3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સપ્ટેમ્બર શુકનિયાળ

ચિરાગ ગાંધી



બૉલીવૂડ માટે ૨૦૧૯નું આખું વર્ષ તો સારું ગયું જ છે, પણ ગયો સપ્ટેમ્બર મહિનો તો તેના માટે બહુ શુકનિયાળ રહ્યો છે. એ મહિનામાં તેણે પાંચ હિટ ફિલ્મ આપીને ખાસ્સો એવોએક જ મહિનામાં રૂ. ૭૦૦ કરોડનો વકરો કરી લીધો છે. ‘મિશન મંગલ’, ‘બાટલા હાઉસ’, ‘સાહો’, ‘છિછોરે’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મોએ બૉલીવૂડને તારી દીધું છે. ૧૫ ઑગસ્ટે સ્વતંત્રતા દિવસથી અત્યાર સુધીમાં ચાર શુક્રવારમાં પાંચ ફિલ્મ દ્વારા આ સફળતા મળી છે.

અક્ષય કુમાર સ્ટારર ‘મિશન મંગલ’ ફિલ્મમાં મહિલા શક્તિની વાત જોવા મળી હતી. તેમાં એકસાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, નિત્યા મેનન અને કિર્તી કુલ્હારી એમ ચાર ચાર હિરોઇનોનો પાવર દેખાયો હતો. જ્યારે જૉન અબ્રાહમની ‘બાટલા હાઉસ’ સ્વાતંત્ર્ય દિને રજૂ થઇ હતી. ‘સાહો’દ્વારા ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ હિન્દી પરદે ફરી આવ્યો જે ઑગસ્ટના અંતમાં રજૂ થઇ હતી. ‘છિછોરે’ અને ‘સાહો’ બંને બૉક્સ ઓફિસ પર ૩૦ ઑગસ્ટે ટકરાવાની હતી, પણ તે ટક્કર ટળી ગઇ હતી. ‘છિછોરે’માં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર છે અને મલ્ટિપ્લેક્સિસમાં તેણે સારું ઓપનિંગ મેળવ્યું હતું. તેણે છસપ્ટેમ્બરે ઓપનિંગના દિવસે સ્થાનિક વ્યવસાય રૂ. ૭.૩૨ કરોડનો કર્યો હતો.‘ડ્રીમ ગર્લ’ તેના એક સપ્તાહ પછી આવી હતી. આયુષમાન ખુરાના સ્ટારર આ ફિલ્મ બહુ જલદી રૂ.૧૦૦ કરોડની ક્લબમાં આવી ગઇ હતી. જગન શક્તિની ‘મિશન મંગલ’નું કલેકશન રૂ. ૨૦૦ કરોડ સુધી પહોંચી ગયું હતું. જ્યારે નિખિલ અડવાણીની ‘બાટલા હાઉસ’પણ રૂ. ૧૦૦ કરોડની ક્લબમાં પહોંચવા સુધીમાં થોડાક લાખ માટે જ અટકી પડી હતી. ‘સાહો’ ફિલ્મ સાઉથમાં ફ્લોપ ગઇ હતી, પણ હિન્દી વર્ઝને રૂ. ૫૦ કરોડનો વકરો કર્યો હતો.

નિતિશ તિવારીની‘છિછોરે’રૂ. ૧૫૦ કરોડનો વ્યવસાય કરે તેવો અંદાજો બંધવામાં આવી રહ્યો છે. પણ ‘ધ ઝોયા અખ્તર’, ‘પલ પલ દિલ કે પાસ’ અને ‘પ્રસ્થાનમ’ ફિલ્મો દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઇ હતી. આ ત્રણેય ફિલ્મો ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. આ ત્રણેયનું લાઇફટાઇમ કુલ કલેકશન માંડ રૂ. ૨૦ કરોડનું થયું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

081x236
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com