3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આસિફકાપડિયાની મેરાડોના પર ફિલ્મ

આસ્કર વિજેતા બ્રિટીશ ભારતીય ફિલ્મસર્જક આસિફ કાપડિયાએ ૨૦૦૧માં પ્રથમ ફિચર ફિલ્મ ‘ધ વૉરિયર’ બનાવી હતી. તેફિલ્મ નાની હતી, પણ તેણે કેટલાયે એવૉર્ડઝ મેળવ્યા હતા. તે પછી તેઓ ડૉક્યુમેન્ટરી ફિલ્મો બનાવવા લાગ્યા. તેમની ‘એમી’ ફિલ્મે ઑસ્કર એવૉર્ડ મેળવ્યો હતો.

હવે તેઓ ત્રીજી દસ્તાવેજી ફિલ્મ ‘ડિએગો મેરાડોના’ સાથે ફરી ધમાકો બોલાવી રહ્યા છે. તેમાં તેમણે સ્ટાર ફૂટબોલ ખેલાડી મેરાડોનાના જીવનની ચડતી અને પડતી દેખાડી છે. તેમાં તેમણે તેના જૂના ફૂટેજ પણ વાપર્યા છે.

આ ખેલાડીની પડતી વધારે પડતા ડ્રગ્સનો ઉપયોગ કરવાથી અને ઇટાલિયન માફિયા કેમોરા સાથે ગાઢ જોડાણને કારણે થઇ તે પણ બતાવ્યું છે. આ ફિલ્મ ફક્ત ફૂટબોલના ચાહકોને જ નહીં ગમે, પણ સારી વાર્તા અને ફિલ્મના ચાહકો અને તેના અનુયાયીઓને પણ ગમશે.

ફિલ્મનું પ્રીમિયર કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને હાલમાં તે આગામી ઑસ્કર માટે ક્વૉલિફાય થવા યુએસના થિયેટરોમાં ચાલી રહી છે. મેરાડોના ઝૂંપડપટ્ટીમાંથી આવેલો છે અને ફૂટબોલ એ તેનો એકમાત્ર શોખ હતો. તે વિકટ પરિસ્થિતિમાં જીવીને આટલો આગળ વધ્યો હતો. આથી આસિફને તેના પર ફિલ્મ બનાવવાનું મન થયું ને આજે તે વિશ્ર્વ સ્તરે ઑસ્કર માટે પણ પ્રસિદ્ધિ મેળવી રહી છે.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e0MTVs
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com