3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહિલાઓની સમાનતા પર વિચાર કરી મૂકે તેવી ફિલ્મ

આવર્ષે દિવાળી પર રજૂ થનારી ફિલ્મ ‘સાંઢ કી આંખ’માં બે મહિલા શાર્પશૂટરની વાર્તા છે, જે ૬૦ વર્ષની ઉંમર પછી સ્પોર્ટને પોતાની કારકિર્દી તરીકે લે છે. તેમાં ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા રીયલ સ્ટોરી પર આધારિત છે. ભારતની સૌથી વયસ્ક શાર્પશૂટર્સ પ્રકાશી તોમાર અને ચંદ્રો તોમારની આ કથા છે. તેમાં મહિલા સમાનતાની વાત છે. આ બંને બૉલ્ડ અને હિમતવાન મહિલાઓ ઉંમરબાધને એકબાજુ મૂકીને દેશમાં સમાનતા ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. ભૂમિ ફિલ્મને એકદમ કૌટુંબિક ફિલ્મ કહે છે. તેકહે છે, ફિલ્મ જે રીતે બની છે તે જોતાં તે લોકોને વિચારતા કરી મૂકશે. આપણે આપણી પુત્રીઓ પર, તેમના પ્રેમ પર, તેમની જરૂરિયાત પર ભાર મૂકવો જોઇએ. અનુરાગ કશ્યપ નિર્મિત, તુષાર હિરાનંદાની દિગ્દર્શિત ફિલ્મ ૨૫મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

N8bav8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com