24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક ભયાનક ખ્વાબનો સંકેત: - અને એ અત્યાચારી બાદશાહ હેવાનો સાથે રહેવા લાગ્યો
મુખ્બિરે ઈસ્લામ - અનવર વલિયાણી

ઈસ્લામી શાસનનો એ સુવર્ણ યુગ હતો. આ પ્રસંગ એ સમયનો છે, જ્યારે ઈરાકના કુર્દી કોમના બાદશાહ બખ્તેનસરની વિશાળ હુકૂમત ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન અને ઠેઠ સિંધ સુધી ફેલાયેલી હતી. પેલેસ્ટાઈનમાં યહૂદીઓનું રાજ હતું. મહાન સૂફી ઓલિયા હઝરત દાન્યાલ પણ ત્યાંજ વસવાટ કરતા હતા. પરસ્પરના વિખવાદોના લીધે યહૂદીઓનું રાજ્ય નબળું પડી ગયું હતું. બખ્તેનસરની કડવી નજર પેલેસ્ટાઈન પર હતી. તેણે એક દિવસ લાગ જોઈને યહૂદીઓના રાજ્ય પર ચડાઈ કરી અને જીતીને યહૂદીઓ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો અને ત્યાંના બુદ્ધિજીવીઓ સાથે અસંખ્ય નિર્દોષ લોકોને પણ કેદ કર્યા એ કેદીઓમાં સંત હઝરત દાન્યાલ પણ હતા. એક ઘોર અંધારી રાતે બાદશાહ બખ્તેનસરે ભયાનક ખ્વાબ જોયો. આ સપનાને લીધે તે ખૂબ જ ભયભીય થઈ ગયો, પરંતુ પરોઢ થતા રાત્રે જોયેલા ખ્વાબને તે વિસરી ગયો. ડરને લીધે સ્મરણ પટ પરથી લુપ્ત થઈ ગયેલા સપનાની ઘટના તેને કેમે કરીને યાદ આવતી નહોતી. આથી તેણે તેના દરબારી જ્યોતિષીઓ, ફાલ કાઢનારાઓ, સ્વપ્ન ફળ બતાવનારાઓને એકઠા કર્યાં અને રાત્રે કયું સપનું જોવાથી તે આટલો ભયભીત થઈ ગયો હતો, તેની વિગત બતાવવા કહ્યું, પરંતુ કોઈપણ દરબારી નજુમી કે ફાલ કાઢનારા એ બતાવી શકવા સમર્થ નિવડ્યા નહીં. એટલે તેણે એ બધાની કતલ કરવાનો આદેશ આપ્યો.

મહાન આલિમ - વિદ્વાન હઝરત

દાન્યાલ એ સમયે બખ્તેનસરના કેદખાનામાં કેદ હતા. તેમને આ અત્યાચારી બાદશાહના મજકુર સપનાની જાણ થઈ. આપે જેલર દ્વારા રાજા બખ્તેનસરને કહેવડાવ્યું કે તેેઓ બાદશાહે જોયેલા ખ્વાબને વર્ણવીને તેની સાચી તાઅબીર (અર્થ) બતાવી શકે એમ છે. બખ્તેનસરે હઝરત દાન્યાલને કેદમાંથી મુક્ત કર્યા અને ખ્વાબનું ફળ બતાવવા કહ્યું. સંત હઝરત દાન્યાલે રાજા પાસે એક દિવસની મુદત માગી અને રબની ઈબાદત - બંદગીમાં મશગૂલ થઈ ગયા. પરવરદિગારે આલમે હઝરત દાન્યાલને ખ્વાબની વિગત અને તેનું ફળ બંનેનો ઈલ્મ (જ્ઞાન) અતા ફરમાવ્યો.

