3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાઈડ ઍન્ગલ

શચી કપૂરએકશનનોડબલ ડોઝ

જૉન અબ્રાહમ અભિનીત ફિલ્મ ‘સત્યમેવ જયતે ટુ’નું ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલીઝ થયું. ફિલ્મમાં જૉન બહુ જુદા અંદાજમાં જોવા મળે છે. ફિલ્મના નિર્દેશક મિલાપ ઝવેરી કહે છે, આ ફિલ્મ બેગણી એકશન, ઇમોશન્સ, દેશભક્તિ અને પંચથી ભરપૂર જોવા મળશે. ફિલ્મમાં જૉન સાથે આ ફિલ્મમાં અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર પણ મોટા પરદે પુનરાગમન કરી રહી છે. આનો પ્રથમ ભાગ ‘સત્યમેવ જયતે’ હિટ ગયોહતો, આથી તેની આ ફ્રેન્ચાઇઝી બની રહી છે. જૉન તેના વિશે કહે છે કે મને આ ફિલ્મની વાર્તા બહુ પસંદ આવી હતી અને મને ખાતરી છે કે દર્શકોને તેમાં પોતીકાપણું લાગશે. તેઓ આ ફિલ્મ સાથે બહુ નજીકથી જોડાઇ જશે. ફિલ્મનું શૂટિંગ બહુ જલદી શરૂ થશે. તેમાં મનોરંજન સાથે મજબૂત સંદેશ પણ હશે આથી તે આગામી વર્ષે ગાંધી જયંતીના દિવસે જ રિલીઝ થવાની છે.

--------------------

સુશાંત સિંહ રાજપૂતનો પ્રથમ પ્રેમ

તાજેતરમાં રિલીઝ થયેલી ‘છિછોરે’ ફિલ્મની સફળતાનો સ્વાદ લઇ રહેલો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત થોડા વર્ષ પહેલા તેની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ની કો-સ્ટાર અંકિતા લોખંડે સાથેના લવ અફેરને કારણે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેવચ્ચે બ્રેક-અપ થઇ ગયું પછી સુશાંતનું નામ ક્રિતીસેનોન અને રીયા ચક્રવર્તી સાથે જોડાયું. પણ હવે ફરી તે સિંગલ થઇ ગયો છે. પણસુશાંત કહે છે, હું દિલથી બહુ સાચો પ્રેમી છું. આથી જ મને પ્રેમ કરવો બહુ ગમે છે. બલ્કે, સુશાંતને તો નાનપણમાં પણ પ્રેમ થઇ ગયેલો. તે જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે પ્રથમ વખત પ્રેમમાં પડેલો. તેકહે છે, ‘મારો પ્રથમ પ્રેમ ચોથા ધોરણમાં હતો. મારા ક્લાસ ટીચર બહુ સુંદર હતા. તે મારા ખરાં પ્રેમ હતાં. જોકે, મેં તેમને એ બાબતે ક્યારેય કહ્યું ન હતું. કારણ કે મારે તો મારી પરીક્ષામાં ધ્યાન આપવાનું હતું.’જોકે, તે કહે છે, મેં ક્યારેય કોઇને આઇ લવ યુ નથી કહ્યું. મને એવી પ્રથમ પ્રપોઝલ ૯મા ધોરણમાં મળી હતી.

શ્રદ્ધા કપૂર અને વરુણ શર્મા સાથેની તેની ‘છિછોરે’ ફિલ્મ સફળતાને વરી છે અને હવે પછી તે મુકેશ છાબરાની દિલ બેચારાકરીરહ્યો છે. તેમાં તેની સાથે ન્યૂકમર સંજના સાંઘી છે. તેની એકશન થ્રિલર ‘ડ્રાઇવ’ થોડા વર્ષ સુધી પોસ્ટપોન્ડ થઇ હતી, તે હવે અંતે એક વૅબ ચેનલ પર રિલીઝ થવાની છે, એમ તેના સર્જકોએ જાહેરાત કરી છે.

