3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૭૬વર્ષે પણ બાદશાહી

આશકા શાહઅમિતાભ બચ્ચન એટલે બૉલીવૂડના બાદશાહ, સ્ટાર ઑફ ધ મિલેનિયમ, મેગા સ્ટાર.... વગેરે વગેરે. તેમના માટે જેટલા વિશેષણો વાપરીએ તેટલા ઓછા. અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કોઇએ નથી મેળવી એવી લોકપ્રિયતા તેમણે મેળવી છે. આ ૧૧ ઑક્ટોબરે તેમનો ૭૭મો જન્મદિવસ છે. ૭૬ વર્ષ પૂરાં કરીને તેઓ નવા વર્ષમાં પ્રવેશ કરશે. ખાસ તો તેમને બૉલીવૂડમાં સક્રિય છે ત્યારે જ ફિલ્મોનો સૌથી મોટો રાષ્ટ્રીય ફિલ્મ એવૉર્ડ દાદા સાહેબ ફાળકે એવૉર્ડ મળી રહ્યો છે.

તાજેતરમાં જ તેની જાહેરાત થઇ. આમ, નેશનલ એવૉર્ડ, ફ્લ્મિફેર એવૉર્ડ અને એવા અનેક એવૉર્ડઝ પછી ભારત સરકારના પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને કેટલાક વિદેશી એવૉર્ડઝ અને ડૉક્ટરેટના સન્માન મેળવ્યા પછી હવે દાદા સાહેબ એવૉર્ડ પણ મળી રહ્યો છે. આ તેમની બહુ મોટી સિદ્ધિ કહેવાય.

અત્યારે ૭૬ વર્ષેય તેઓ લોકપ્રિય તો છે જ, પણ સાથે બૉલીવૂડમાં સક્રિય છે અને સતત ફ્લ્મિો કરતા રહે છે. અત્યારે તે એકમાત્ર એવા સ્ટાર છે જે આટલી ઉંમરે ફિલ્મો કરી રહ્યા છે. એ પણ તેમની કારકિર્દીની ખાસ વિશેષતા છે કે તેમણે યુવાનીમાં જેટલી લોકપ્રિયતા અને સારી ફિલ્મો નહોતી કરી એટલી મોટી ઉંમરે કરી છે. તે પણ બીજી નહીં પણ ત્રીજી ઇનિંગમાં. યુવાનીમાં તેમણે ડૉન, મુકદ્દર કા સિકંદર, દીવાર, કભી કભીજેવી અસંખ્ય સફળ ફિલ્મો કરી હતી. તેનાથી તેઓ રોમેન્ટિક અને એકશન હીરો તરીકે પંકાયા હતા. પણ હવે ૭૬ વર્ષની ઉંમરે તે ઓફબીટ ફિલ્મો પણ કરે છે અને કેન્દ્રીય ભૂમિકાઓ પણ. જો તેમની સાથે બીજા હીરો ને હિરોઇનની જોડી

હોય તો પણ તેમની ભૂમિકા તો મહત્ત્વની અને ફિલ્મના મુખ્ય ભાગરૂપ જ હોય. અત્યારે પણ તેમની પાસે એકસાથે ત્રણ ફિલ્મો હાથમાં છે. જેમાં ‘ગુલાબો-

સિતાબો’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ચહેરે’. આ ત્રણેય ફિલ્મો મોટી છે અને જુદા જુદા

પ્રકારની છે.

તેમની આ ફિલ્મો વિશે વાત કરીએ તો અનેક પ્રકારના જુદા જુદા કેરેક્ટર્સ ભજવી ચૂકેલા બચ્ચનની ‘ગુલાબો સિતાબો’ ફિલ્મ બહુ જુદા પ્રકારની છે. કહેવાય છે કે ઉત્તર પ્રદેશના એક ગામના ગુલાબો સિતાબો પપેટ્સ છે. જેમના પાત્રો કોમ્પ્યુટર ગેઇમ્સમાં પણ આવી ગયા છે અને હવે તેઓ બચ્ચનની આ ફ્લ્મિમાં જોવા મળશે. એવુંકહેવાય છે કે બચ્ચનનું આ પપેટ્સ સાથે ભૂતકાળનું જોડાણ છે. વાત એમ છે કે પ્રતાપ ગઢમાં આવેલા નારહરપુર ગામમાં રામ નિરંજન લાલ શ્રીવાસ્તવ હતા, જે બચ્ચનના વડવાઓમાં હતા અને કાયસ્થ કુટુંબના આ રામ નારાયણે આ પપેટ્સની રચના કરી હતી. તેઓ એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રયાગરાજમાં કામ કરતા હતા અને પછી અલાહાબાદમાં ગયા હતા અને ત્યાં તેઓ પપેટરી આર્ટ શીખ્યા હતા.

આ વાત છે ૬૦ના દાયકાની, જ્યારે શ્રીવાસ્તવે ગુલાબો-સિતાબો પપેટ્સની રચના કરી હતી. તે પછી તેમની એ પરંપરા તેમના ભત્રીજા અલખ નારાયણ શ્રીવાસ્તવે આગળ વધારી હતી અને તેમણે તે કળા અન્ય લોકોને શીખવી. આથી ગુલાબો-સિતાબો લોકકથાના ભાગ બની ગયા.

હવે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું મહત્ત્વનું પાત્ર છે. ફિલ્મમાં એક ઘરના માલિક અને તેમના ભાડુતની વાર્તા છે, જેમની વચ્ચે પ્રેમ-ધૃણાના સંબંધો હોય છે. તેમાં આ પપેટ્સની પણ વાર્તા છે. બચ્ચનતેમાં મકાન માલિકના અને આયુષમાન ખુરાના ભાડુતના પાત્રમાં જોવા મળશે. આમ, આ ફિલ્મની વાર્તા જરા જુદી છે. આ ઉપરાંત ‘બ્રહ્માસ્ત્ર’માં બચ્ચન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા યુવા કલાકારો સાથે છે. અયાન મુખરજીની આ ફેન્ટસી ફિલ્મ ટ્રાયોલોજી છે.

આ ફિલ્મ પણ બહુ મહત્વાકાંક્ષી છે અને બહુચર્ચિત છે. સુપરહીરો ફિલ્મ છે આથી તેમાં બચ્ચનનું પાત્ર પણ બહુ યુનિક હશે. જ્યારે બચ્ચનની ઇમરાન હાશમી સાથેની સસ્પેન્સ થ્રિલર ‘ચેહરે’ પણ તાજેતરમાં શરૂ થઇ છે. રૂમી જાફરીની આ ફિલ્મમાંક્રિતી ખરબંદા, રીયા ચક્રવર્તી, સિદ્ધાર્થ કપૂર વગેરે કલાકારો છે. આમ, અમિતાભ બચ્ચન અત્યારે પણ એટલા લોકપ્રિય છે કે તેમને દર્શકો ફિલ્મોમાં જોવા આતુર હોય છે. અત્યારેનવી પેઢીના હીરો જુઓ કે તેમનો પુત્ર અભિષેક બચ્ચન જુઓ તેમને પણ બચ્ચનને અત્યારે ફિલ્મો મળે છે તેટલી નથી મળતી. તેમની કારકિર્દી હજુ આગળ ચાલતી જ રહે તેવી શુભેચ્છા આપીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2y8AB2g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com