બીજે દિવસે હઝરત દાન્યાલ રાજદરબારમાં ઉપસ્થિત થઈ, સૌ પ્રથમ કેદ કરાયેલા દરબારીઓ, જ્યોતિષીઓ, સ્વપ્ન ફળ બતાવી ન શકનારા નજુમીઓ અને નિર્દોષ લોકોને કેદખાનામાંથી મુક્ત કરી, માફી આપવા બખ્તેનસરને જણાવ્યું. બાદશાહે હઝરત દાન્યાલના કહેવા પ્રમાણે સૌને ક્ષમા આપી જેમમુક્ત કર્યાં. ત્યાર બાદ બાદશાહે એક દિવસ પૂર્વે, પાછલી પરોઢે જોયો હતો તે સપનાનું આબેહૂબ વર્ણન હઝરત દાન્યાલે કર્યું અને બખ્તેનસરને એનો અર્થ બતાવતા કહ્યું કે, તેં જોયેલા ખ્વાબ સ્પષ્ટ સંકેત આપે છે કે ટૂંક સમયમાં જ તારા જુલ્મોસિતમ અને તકબ્બુર (અભિમાન, ઘમંડ)નો બદલો તને એ મળશે કે પ્રજાથી દૂર થઈને તું હેવાન (જનાવરો)ની સાથે રહેવા લાગી જશે.

અને જોતજોતામાં સમયે દસ્ત દઈ દીધી કે હઝરત દાન્યાલે ઉચ્ચારેલી વાણી અક્ષરસ સાચી પડી. અત્યાચારી બખ્તેનસર જાનવરોની જેમ ઘાસ ચરવા લાગ્યો. બારગાહો ઈલાહી (અલ્લાહના દરબારમાં) તે આજીજીભરી ગીરિયાજારી કરતો રહ્યો. રડતો, કકળતો રહ્યો. તૌબા પશ્ર્ચાતાપના આંસુઓ સાર્યા પછી તેની હાલત પૂર્વવત્ થઈ.

અલ્લાહ સંપૂર્ણ છે અને ઈન્સાન અપૂર્ણ. સ્ત્રી હોય કે પુરુષ. સપનું દરેકને આવતું હોય છે. અર્ધજાગૃત મનની દશામાં ખ્વાબ આવે છે. ભરઊંઘમાં પણ આવતું હોય છે. માનવીના અંતરમનમાં સંઘરાયેલા વિચારો પણ સ્વપ્નરૂપે રજૂ થાય છે. સપનું જોયા પછી મોટેભાગે તે યાદ રહેતું નથી અથવા આપણે એને ભૂલી જઈ, એના પર જાજો વિચાર કરતા હોતા નથી. હઝરત દાન્યાલનું કથન છે કે જો ખ્વાબની તાઅબીર (અર્થ) કોઈને પૂછવાની જરૂર પડે તો તેણે સવારથી લઈ મધ્યાહ્ન સુધીમાં કોઈ આલિમ - જ્ઞાની જાણકારને પૂછવું હિતાવહ છે. યાદ રહે! અર્થ વગરનો ખ્વાબ હોતો નથી.

- કબીર સી. લાલાણી

* * *

ડબલ ઢોલકીવાળાઓ માટે

પવિત્ર કુરઆનની તાલીમ

અલ્લાહના રસુલ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે, જે શખસ દુનિયામાં ડબલ ઢોલકી (બે જીભે બોલનારા) હશે કયામતમાં તેને માટે આગની જીભ હશે. એક રિવાયત (અક્ષર:શ કથન)માં છે કે તે માણસ માટે આગની બે જીભો હશે.

બોધ: ખરાબ ટેવવાળાઓનું શું થશે? મોમીન બંદાએ આ વાત વિચારી લેવી ફાયદેમંદ છે.

ખોટા સંસ્કાર કેળવવા નહીં. ખોટા સંસ્કાર ઘણી ખરાબ વાત છે. એ જ પ્રમાણે આપ હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું છે, કે ચાડીઓ ખાનાર શખસ જન્નતમાં દાખલ થશે નહીં.

ડબલ વાતો કરનાર ડબલ ઢોલકી છે. તેનો અંજામ પણ બૂરો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Sxrq507N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com