. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૦-૧૦-૧૯ના ૪.૩૦ થી ૬. ઠે. લક્ષ્મીનારાયણ મંદિર, ગાંધી માર્કેટની સામે, એમ.જી. રોડ, ઘાટકોપર (ઈસ્ટ). ચક્ષુદાન કરેલ છે.

વાલ્મિક કાયસ્થ

કુ. સરલા તે કુસુમબેન ચંદુલાલ બલસારીની સુપુત્રી (ઉં.વ. ૮૩) ૬-૧૦-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે અશોક, સુનિતિબેન દે. મહેતા, જયશ્રી હ. દૌલતજાદા, કુ. ઉષાના બેન. અ.સૌ. માલિનીના નણંદ. લૌકિક વ્યવહાર

બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. શાંતાબેન પદમશી દૈયાના પૌત્ર તે સ્વ. વિજયાબેન શિવજી દૈયાના સુપુત્ર ભરત (ઉં.વ. ૫૧) મોટી ભાડઈ (હાલ મુલુંડ) ૮-૧૦-૧૯ના રામશરણ પામેલ છે. આરતીના પતિ. મીતના પિતાજી. કલ્પના ભરતકુમાર આઈયા, રાજેશના મોટા ભાઈ. સ્વ. નર્મદાબેન જીતેન્દ્ર કારિયા (દેશલપર કંઠી)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૦-૧૦-૧૯ના ૫.૩૦ થી ૭. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર હોલ, ડૉ. આર.પી. રોડ, મુલુંડ (પ). લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ તે જ દિવસે આવી જવું.

કચ્છી લોહાણા

ગુંદીયાળી (હાલ ઘાટકોપર) ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૪) સ્વ. અર્જુન ધરમશી ખાંટના પત્ની. મિતેશ, નિતેશ, ધવલના માતુશ્રી. હીના, અમીતા, દીપાના સાસુ. સ્વ. સાકરબેન કાનજી ચંદેના પુત્રી. સ્વ. વિમળાબેન વિઠ્ઠલદાસ કારીયા, કરસનદાસ, સ્વ. કિશોરભાઈ, જયાબેનના બહેન ૬-૧૦-૧૯ના રવિવારે સ્વર્ગવાસ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૧૦-૧૦-૧૯ના ૫ થી ૭. ઠે. ઝવેરબેન પોપટલાલ ઓડિટોરિયમ, શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ). બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાનુશાલી

ગોધરા - કચ્છના ગં. સ્વ. ગંગાબેન પ્રાગજી વેલજી મંગે (ઉં.વ. ૯૬) તા. ૯-૧૦-૧૯ના હૈદરાબાદમાં રામશરણ પામેલ છે. પુત્રો ડો. દિલીપ, દિપક. પુત્રીઓ મૈયાબેન, ઈંદિરા, મધુરી. પુત્રવધૂઓ સચી, સરલા. જેઠ સ્વ. ઈશ્રવરદાસ. દિયર સ્વ. કલ્યાણજી, શિવજી વેલજી. માતૃપક્ષે સ્વ. માવજી જેઠાભાઈ ગોરી - મોટા રતાડીયા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. લીલાવંતીબેન હેમરાજભાઈ બારૂઆ ગામ કચ્છ ખોંભડી (હાલ મુલુન્ડ)ના સુપુત્ર કિર્તિભાઈ (ઉં.વ. ૬૨) તે પ્રીતિબેનના પતિ મંગળવાર ૮-૧૦-૧૯ના રામશરણ પામેલ છે. તે જયકિશન, હર્ષના પિતા. પૂજાના સસરા, ભગવતી હંસરાજ ગણાત્રા, સરોજ (આલા) ભરત રવાસિયાના ભાઈ. ભાગીરથી નારણદાસ માણેકના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૧૦-૧૦-૧૯ના ૫ થી ૭. સ્થળ: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાંઓએ તે જ દિવસે આવી જવું.

