3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એન્જિનિયરની નોકરી છોડી પશુસેવા

વિશેષ-નિધિ ભટ્ટછત્તીસગઢની કસ્તુરી બલ્લાળ એન્જિનિયરની નોકરી છોડી પાછલામ પાંચ વર્ષથી અબોલ પ્રાણીઓની સેવા કરી રહી છે. આ પાંચ વર્ષમાં તેણે સાડાત્રણ હજાર જાનવરોને બચાવ્યાં છે. પંચાવન ઘવાયેલા શ્ર્વાનને તેણે ઘરમાં બનાવેલા શેલ્ટર હોમમાં આશરો આપ્યો છે. રાયપુરના લોકો તેને મૂંગા પ્રાણીના મસીહા તરીકે ઓળખે છે. કસ્તુરી બલ્લાળ મેનકા ગાંધીની ‘પીપલ ફૉર એનિમલ’ સંસ્થાનાં પ્રમુખ છે. રાયપુરના લોકો કસ્તુરીના ઘરથી સુપેરે પરિચિત છે કારણ તેણે ઘરને જ મૂંગા પ્રાણીઓનું આશ્રયસ્થાન બનાવી દીધું છે.

કસ્તુરી જેવી ઘરમાં પ્રવેશે કે તરત જ મૂંગા પ્રાણીઓ તેની આસપાસ ગોઠવાઈ જાય છે. જાણે પોતાની મા આવી હોય તેમ એ બધાં કસ્તુરીને વહાલ કરવા દોડી જાય છે. પ્રાણીઓ માટે હૉસ્પિટલ બનાવવા સરકારે પણ તેને ત્રણ એકર જમીન ફાળવી છે જેનો રજિસ્ટ્રેશન ખર્ચ મેનકા ગાંધીએ ચૂકવ્યો છે. સામાન્ય પરિવારના વિજય બલ્લાળની પુત્રી કસ્તુરી નાનપણથી જ મૂંગા પશુઓ પ્રત્યે પ્રેમ ધરાવતી હતી. પશુઓની સેવા-શુશ્રૂષા માટે નોકરી છોડનારી આ મહિલા પાછલાં પાંચ વર્ષથી તેની ૮૦ જણની ટીમ સાથે સતત પશુઓના ખોરાક અને ઇલાજ માટે ફંડની જોગવાઈ માટે ભાગદોડ કરી રહી છે.

કસ્તુરી જણાવે છે કે તે મૂંગા પ્રાણીઓને અનહદ પ્રેમ કરે છે. જીવન તરફ સકારાત્મક અભિગમ ધરાવવાનો સંદેશ આપનારી આ મહિલા મૂંગા પ્રાણીઓનો પ્રેમ જ સાચો અને નિ:સ્વાર્થ હોવાનું જણાવે છે. જાનવર તથા પક્ષી બહુ જ ભાવુક, ઉદાર, વફાદાર હોય છે. પોતાનું જીવન મૂંગા પશુઓ માટે જ સમર્પિત હોવાનું તે સ્પષ્ટપણે જણાવે છે.

કસ્તુરીના ઘરમાં એક પાળેલો શ્ર્વાન હતો. તેને તેના પિતા જંગલમાં ફરવા લઈ જતા ત્યારે કસ્તુરી પણ પિતા સાથે જંગલમાં જતી જેને કારણે તેને ઘણા પશુ-પક્ષી નજીકથી જોવાનો મોકો મળ્યો. એટલું જ નહીં, આ આદતને કારણે તેનામાં પશુ-પક્ષી માટે પ્રેમ પણ કેળવાયો. તેની પ્રાણીઓ પ્રત્યેની સંવેદના જોઈ તેના દાદા તેને મેનકા ગાંધીને પત્ર લખવા પ્રોત્સાહિત કરતા હતા. કસ્તુરી જણાવે છે કે તેણે મેનકા ગાંધીને ખૂબ પત્રો લખ્યા હતા. ૨૦૧૩માં તેને પીપલ ફૉર એનિમલ્સ વિશે જાણકારી મળી હતી. મેનકા ગાંધી પણ સરકારે આપેલી જમીન પર શેલ્ટર હોમ ઊભું કરવા નિર્ણયબદ્ધ છે. શેલ્ટર હોમનું નિર્માણકાર્ય શરૂ થઈ ચૂક્યું છે.

કસ્તુરીને અમદાવાદમાં એન્જિનિયર તરીકે નોકરી મળી હતી પણ આખરે તેણે એ નોકરી છોડીને પોતાને વતનમાં જ મૂંગા પ્રાણીઓની સેવા કરવાનો નિર્ણય કર્યો. અલબત્ત થોડો સમય તેણે રાયપુરની લોકલ કંપનીમાં નોકરી કરી ખરી, પણ આખરે તેણે જીવનને પશુપ્રેમમાં સમર્પિત કરવાના આશય સાથે એ નોકરીને પણ તિલાંજલિ આપી. તેણે પીપલ ફોર એનિમલમાં ઘણા સભ્ય બનાવ્યા છે.

કસ્તુરી ખાસ જણાવે છે કે ભારતના પોલ્ટ્રી ફાર્મમાં ઉછરતી મરઘીના ઈંડા ગુણવત્તાના ધોરણે નબળા હોય છે. મરઘીઓ પર અત્યાચાર કરવામાં આવે છે જે હિંસાની શ્રેણીમાં આવે છે. તેમને એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે જે નુકસાનકર્તા છે. કસ્તુરી મરઘી અત્યાચાર વિરુદ્ધ પણ લોકજાગ્ાૃતિનું કામ કરી રહી છે. અત્યાર સુધીમાં તે ૩૫૦૦થી વધુ જાનવરોના ઇલાજ કરાવી ચૂકી છે. આ ઉપરાંત કસ્તુરી મિશન ઝીરોનું પણ નેત્ાૃત્વ કરી રહી છે. મિશન ઝીરો અંતર્ગત જાનવરો પ્રત્યે ક્રૂરતા દાખવનારને ઉદારતાથી વર્તવા સમજાવવામાં આવે છે. બાળકોને પણ જાનવરો પ્રત્યે સ્નેહભાવ રાખવા સમજાવવામાં આવે છે. પોલીસને પણ જાનવરો પ્રત્યે ક્રૂર વ્યવહાર કરનાર વિરુદ્ધ પગલાં ભરવા કાયદાકીય સમજ આપવામાં આવે છે. આ સંગઠન ભારતીય નસલના શ્ર્વાનને દત્તક લઈ ચૂક્યું છે. આ ઉપરાંત પપી એડોપ્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Yg414j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com