31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બસ સ્ટૉપ પાસે ઊભેલી યુવતી સામે અશ્ર્લીલ ચેનચાળા કરનારા રિક્ષાડ્રાઈવરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નોકરી પરથી છૂટી ઘરે જવા માટે બસ સ્ટૉપ પાસે ઊભેલી યુવતી સામે અશ્ર્લીલ ચેનચાળા કરી ફરાર થઈ ગયેલા રિક્ષાડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧ના ઇન્ચાર્જ ચિમાજી આઢાવની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ શકીલ અબ્દુલ કાદર મેમણ (૩૨) તરીકે થઈ હતી. મલાડ પશ્ર્ચિમના માલવણી ગેટ નંબર-૭ ખાતે રહેતા આરોપીને વધુ તપાસ માટે બાંગુર નગર પોલીસને સોંપાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના ૧ સપ્ટેમ્બરની રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ બની હતી. નોકરી પરથી છૂટી ઘરે જવા માટે યુવતી બસની રાહ જોતી મલાડ પશ્ર્ચિમમાં ન્યૂ લિંક રોડ પરના બસ સ્ટૉપ પાસે ઊભી હતી. તે સમયે આરોપી રિક્ષામાં યુવતીની નજીક આવ્યો હતો. યુવતીને રિક્ષામાં બેસવાનું આરોપીએ કહેતાં યુવતીને શંકા ગઈ હતી. તેણે રિક્ષામાં બેસવાનો ઇનકાર કરી દીધો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે રિક્ષામાંથી ઊતરી આરોપીએ પૅન્ટની ઝીપ ખોલીને યુવતી સામે અશ્ર્લીલ ચેનચાળા કર્યા હતા. ડઘાઈ ગયેલી યુવતીએ આરોપીનો ફોટો પાડવા માટે મોબાઈલ પર્સમાંથી બહાર કાઢ્યો હતો. એ જોઈ આરોપી ત્યાંથી રિક્ષામાં ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે યુવતીએ બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.

યુવતીએ આપેલા વર્ણનને આધારે પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની ચકાસણી કરી આરોપીની રિક્ષાને ઓળખી કાઢી હતી, પરંતુ આરોપી અલગ અલગ રિક્ષા ભાડેથી ચલાવતો હોવાનું તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું. આખરે બુધવારે આરોપીને માલવણીથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મારામારી અને વિનયભંગના ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

22l358
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com