વાંઝા દરજી

અમરેલી નિવાસી હાલ ઘાટકોપર સ્થિત નરેશભાઈ મગનભાઈ કામોઠીની પુત્રવધૂ વિજયાલક્ષ્મી (ઉં.વ. ૪૪) તે રાકેશની ધર્મપત્નિ તા. ૮-૧૦-૨૦૧૯ના મંગળવારે ગોપાલચરણ પામેલ છે. તે સ્વ. રાજગોપાલની પુત્રી, તે બાબુના બહેન, મયુરના ભાભી, તે કિશોરભાઈ, ઉપેન્દ્રભાઈ, હેમેન્દ્રભાઈ, સંજયભાઈ, અમિતભાઈ, સ્વ. ગુણવંતીબહેન રમેશભાઈના પુત્રવધૂ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૦-૧૦-૨૦૧૯ના ૩થી ૫ દરમિયાન જખો હોલ, રાજ રાજેશ્ર્વરી બિલ્ડિંગ, શંકર મંદિરની બાજુમાં નવલ ડેપોની સામે, એલ.બી.એસ રોડ ઘાટકોપર ખાતે રાખેલ છે.

કચ્છી લોહાણા

રેહા ગુરજીવાલાના સ્વ. સાકરબેન દેવજીભાઈ ઠક્કર (પોપટ)ના પુત્ર વિજયભાઈ (ઉં.વ. ૬૯) તે દેવયાનીબેનના પતિ. રચનાબેન મનોજભાઈ ઠક્કર (પલણ), પુનિતના પિતા. પૂનમબહેનના સસરા ૮-૧૦-૧૯ના શ્રીરામચરણ પામેલ છે. અંજારવાળા સ્વ. મણીબેન ભગવાનદાસ લખધીરના જમાઈ. ભગવતીબેન, રોહિતભાઈ, રમેશભાઈ, મંજુલાબેન, મધુબેન, અતુલભાઈના ભાઈ. પ્રાર્થના ૧૦-૧૦-૧૯ના ગૌપુરમ (એસી હોલ), જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર.પી. રોડ, મુલુન્ડ (વે). ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ એજ દિવસે આવી જવું.

શ્રીમાળી સોની

કચ્છ અંજાર (હાલ કાંદિવલી) ગં.સ્વ. વનિતાબેન ગોવિંદભાઈ ઝીંઝુવાડીયા (ઉં.વ. ૬૮) તે નિમેષભાઈના માતા. નિમિષાબેનના સાસુ. સ્વયમ, અનવીના દાદી ૭-૧૦-૧૯ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૦-૧૦-૧૯ ગુરુવારના ૪ થી ૬. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટા ઉપાશ્રય), ૫મે માળે, એસ.વી. રોડ, કચ્છી લોહાણા મહાજન વાડીની સામે, કાંદિવલી (વેસ્ટ).

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ

વેરાડ (હાલ વિરાર) સ્વ. રશ્મીબહેન (ઉં.વ. ૬૭) ૫-૧૦-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે રમેશચંદ્ર નવલરામ મહેતાના ધર્મપત્ની. દેવેશભાઈ, પરીમલભાઈના માતા. કોમલબહેન, મેધનાબહેનના સાસુ. દીર્ધા, સિધ્ધી, મહેક, હેરંબના દાદી. પ્રાર્થનાસભા ૧૦-૧૦-૧૯ના ૪ થી ૬. સ્થળ: રીઝર્વગ્રોવ કો.હા.સો. હોલ, ગોવિંદનગર, આગાસી રોડ, બોલિંજ, વિરાર (વેસ્ટ).

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

મીઠાપુર હાલ દહિસર ગોદાવરીબેન (ઉં. વ. ૧૦૫) ૭-૧૦-૧૯ને સોમવારે કૈલાસવાસી થયા છે. તે ભાઈશંકર માધવજી મહેતાના ધર્મપત્ની. શાંતિભાઈ, મોહનભાઈના માતુશ્રી. તે લીલાવંતીબેન, સવિતાબેનના સાસુ. તે નીતિન, સંજય, દીપક, બીપીન, દમયંતીબેન, હર્ષાબેન, પ્રીતિ જોષી, હીના પાધ્યાયના દાદી. તે ખાંભલિયા નિવાસી રૂગનાથ સવજી ઓઝાના દીકરી. પ્રાર્થનાસભા ૧૦-૧૦-૧૯ના ગુરુવારના સાંજે ૫ થી ૭. ઠે: ડાયમોડા હોલ, ડી-૩૦૧, તન્વી રેસીડન્સી, પેટ્રોલપંપની બાજુમાં, એસ. વી. રોડ, દહિસર (ઈસ્ટ).

