3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દિવાળીમાં કઈ રીતે શણગારશો ઘરને?

સજાવટ-દીપ્તિ ધરોડદશેરાનું પર્વ ગયું અને નવરાત્રિ પૂરી થઈ તો દિવાળી પાછી માથે આવીને ઊભી રહી ગઈ. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. જો, એ સમય ગયો કે માત્ર ઘરની બહાર દીવા અને કંદીલ લગાવી દો એટલે દિવાળી માટે ઘર તૈયાર થઈ ગયું. હવે તો બજારમાં જાત જાતની વસ્તુઓ મળવા લાગી છે કે જેને કારણે દિવાળીના ઝગમગાટમાં વૃદ્ધિ થાય છે. આવો જોઈએ કઈ રીતે ઘરની સજાવટમાં નાના-મોટા ફેરફારો કરીને તમે દિવાળીની ઊજવણી બજેટમાં કરી શકો છો, તો ચાલો રાહ કોની જોવાઈ રહી છે?

-------------------------

એન્ટ્રી પોઈન્ટ સિક્યોર કરી લો

દિવાળીની રોનકની એન્ટ્રી તો દરવાજામાંથી જ થશેને, તો પહેલાં એ દરવાજાને જ શણગારીએ. બરાબરને? દરવાજા પર જૂના અને એ જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલાં ઊનના કે પછી આર્ટિફિશિયલ ફૂલવાળા કોરણ લગાવવાને બદલે આ વખતે કંઈક નવું ટ્રાય કરીએ તો? ફોર અ ચેન્જ આ વખતે ક્રાફ્ટ પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ફૂલોની કે અલગ અલગ ભૌમિતિક આકારવાળી લળીઓ ટ્રાય કરીએ. આ સિવાય બજારમાં પણ અલગ અલગ માટીમાંથી તૈયાર કરવામાં આવેલા હાથી, ઘોડા કે મોતીઓની લળી મળે છે એનાથી એન્ટ્રી ડેકોરેટ કરી શકાય છે. આ સિવાય દરવાજા પર સુંદરમજાની ફૂલોની કે પછી રંગોળી તૈયાર કરી શકાય છે અને રાતના સમયે એ જ રંગોળી પર તમે દીવા મૂકીને તમે તમારી એન્ટ્રી પોઈન્ટની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો.

-------------------

દિયા જલે...

જેમ કંદીલ વિના દિવાળીની ઊજવણી કે તૈયારી પૂરી થઈ ના ગણાય એ જ રીતે દીવા વગર તો દિવાળી કેવી? લાલ માટીમાંથી તૈયાર કરવામાં આવેલા એક જ આકારના કોડિયા તો હવે ક્યાંય જાણે છુમંતર થઈ ગયા છે અને તેની જગ્યાએ આવી ગયા છે કલરફૂલ અને અલગ અલગ આકારના ફેન્સી દીવા. હવે તો જાળીવાળા સરસ મજાના દીવા મળે છે, રાતના સમયે જ્યારે આ દીવા પ્રગટાવવામાં આવે છે ત્યારે આખો માહોલ જ જાણે બદલાઈ જાય છે.

------------------------

કંદીલ ઈઝ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ

દિવાળી હોય અને કંદીલ ના હોય તો કેમ ચાલે? એક સમય હતો કે જ્યારે કાગળના કંદીલ જ મળતા હતા. હવે તો બજારમાં અલગ અલગ અને જાત જાતના કંદીલ જોવા મળે છે. જેમાં અત્યારે સૌથી વધુ હિટ છે દોરામાંથી બનાવવામાં આવેલા કલરફૂલ કંદીલ. દેખાવમાં આ કંદીલ એકદમ ક્યૂટ લાગે છે અને સૌથી મહત્ત્વની વાત એટલે જો તમારી પાસે સમય હોય તો તમે ઘરે બેસીને પણ આ કંદીલ તમારી રીતે તૈયાર કરી શકો છો.

------------------------

ઉલી- ધ હાર્ટ ઓફ લિવિંગરૂમ

મોટાભાગના ઘરોમાં ઉલી જોવા મળે છે અને આ ઉલીમાં પાણી ભરીને તેની ઉપર ફૂલોની પાંખડીઓ કે કમળ તરતાં મૂકવામાં આવે છે. દિવાળીના સમયમાં પણ આ ઉલીને સરસ રીતે શણગારીને મૂકવામાં આવે તો લિવિંગરૂમની ચમક વધી જાય છે. ફોર અ ચેન્જ દિવાળીના સમયે આ ઉલીમાં ગુલાબની પાંખડીઓની સાથે સાથે ફ્લોટિંગ દીવા પણ મૂકી શકાય છે. આને કારણે એક તો ઘરમાં અજવાળું પણ ફેલાશે અને તેની સાથે સાથે ફૂલોની મંદ મંદ સુગંધ પણ આખા રૂમમાં ફેલાશે, જેને કારણે વાતાવરણમાં પ્રસન્નતાનો અનુભવ થશે.

-----------------------

લાઈટિંગ

જૂના જમાનામાં જોવા મળનારી મોટા મોટા બલ્બવાળી લાઈટિંગના તો ક્યારનાય વળતા પાણી થઈ ગયા. ત્યાર બાદ બજારમાં નાની નાની આગિયા જેવી ટમટમતી લાઈટિંગ આવી અને હવે બજારમાં આવી મ્યુઝિકલ લાઈટિંગ. આ સિવાય હમણાં બજારમાં જાત જાતની લાઈટિંગ જોવા મળી રહી છે, જેણે લાઈટિંગની પરિભાષા જ બદલાવી દીધી છે. આ લાઈટિંગ તમે બારી, દરવાજા કે પછી ગેલેરીમાં લગાવી શકો છો.

--------------------

હેંગિંગ્સ

લાઈટિંગ, દીવા, કંદીલની વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ ઘરમાં કરવામાં આવતી સજાવટ તરફ. જ્યાં તમને જરૂર લાગે અને મહેમાનોની અવરજવર હોય કે પછી લિવિંગરૂમમાં તમે હેંગિંગ્સ લગાવી શકો છો. હેંગિંગ્સ તમારા ઘરની શોભામાં વૃદ્ધિ કરશે અને તેની સાથે સાથે જ આ હેંગિંગ્સમાં જ તમે દીવા મૂકીને હેંગિંગ લેમ્પ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

--------------------

વોલ ડેકોરેશન

મુંબઈ જેવા શહેરમાં જ્યારે ફ્લેટમાં સંકડાશની સમસ્યા વધુ સતાવતી હોય ત્યાં વૉલ ડેકોરેશન કરીને પણ તહેવારોની રોનકમાં વૃદ્ધિ કરી શકાય છે. વોલ ડેકોરેશન માટે તો કંઈ કેટલાય વિકલ્પો ખુલ્લા છે. જો સમય હોય તો જાતે જ ઘરે સરસ મજાના દિવાળીને લગતા વૉલપીસ તૈયાર કરીને લગાવી શકો છો. જો વૉલપીસ ઘરે ના તૈયાર કરવું હોય તો પછી આર્ટિફિશિયલ ફૂલોની તૈયાર મળતી લળીઓનો ઉપયોગ કરીને પણ દીવાલને શણગારી શકો છો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

48T8s1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com