--------------------

આયુષ શર્મા-ઇઝાબેલીની નવી જોડી

સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ ૨૦૧૮માં ફિલ્મ ‘લવ યાત્રી’થી ડેબ્યુ કર્યું હતું. તે ફિલ્મને સફળતા નહોતી મળી, પણ હવે તે બીજી ફિલ્મ શરૂ કરી રહ્યો છે. ‘ક્વાથા’ નામની આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિને શરૂ થવાનું છે. તેમાં આયુષની સાથે હિરોઇન તરીકે કેટરિના કૈફની બહેન ઇઝાબેલી કૈફ છે, જે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. કરણ લલિત બુટાની દિગ્દર્શિત આ ફિલ્મ ભારતીય લશ્કરની સાચી ઘટનાઓ પર આધારિત માનવ સાહસો પર આધારિત છે. તેમાં ઘણા ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ્સ થતા જોવા મળશે. ક્વાથા એ મણીપુરના એક ગામનું નામ પણ છે. એક લશ્કરી અધિકારીનો રોલ કરી રહેલો આયુષ તેના રોલ માટે સખત તાલીમ લઇ રહ્યો છે. અત્યારેતે શારીરિક વર્ક આઉટ અને લૂક બનાવવા પર કામ કરી રહ્યો છે. આકર્ષકઇઝાબેલીએ ન્યૂ યૉર્કમાં જાણીતા લી સ્ટે્રસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્ટિસ્ટટ્યૂટ ખાતેથી અભિનયની ચાર વર્ષની તાલીમ લીધી છે અને હવે તે બૉલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે.

--------------------

એશનો અવાજ પણ હૉલીવૂડમાં

શાહરુખ ખાન, રણવીર સિંહ અને ટાઇગર શ્રોફ જેવા સિતારા હૉલીવૂડના પાત્રોને પોતાનો અવાજ આપી ચૂક્યા છે. હવે ઐશ્ર્વર્યા રાય બચ્ચનનું નામ પણ તેમાં ઉમેરાશે. એશ હૉલીવૂડની ફિલ્મ ‘મેલફિસન્ટ: મિસ્ટ્રેસ ઑફ એવિલ’ના હિન્દી વર્ઝનમાં અભિનેત્રી એન્જેલિના જોલીના પાત્રને પોતાનો અવાજ આપશે. અત્યારેબૉલીવૂડના મોટા મોટા કલાકારો હૉલીવૂડની ફિલ્મોના હિન્દી વર્ઝનમાં પોતાનો અવાજ આપી રહ્યા છે. હાલમાં જ શાહરુખ ખાન અને તેના પુત્ર આર્યન ખાને ફ્લ્મિ ‘ધ લાયન કિંગ’માં મુફાસા અને સિંબાના પાત્રોને પોતાનો અવાજ આપ્યો હતો. તેની પહેલા રણવીર સિંહ ફિલ્મ ‘ડેડપુલ’માં અને ટાઇગર શ્રોફ ‘સ્પાઇડરમેન’ માટે પોતાનો અવાજ આપી ચૂક્યા છે. હવે ઐશ્ર્વર્યા રાય બચ્ચન પણ તેમાં જોડાઇ છે. ફિલ્મમાં એન્જેલિના જોલી એક ખરાબ ચૂડેલના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ બહુ હિટ થયો હતો. હવે તેના બીજા ભાગમાં સર્જકોદર્શકોને બહુ રોમાંચિત અને થ્રિલ કરી દેશે.

આ મહિને જ તેનું હિન્દી વર્ઝન રિલીઝ થવાનું છે. એશ છેલ્લા કેટલાય સમયથી બહુ ફિલ્મોમાં દેખાઇ નથી. છેલ્લે તે અનિલ કપૂર અને રાજકુમાર સાથે ‘ફન્ને ખાં’માં દેખાઇ હતી. તે પછી તે ફિલ્મોથી દૂર રહી છે. જોકે, તે તેના ચાહકો સાથે સોશ્યલ મીડિયા પર જોડાયેલી છે અને તેની તસવીરો અને વિડિયોઝ શેર કરતી રહે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

f3n347D2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com