વિસા સોરઠિયા વણિક

માંગરોળ હાલ અંધેરી સ્વ. નાનાલાલ દામોદર તથા સ્વ. કુસુમબેનના પુત્ર દિનેશભાઈ (ઉં. વ. ૭૦) તે ઉષાબેનના પતિ. નેહા રાજીવ કોઠીના પિતા. મહેશભાઈ, રોહિતભાઈ, જ્યોત્સનાબેન, ભાનુબેનના મોટા ભાઈ. આરના, અંશીના નાના ૬-૧૦-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: વૈકુંઠ બિલ્ડિંગ, ૬ઠે માળે, ફલેટ નં. ૬૧, લલ્લુભાઈ પાર્કની બાજુમાં, અંધેરી (પશ્ર્ચિમ).

ઔદિચ્ય ઝાલાવાડ બ્રાહ્મણ

ધ્રાંગધ્રા (હાલ દહિસર) ચેતન રાવલ (ઉં. વ. ૬૩) ૮-૧૦-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. વર્ષાબેનના પતિ. હાર્ષિત અને પુજાના પિતા. રિયાના સસરા. કિર્તીબેન દવેના ભાઈ. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ

મહુવા હાલ જોગેશ્ર્વરી રસિકભાઈ લાલજીભાઈ સોલંકીના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉં. વ. ૬૫) તા. ૬-૧૦-૧૯ના રામચરણ પામેલ છે. પ્રકાશભાઈ, ભાવેશભાઈ, આશા સુરેશભાઈ ગોહિલ, પારૂલ પ્રકાશભાઈ ગોહિલના માતુશ્રી. તે ચીમનભાઈ, ચંદુભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. મુકેશભાઈ, અશોકભાઈ, વસંતભાઈના ભાભી. તે રીટાબેન, વંદનાબેનના સાસુ. તે ડેડાણ નિવાસી મોહનભાઈ પ્રેમજીભાઈ ગોહિલની પુત્રી. પ્રાર્થનાસભા ૧૦-૧૦-૧૯ના ગુરુવારના ૩ થી ૫. ઠે: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પિંકી ટોકિઝની સામે, જૂના નાગરદાસ રોડ, અંધેરી (ઈસ્ટ).

બાલાસિનોર દશાનીમા વણિક

બાબુલાલ સાકરલાલ ધારીયા (દલાલ) (ઉં. વ. ૯૦) મંગળવાર, ૮-૧૦-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કુસુમબેનના પતિ તથા નીતાબેન, કમલેશ, સ્મિતાબેન, વર્ષાબેન મિલનભાઈના પિતા તથા સ્વ. રાજેન્દ્રકુમાર, દક્ષાબેન, વિનીતકુમાર, દિપકકુમાર, હીનાબેનના સસરા તથા સાહિલ, લોપા, વિધિ, દેવાંગ, જતીન, રૂપલ, મૌલીન, રિદ્ધિ તથા ઉજાસના દાદાની પ્રાર્થનાસભા ગુુરુવાર, ૧૦-૧૦-૧૯ના સાંજે ૫.૩૦ થી ૭.૩૦. સ્થળ: અવીરાહી બેન્કવેટ હોલ, લતા હોટલની સામે, કાંદિવલી સ્ટેશનની પાસે, કાંદિવલી (વેસ્ટ).

નવગામ વિસાનગર વણિક સમાજ

માણસા (હાલ બોરીવલી) સ્વ. લક્ષ્મીદાસ ચોકસીના ધર્મપત્ની રમીલાબેન (ઉં. વ. ૮૦) ૬-૧૦-૧૯, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે રાજેન્દ્ર, ભાવનાના માતુશ્રી. સ્વ. સૂર્યાબેન, સ્વ. દશરથભાઈ, સ્વ. કપીલાબેન, સરોજબેન, ભારતીબેન-નંદકિશોરના ભાભી. પ્રકાશકુમાર-હર્ષાના સાસુ. સ્વ. જગજીવનદાસ ઉમેદરાય ચોકસીના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૦-૧૦-૧૯ના ૫ થી ૭. ઠે: લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરના મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વે.). ચક્ષુદાન કરેલ છે.

