3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સિમ્પલ ગ્રુમિંગ ટિપ્સ

ટાપટીપ-મૌસમી પટેલ



દુનિયાનો કયો પુરુષ હશે કે જેને આકર્ષક દેખાવવાનું ના ગમે? પણ આકર્ષક દેખાવવા માટે કરવા પડતા જતન કોને ગમે? પણ ભાઈસા’બ કુછ પાને કે લિયે મહેનત તો કરની હી પડેગી ના? આજે આપણે અહીં વાત કરીશું કે કઈ રીતે રોજ જાતની થોડીક માવજત કરીને તમે સ્માર્ટ અને હેન્ડસમ દેખાઈ શકો કે લોકો તમને આવીને પૂછે કે આખિર આપકી ખૂબસૂરતી કા રાઝ ક્યા હૈ?

૧ જિન્સની ફેશન ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતી અને તેમાં પણ ખાસ કરીને સ્લીમર જિન્સ. આ પ્રકારની જિન્સ પહેરવાનો પહેલો ફાયદો એ છે કે તેને કારણે શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ નથી આવતો. આ સિવાય આ જિન્સ મોટાભાગના પુરુષો પર સૂટ પણ કરે છે. બસ જિન્સની પસંદગી કરતી વખતે તમારી ઉંમરને ધ્યાનમાં લઈને કલરની પસંદગી કરશો, એટલે અડધી જંગ તો જિતાઈ ગઈ બૉસ!

૨ પુરુષોની આઈબ્રો મહિલાઓની આઈબ્રોની સરખામણીએ જાડી અને ઘાટી હોય છે, એટલે દર થોડા સમયે આઈબ્રોને ટ્રીમ કરાવતાં રહેવું જોઈએ, જેથી તમારો ચહેરો સોહામણો લાગે.

૩ ચહેરા પર અમુક જગ્યાએ દાઢી હોય અને અમુક જગ્યા કોરી હોય તો તે જરા પણ સારું નથી લાગતું, એટલે શેવિંગ કરી લો. આમ પણ દાઢી સાથે કોઈ પણ પ્રકારનો એક્સપરિમેન્ટ કરવા કરતાં સારું છે કલીન શેવ રહેવું.

૪ ડિયોની પસંદગી પણ તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મહિલાઓને પુરુષોની ડિયોની ગંધ પણ આકર્ષિત કરતી હોય છે, એટલે ડિયોની પસંદગીમાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે.

૫ ઘણી વખત નાકના વાળ વધી જાય છે અને તે બહાર દેખાવા લાગે છે, એટલે દર અઠવાડિયે નાકના વાળ વધી ગયા હોય તો તે કાપવાનું રાખો.

૬ જ્યારે શેવિંગ કરી રહ્યા હોવ તો એ સમયે થોડી સાવચેતી રાખીને ગરદન પર રહેલા વાળને પણ દૂર કરો, કારણ રાઉન્ડ નેક ટી-શર્ટ કે શર્ટ પહેર્યા બાદ આ વાળ ખૂબ જ ગંદા લાગે છે.

૭ ઘણા પુરુષોને પીઠ પર દાણા હોય છે, એટલે જો તમને પણ આ સમસ્યા હોય તો તેની સારવાર કરાવો. યોગ્ય સાબુનો ઉપયોગ કરો અને જો તેમ છતાં સમસ્યાનો ઉકેલ ના આવે તો ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો.

૮ દાઢીને વધવા ના દો, જો દાઢી વધારવાની ઈચ્છા હોય તો તેને સમયાંતરે ટ્રીમ કરાવવાનું રાખો. જો દાઢીના વાળ રુક્ષ થવા લાગે તો તો બોસ દાઢીને અલવિદા કહી દેવામાં જ ભલાઈ છે.

૯ ચહેરા પર વારંવાર સાબુનો ઉપયોગ કરવાનું ટાળો. સાબુમાં રહેલાં હાર્શ કેમિકલ્સને કારણે ચહેરાની ત્વચા રૂક્ષ થતી જ જાય છે. સાબુના બદલે ફેશવોશનો ઉપયોગ કરવાનું રાખો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3t71f87
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com