3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બૉલીવૂડની મંઝિલ સાઉથમાં ફંટાઇ

કુંતી કુમારીઅત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડિમાંડ બહુ છે. સાઉથની હિન્દી રીમેક ફિલ્મો તો બને જ છે. તે હિટ પણ જાય છે અને સાઉથની ફિલ્મો હવે હિન્દીમાં પણ શૂટિંગ સમયે જ ડબ થઇ જાય છે અને તે પણ દર્શકોને ગમે છે. પણ હવે તો બૉલીવૂડ સ્ટાર્સ પણ સાઉથની ફિલ્મોમાં કામ કરવા લાગ્યા છે. સાઉથની તમિલ-તેલુગુ ફિલ્મો હિન્દીમાં બને છે તેમાં તો બૉલીવૂડ સ્ટાર્સ કામ કરે છે તે હવે નવાઇ નથી રહી પણ હવે અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, સુનીલ શેટ્ટી જેવા સ્ટાર્સ તમિલ-તેલુગુ-ક્ધનડ ભાષાની ફિલ્મોમાં કામ કરતા થઇ ગયા છે. જો હિન્દી ફિલ્મોના સ્ટાર્સને સાઉથની ફિલ્મોમાં કામ કરવામાં રસ પડે તો દેખીતી રીતે જ તે ફિલ્મો કેટલી સારી અને સફળ હોય તે સમજાઇ જાય. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ એક્ટર-ડિરેક્ટર એસ. જે. સુર્યાની ‘ઉયરન્થા મનિથન’ ફિલ્મથી તમિળ ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. તે ઉપરાંત યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે પણ આ વર્ષે ‘આરઆરઆર’ ફિલ્મથી તેલુગુફિલ્મોમાં પ્રવેશ કર્યો છે. ‘બાહુબલી’ ફેઇમ એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આ પીરિયડ એકશન ફિલ્મમાં જુ. એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સ્ટાર એક્ટર અજય દેવગણ પણ તેમાં સપોર્ટિંગ રોલમાં છે. અગાઉ અક્ષય કુમારે પણ રજનીકાંત સ્ટારર ‘૨.૦’થી તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત બૉલીવૂડની કેટલીક હિરોઇનો પણ સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, જેમાં દીપિકા પદુકોણે રજનીકાંતની ‘કોચાદૈયાં’માં ને સોનાક્ષી સિંહાએ ‘લિંગા’માં અને ઐશ્ર્વર્યા રાયે અને પ્રિયંકા ચોપરાએ પણ તમિલ ફિલ્મો કરી છે. ઉદ્યોગોના નિષ્ણાતોનું પણ કહેવું છે કે તાજેતરમાં હિન્દી ફ્લ્મિોના હીરો સાઉથની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે તેથી સાઉથ ઇન્ડિયન ફિલ્મોની ડિમાંડ વધી ગઇ છે ને તેનું વિસ્તરણ પણ થતું જાય છે. તેનું માર્કેટ કદ પણ વધી રહ્યું છે સાથે બજેટ પણ. ‘બાહુબલી’ ફિલ્મે હિન્દી સિનેમામાં રેકોર્ડબ્રેક સફળતા મેળવી ત્યારથી સાઉથની ફિલ્મોની ડિમાંડ વધી છે. આગામી ત્રણથી ચાર વર્ષ તો તેની સફળતાને કોઇ બીટ નહીં કરી શકે. વિશ્ર્વભરમાં રૂ. ૧,૭૦૦ કરોડનો વકરો કરી ચૂકેલી રાજામૌલીની તેલુગુ અને હિન્દી ફિલ્મ ‘બાહુબલી ટુ: ધ કનક્લુઝન’ ફિલ્મે ભારતીય ફિલ્મોમાં સૌથી વધારે વકરો કરનારી ફિલ્મ તરીકે નામ નોંઘાવી દીધું છે અને તેને કારણે હવે સાઉથની ફિલ્મોની લોકપ્રિયતા વધી ગઇ છે. સાઉથની ફિલ્મો જેવા યુનિક વિષયો સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં જોવા નથી મળતા. આથી દર્શકોને તે ગમવા લાગી છે. રજનીકાંતની સાયન્સ ફિકશન ફિલ્મ ‘૨.૦’એ વિશ્ર્વભરમાંથી રૂ. ૬૦૦ કરોડનો વકરો કર્યો હતો. તેનીસામે ટોચના બૉલીવૂડ સ્ટાર્સ આમિર ખાનની ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’એ ફક્ત રૂ. ૧૩૮ કરોડનો વકરો કરીને ફ્લોપ સાબિત થઇ હતી. જ્યારે શાહરુખ ખાનની ‘ઝીરો’ ફિલ્મતો રૂ. ૯૦ કરોડ સુધી પણ પહોંચી નહોતી શકી અને કરણ જોહરની ‘કલંક’ ફિલ્મ દેશમાં રૂ. ૮૦ કરોડનો વકરો જ કરી શકી હતી. આ ત્રણેય ફિલ્મો ફ્લોપ થઇ હતી. સાઉથની ફિલ્મો વ્યવસાયિક રીતે અને સર્જનકળાની દૃષ્ટિએ બહુ પરફેક્ટ અને સુંદર હોય છે. તેની મસાલા મૂવીઝ પણ ડ્રામા અને ઇમોશન્સ સાથે ફોર્મ્યુલાવાળી હોય છે. આથી સાઉથના સર્જકો પણ તેમની ફિલ્મોની લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને હવે તેમની ફિલ્મો સાઉથની ભાષા સાથે હિન્દીમાં પણ બનાવીને રજૂ કરે છે. અક્કીની ‘૨.૦’ તમિલ અને હિન્દી એમ બંને ભાષામાં રજૂ થઇ હતી તો આલિયા ભટ્ટની ‘આરઆરઆર’ ફિલ્મ પણ તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દી એમ ચાર ભાષામાં રજૂ થવાની છે. આમ, જુદી જુદી ભાષાની ફિલ્મોનું ફ્યુઝન થાય છે. સુનીલ શેટ્ટી પણરજનીકાંતની ‘દરબાર’માંવિલનનો રોલ કરી રહ્યો છે. આ ઉપરાંત કન્નડ ભાષામાં પણ બૉલીવૂડના કલાકારોએ કામ કર્યું છે, જેમાં અનિલ કપૂરે ‘પલ્લવી અનુપલ્લવી’, અક્ષય કુમારે ‘વિષ્ણુ વિજય’, અમિતાભ બચ્ચને ‘અમૃથા ધારે’, ડિનો મોરિયાએ ‘જુલી’, જેકી શ્રોફે ‘કેર ઑફ ફૂટપાથ’, વિવેક ઑબેરોયે ‘રૂસ્તમ’, આફ્તાબ શિવદાસાનીએ ‘કોટીગોબ્બા’ ફિલ્મો કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

S05A071
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com