વિશા લાડ વણિક

દિલીપ જયંતીલાલ શાહ (દેખતલાવાલા) જંબુસર નિવાસી (હાલ મલાડ) ૭-૧૦-૧૯, સોમવારના દેવલોક પામેલ છે. તે પૂર્ણિમા (પ્રફુલ્લા) ગાંધીના પતિ. જગદીશભાઈ, પ્રફુલભાઈ, સ્વ. મીનાબેનના ભાઈ. હર્ષાબેન દલાલના દિયર. રૂપલ, સમીરકુમાર મહેતા, અખીલ અને શશીરેખા દેખતાવાલાના કાકા. શકુંતલાબેન મંગળદાસ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૦-૧૦-૧૯ના ૫ થી ૭. ઠે: સરાફ માતૃ મંદિર, પોદાર રોડ, પોદાર ગાર્ડનની બાજુમાં, મલાડ (ઈ.).

નાઘેર સઈ સુતાર વાંઝા જ્ઞાતિ

નવાગામ (હાલ જામનગર) સ્વ. અમરશીભાઈ વીરજીભાઈ વઢવાણા (ઉં. વ. ૮૪) ૩-૧૦-૧૯, ગુરુવારના રામચરણ પામ્યા છે. તે શાંતાબેનના પતિ. કાંતિભાઈ, દુર્લભભાઈ, હરેશભાઈ, સવિતાબેન, હેમીબેનના પિતાશ્રી. સ્વ. હમીરભાઈ ઉજીબેન, સ્વ. પિતામ્બરભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. કચરાભાઈ, સ્વ. હંસરાજભાઈ, કરશનભાઈ, હરીભાઈના ભાઈ. હર મડીયાવાળા સ્વ. મનજીભાઈ, દેવાતભાઈ માંડલીયાના બનેવી. પરસોત્તમભાઈ, ભાણજીભાઈ, તરવેણીબેન, લલીતાબેન, પ્રભાબેન, પ્રતાપભાઈ, રમેશભાઈ, ઉમેશભાઈ, અરવિંદભાઈ, હરેદ્રભાઈ, દિવ્યેશભાઈના કાકા. સાદડી ૧૦-૧૦-૧૯, ગુરુવારના ૩ થી ૫. ઠે: સમાજ કલ્યાણ હોલ, આંગણવાડી, સીટી વ્યુ બિલ્ડિંગની બાજુમાં, દર્શીકા ટેલરની બાજુમાં, હરીસચંદ્ર માર્ગ, અવરીપાડા, દહિસર (ઈ.).

લુહાર સુથાર

સનાળાવાલા (હાલ સાંતાક્રુઝ) સ્વ. જયાબેન મગનભાઈ ડોડિયાના પુત્ર પ્રભુદાસ (ઉં. વ. ૬૪) ૮-૧૦-૧૯, મંગળવારના શ્રીરામશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. સોનલબેન દિલીપકુમાર, મેહુલભાઈ-નીતા, કલ્પેશભાઈ-દક્ષાના પિતાશ્રી. સ્વ. ધીરુભાઈ, પ્રવિણભાઈ, કાંતીભાઈના ભાઈ. સ્વ. છગનભાઈ નાગજીભાઈ પરમાર (જસદણવાળા હાલ મુંબઈ)ના જમાઈ. પ્રાર્થનાસભા ૧૦-૧૦-૧૯ના ૫ થી ૭. ઠે: શ્રી લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી (ઈ.).

હાલાઈ લોહાણા

જયસુખલાલ (ઉં. વ. ૮૨) બીલખા (હાલ કાંદિવલી) તે સ્વ. હેમકુંવરબેન ઠાકરસી માણેકના પુત્ર. કુસુમબેનના પતિ. ધર્મેશ, ભાવેશ, આરતીના પિતા. જસ્મીના, હિતેશકુમારના સસરા. રોહાંશી, આલીશા, જેનીલના દાદા ૮-૧૦-૧૯, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૦-૧૦-૧૯ના ૫ થી ૭. ઠે: લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, ૩જે માળે, કાંદિવલી (વે.).

