3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફરહાનની ફિલ્મ સાથે ત્રણ ફિલ્મોની ટક્કર

ભવ્યા પટેલ



ફરહાન અખ્તર નિર્માતા-દિગ્દર્શક રાકેશ મહેરા સાથે છ વર્ષ પછી ફરી જોડાઇ રહ્યો છે. બંને હવે સાથે ‘તૂફાન’ ફિલ્મ કરી રહ્યા છે. ફરહાનની આ ફિલ્મનું ફર્સ્ટ લૂક તાજેતરમાં જ બહાર પડ્યું. તેમાં તે બૉક્સર બન્યો છે અને જોરદાર પંચ મારતો જોવા મળશે. ફિલ્મની વાર્તા એક બૉક્સરની આજુબાજુ ફરતી જોવા મળશે. ફરહાન તેમાં એક બૉક્સિગં મૅચ જીતવા માટે સખત મહેનત કરે છે તેવું તેનું પાત્ર છે. પરેશ રાવલ તેના કૉચની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૦માં બીજી ઑક્ટોબરે ગાંધીજયંતીના દિવસે રજૂ થવાની છે. દિગ્દર્શકે આ તારીખ અત્યારથી નક્કી કરીને જાહેર કરી દીધી છે. પણ આ દિવસે તેની સોલો રિલીઝ નહીં હોય. તે જ દિવસે જૉન અબ્રાહમની ‘સત્યમેવ જયતે ટુ’ પણ રિલીઝ થવાની છે. આ ઉપરાંત ટાઇગર શ્રોફની ‘રૅમ્બો’ અને વિકી કૌશલની ‘સરદાર ઉધમ સિંહ’ની બાયોપિક પણ રિલીઝ થવાની છે. આમ, એકસાથે ચાર ફિલ્મોની ટક્કર એક જ દિવસે થશે.

અગાઉ ફરહાને છવર્ષ પહેલા રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે ‘ભાગ મિલખા ભાગ’ ફિલ્મ કરી હતી. તે પણ સ્પોર્ટ્સ ફિલ્મ હતી. આ પણ સ્પોર્ટ્સ ફિલ્મ છે. ભાગ મિલખા ભાગ ફિલ્મ સફળતાને વરી હતી. હવે આ ફિલ્મ કેવી બને છે અને કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું. એક બૉક્સરની હૃદયસ્પર્શી વાર્તા તેમાં છે. ફરહાનતેના રોલ માટે કેટલાક મહિનાઓથી સખત તાલીમ લઇ રહ્યો હતો. અંતે તેણે સોશ્યલ મીડિયા પર તેની આ ફિલ્મ વિશે જાહેરાત કરીને ફર્સ્ટ લૂક આપી દીધું. તેમાં બૉક્સિગં રીંગમાં મેચ રમતી તેની તસવીર છે.

આ ફિલ્મ ઉપરાંત ફરહાન અખ્તરની પ્રિયંકા ચોપરા સાથેની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ પણ આવી રહી છે. પ્રિયંકા સાથે તેણે અગાઉ ‘દિલ ધડકને દો’ અને ‘ડૉન થ્રી’માં કામ કર્યું હતું. શોનાલી બોઝ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઝાયરા વાસિમ અને રોહિત શર્મા પણ છે અને તે ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

20l40x04
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com