31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચિદમ્બરમે તિહાર જેલમાંથી આર્થિક સ્થિતિ વિશે ચિંતા દર્શાવી

નવી દિલ્હી: આઈએનએક્ષ મીડિયા કેસમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ હાલ તિહાર જેલમાં છે. તેમણે પરિવાર થકી કસ્ટડીમાંથી તેમનો મેસેજ ટ્વિટરમાં મૂકવા જણાવ્યું હતું. ચિદમ્બરમે દેશની આર્થિક સ્થિતિ વિશે ચિંતા દર્શાવી છે. ધૂંધળી આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢવા સરકારની યોજના વિશે પ્રશ્ર્ન પૂછૂયો હતો.

તિહાર જેલમાં છેલ્લા થોડા દિવસમાં ગરીબો સાથે વાતચીત કરવાની મને તક મળી છે. ગરીબોની ક્ષમતાથી વિસ્મય થયું છે. ગરીબો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે એમ તેમણે કહ્યું હતું.

રોજગારીમાં ઘટાડો, ઓછા વેપાર અને ઓછા રોકાણથી ગરીબ ને મધ્યમ વર્ગને સૌથી વધુ અસર કરે છે. દેશને આર્થિક મંદીમાંથી બહાર લાવવા સરકારનો પ્લાન ક્યાં છે? એમ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું.

આઈએનએક્ષ મીડિયા કેસમાં મંજૂરી આપવામાં સંડોવાયેલા અધિકારની ધરપકડ નહીં કરવા તેમણે સત્તાવાળાઓને વિનંતી કરી છે. અધિકારીએ કંઈ ખોટું કર્યું નહોતું. સીબીઆઈ કોર્ટની કસ્ટડી બાદ ઈડી પણ તેમની ધરપકડ કરવા લાઈનમાં છે.

આઈએનએક્ષ મીડિયાને એફઆઈપીબી મંજૂરીમાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે સીબીઆઈએ ૧૫ મે, ૨૦૧૭ના એફઆઈઆર નોંધી હતી. બાદમાં ઈડીએ મની લોન્ડરિંગ કેસ નોંધ્યો હતો. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

gB54MH42
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com