મેઘવાળ

ગામ લીમડા (હનુભાના) હાલ જોગેશ્ર્વરીના સ્વ. કલ્યાણજી કાળીદાસ બોરીચા (ઉં.વ. ૮૦) તા. ૨૭-૯-૧૯, શુક્રવારે રામચરણ પામ્યા છે. તે સ્વ. કાળીદાસ તથા સ્વ. તેજુબેનના પુત્ર. સ્વ. પાલુબેનના પતિ. સ્વ. પ્રેમજી, શ્યામજી, ડાહ્યાલાલ, જયાબેન, કાનજીના પિતાશ્રી. રામીબેન, હંસાબેન, મીનાબેનના સસરા. રજનીબેનના દાદાજી સસરા. બારમાની વિધિ તા. ૧૦-૧૦-૧૯, ગુરુવારે ૫ વાગે. નિવાસસ્થાન: એ/૧૦/૨૨૦, જનતા કોલોની, સંત રોહિદાસ નગર, રાધાકૃષ્ણ મંદિર પાસે, હાઈવેની બાજુમાં, ગુફા રોડ, જોેગેશ્ર્વરી પૂર્વ.

ઘોઘારી લોહાણા

દહાણુ હાલ બોરીવલી સ્વ. મહેન્દ્રભાઈ અને વીણાબેન મહેતાના પુત્ર જયંતભાઈ (ઉં.વ. ૬૮) તા. ૯-૧૦-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેન, સ્મિતાબેન, સુજાતાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક

મોણપર હાલ નવસારી પ્રભુદાસ હરજીવનદાસ શ્રીમાંકર (ઉં.વ. ૮૫) તે વિમળાબેનના પતિ. ઉદયભાઈ, પ્રજ્ઞાબેન, પારૂલબેન વિજયભાઈ ગાંધી, મમતાબેન અનિલકુમાર કુલરના પિતાશ્રી. સ્વ. મોહનલાલ દેવચંદ શેઠના જમાઈ. સ્વ. બાબુલાલ ભવાનભાઈ ગાંધી, રજનીકાંતભાઈ નાથાલાલ કુલર, કુમુદભાઈ મગનલાલ લોટીયાના વેવાઈ. સ્વ. મંગલદાસભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. રમણભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. રાધાબેનના ભાઈ તા. ૧-૧૦-૧૯ના શ્રીજીચરણ પામેલ છે.

હાલાઈ લોહાણા

ચંદ્રકાન્ત ગોરધનદાસ મસરાણી (ઉં.વ. ૭૭) હાલે ડોમ્બીવલી રવિવાર, તા. ૬-૧૦-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે ઈન્દીરાબેનના પતિ. વિમલ, ભદ્રેશ, હર્ષા અશ્ર્વિન, હિના હિતેશ, હેમા વિનયના પિતાશ્રી. છાયા, કલ્પનાના સસરા. સ્વ. લક્ષ્મીદાસ બદીયાણી (અંડાલ - વેસ્ટ બંગાળવાળા)ના જમાઈ. જયોત્સના મહેન્દ્ર મુખ્યાજીના ભાઈ. નિરાલી, સોનિયા, હિતાક્ષી, હિમાંશી, વત્સલના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છ વાગડ લોહાણા

ઠક્કર પ્રભુલાલ (નંદાસર) હાલે થાણેના ધર્મપત્ની અ.સૌ. લતાબેન (ઉં. વ. ૫૪) તા. ૭-૧૦-૨૦૧૯ના પરમાત્માના ધામમાં ગયેલ છે. તે સ્વ. પાર્વતીબેન દયારામ ભીંડેના પુત્રવધૂ. સ્વ. વિઠલજી નાગજી સોમેશ્ર્વરના પુત્રી. દિપક, સચિન અને સ્વ. મોનિકાના માતુશ્રી. ખેતશીભાઈ, હરજીવનભાઈ, શાંતિલાલ, ધનસુખલાલ, સ્વ. પ્રેમીલાબેન મકનજી, મંજુલાબેન દિનેશભાઈના ભાઈના પત્ની. ઇશ્ર્વરલાલ, દિનેશ, અરવિંદ અને ઉમાબેન દિપક રૈયાના બેન. અ.સૌ. જિજ્ઞાના સાસુજી. સાક્ષીના દાદીમા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૧૯ના સાંજે ૪ થી ૬, શ્રી વર્ધમાન જૈન શ્રાવક સંઘ ઉપાશ્રય સભાગૃહ, ડૉ. મુસ રોડ, નૌકાવિહારની સામે, તળાવપાળીની સામે, થાણે (વે) મધ્યે રાખેલ છે.

કપોળ

રાજુલાવાળા સ્વ. પુષ્પાવતી અને સ્વ. પોપટલાલ કાળીદાસ મહેતાના પુત્ર શ્રી લલિતભાઈ (ઉં. વ. ૭૯), મંગળવાર, તા. ૮-૧૦-૨૦૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે કોકીલાબેનના પતિ. પરાગ તથા રૂપાબેનના પિતાશ્રી. જીગીષા અને કિરણકુમારના સસરા. ઉષાબેન અરવિંદકુમાર, ભામીનીબેન નવીનચંદ્ર, હરીશ પોપટલાલના મોટાભાઈ. સ્વ. નારણદાસ ગોરડીયા તથા સ્વ. ગંગાદાસ લક્ષ્મીદાસ સંઘવીના જમાઈ. પ્રાર્થના શુક્રવાર, તા. ૧૦-૧૦-૨૦૧૯ના અમૃતબાગ, બજાજરોડ, વિલેપાર્લે (વે) સાંજે ૫ થી ૭. લૌકિક પ્રથા બંધ છે. (ચક્ષુદાન કરેલ છે.)

હાલાઈ લોહાણા

સુનિલભાઈ (વિઠલાણી) (ઉં. વ. ૬૧) મેંદરડા (હાલ કાંદીવલી) શનિવાર, તા. ૫-૧૦-૨૦૧૯ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. જયશ્રીબેનના પતિ. સ્વ. નિર્મળાબેન તથા ચુનીલાલ કલ્યાણજી કાપડિયાના પુત્ર. તે ટ્વિન્કલ તથા ધ્યેયના પિતાશ્રી. રેખાબેન, રીટાબેન, કલ્પનાબેન, જવાહરભાઈ તથા સંજયભાઈના ભાઇ. તે કોલકતા નિવાસી ઓધવજીભાઈ જમનાદાસ રાજાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૧૯ના સાંજે ૫ થી ૭. પ્રાર્થનાસ્થળ: લોેહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદીવલી (વે), (લૌકીક વ્યવહાર બંધ છે.)

દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ

મહુવા હાલ મીરારોડ સ્વ. ચિમનભાઈ નાથાભાઈ વાઘેલા (ઉં. વ. ૮૫), મંગળવાર, તા. ૮-૧૦-૨૦૧૯ના અક્ષરધામ પામ્યા છે. તે અરવિંદભાઈ, રમેશભાઈ, હંસાબેન અનંત, પ્રવિણાબેન વિનોદભાઈના પિતાશ્રી. તે વ્રજલાલભાઈ, જયંતીભાઈ, સ્વ. પ્રતાપભાઈ, વિનોદભાઈ, મંગળાબેન રમેશભાઈના મોટાભાઈ. તેજલ અતુલભાઈ ગોહિલ, કૃણાલ, સાગર, કૃતિ, સ્વ. વિરલ, રોનક, લવ્યના દાદા. તે ખોડિદાસભાઈ ત્રિભોવનભાઈ તથા અમરસિંહ, સ્વ. હરીભાઈ ઠાકરસીભાઈ ગોહિલ, મંજુલાબેનના બનેવી. તેમની સાદડી ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૧૯ના ૪ થી ૬. ઠે. બાપા સીતારામ મંદિર, મઢૂલી, વિંગ-એ, ભગવાન મહાવીર માર્ગ, શાંતિવિહાર, મીરારોડ (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Pho472
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com