24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘હિબ્બુલ વતન મિન્નલ ઈમાન’ વતનપ્રેમ એ ઈમાનનો જ એક ભાગ

મુખ્બિરે ઈસ્લામ-રાજીવ પંડિતપૃથ્વીની કુલ વસ્તી ત્રણ અબજને આંબી ગઈ છે. તેમાં મુસલમાનોની સંખ્યા એક અબજ જેટલી આંકવામાં આવે છે. એશિયા ખંડમાં મુસ્લિમો વધારે છે. આફ્રિકામાં તે બીજા નંબરે આવે છે.

દુનિયાના નક્શા પર નજર નાખતા જણાય છે કે, કેટલાક દેશોમાં મુસ્લિમોની સરકારો પણ છે .એશિયા ખંડમાં અરબ, પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, ઈરાક, સિરિયા, એડન, લેબનોન, તુર્કી, ઓમાન, મલાયા, કુવૈત, બહરીન, કતાર, પેલેસ્ટાઈન વગેરે દેશોમાં મુસ્લિમોની સત્તા ચાલે છે. પેલેસ્ટાઈનને હજી કાનૂની રીતે મુસ્લિમોના દેશ તરીકે યોગ્ય સ્થાન મળ્યું નથી, પરંતુ શક્ય છે કે નજીકના ભવિષ્યમાં તે શક્ય બનવા પામશે. એશિયા ખંડના મોટા દેશો જેવા કે રશિયા, ભારત અને ચીનમાં મુસલમાનોની સંખ્યા કરોડો પર પહોંચી છે.

આફ્રિકાખંડમાં પણ કેટલાક ઈસ્લામી દેશો છે તેમાં ઈજિપ્ત, સુદાન, લિબિયા, અલ્જીરિયા, ટયુનિસ, મોરાક્કો, માડાગાસ્કર અને નાઈજિરિયા વધુ પ્રખ્યાત છે. બીજા રાજ્યો દાખલા તરીકે કેનિયા, ટાંગાનિકા અને પશ્ર્ચિમ આફ્રિકામાં પણ ઈમાનવાળાઓની સંખ્યા ઘણી મોટી છે.

મધ્ય આફ્રિકા તથા દક્ષિણ આફ્રિકામાં ઈસ્લામ ઘણો ઝડપથી પ્રસરી રહ્યો છે, જે આ લખનારના જાતઅનુભવથી જાણી શકાય છે.

યુરોપ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા ખંડોમાં ખ્રિસ્તીઓની સંખ્યા વધારે છે. રાજ્યશાસન પણ તેમના હાથમાં છે, તેમ છતાં તે રાજ્યોમાં પણ મુસ્લિમોની નોંધપાત્ર વસતી છે અને જે તે દેશોના કાયદા-કાનૂન-બંધારણ-નિયમો મુજબ તથા કુરાન કરીમની આયત (શ્ર્લોક) ‘હિબ્બુલવતન મિન્નલ ઈમાન’ અર્થાત્: ‘વતનપ્રેમ એ ઈમાનનો જ એક ભાગ’ છેની તાલીમ અનુસાર ત્યાંની પ્રજામાં તેઓ હળીમળી ગયા છે. હા, કેટલાક અનિષ્ટ તત્ત્વોના આતંકને કારણે સમસ્ત ઈસ્લામ અને તેની ઉમ્મતને દોષિત ઠેરવવી-સમજવી તે આ ધર્મના અમન્-શાંતિના બુનિયાદી પાયાને હાનિ પહોંચાડનારી અવશ્ય બની રહેતી હોય છે.

મોટા શહેરો જેવા કે લંડન, પેરિસ, બર્લિન, રોમ, એમસ્ટ્રેડમ, લિસ્બન, બુડાપેસ્ટ, બેલગ્રેડ, મોસ્કો, કેન્બ્રા, સીડની વગેરે શહેરોમાં મુસ્લિમોએ ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક કેન્દ્રોની સ્થાપના પણ કરી છે. એ શહેરોમાં મસ્જિદોની સંખ્યા પણ ખાસ્સી છે. પાંચેય સમય ‘અલ્લાહો અકબર’નો મીઠોમધ જેવો નાદ ગૂંજે છે.

વાસ્તવમાં ઈસ્લામ એક ઈલ્હામી (દિવ્ય પ્રેરણા) ધર્મ છે. તેની શરૂઆત હઝરત આદમ અલયહે વસ્સલામ (અ.સ.)થી થઈ હતી. તેમની પર અલ્લાહતઆલાની ‘વહી’ (માર્ગદર્શન) આવતી હતી. હઝરત આદમ (અ.સ.) લોકોને સારાનરસાના ભેદથી વાકેફ (પરિચિત) કરતા હતા. અલ્લાહની આજ્ઞાનુસાર હઝરત આદમ (અ.સ.) લોકોને વહેદાનીયત (એકેશ્ર્વરવાદ)ની અને સુકર્મ કરવાની તાલીમ આપતા હતા.

હઝરત આદમ અલયહિસ્સલામ પછી, અલ્લાહતઆલાએ હજારોની સંખ્યામાં નબીઓ મોકલ્યા અને સેંકડોની સંખ્યામાં રસુલોને મોકલ્યા. તેમાં વિશેષ કરીને હઝરત શીશ, હઝરત ઈદ્રીસ, હઝરત નૂહ, હઝરત ઈસા, હઝરત યુસુફ, હઝરત યાકુબ, હઝરત મુસા, હઝરત હારૂન, હઝરત ઈબ્રાહિમ, હઝરત ઈસ્માઈલ અને હઝરત સુલેમાન અલયહિસ્સલામ ઘણા જાણીતા પયગંબરો છે. જે અલ્લાહ તરફથી નબુવ્વત (અલ્લાહનો પયગામ પહોંચાડવા)ના કામ માટે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. અલ્લાહના નબીઓની આ પવિત્ર જમાતે પોતાના યુગમાં પોતાની જાતિને, અલ્લાહનો સંદેશ પહોંચાડ્યો અને લોકોને સન્માર્ગ પર ચાલવાની તાલીમ આપી. તે તમામ નબીઓએ વહેદાનીયતની અર્થાત્ એકેશ્ર્વરવાદની જ તાલીમ આપી. કોઈ પણ નબીએ વ્યક્તિ વિશેષની એટલે કે કોઈને પણ અલ્લાહની જાત સાથે સરખાવવાનું શિક્ષણ આપ્યું નથી. ‘શિર્ક’ના એવા માફ ન કરી શકાય તેવા ગુનાથી કોશો દૂર રહેવાનું ઉમ્મતને આહ્વાન આપ્યું અને તે પર કાયમ રહ્યા. જેને હઝરત આદમ અલહિસ્સલામથી માંડીને આ દુનિયામાં પધારેલા તમામ નબીઓએ શીખવ્યું છે અને તે શિક્ષણ અલ્લાહતઆલાના આદેશ મુજબ છે. આજ્ઞાનુસાર છે, જે તાક્યામત રહેશે.

બ્રહ્માંડમાં જેમનું સર્જન સૌથી પહેલું થયું હતું તેમનું આગમન સૌથી પાછળ - છેલ્લું થયું અને જેમને ‘રહમતલ-લીલ-આલમીન’ અર્થાત્ ‘વિશ્ર્વકૃપા’ બનાવીને અલ્લાહે આ પૃથ્વી પર મોકલ્યા તે માનવોના, જીનોના, ફરિશ્તાઓના, તમામ વિશ્ર્વના રસૂલ છે. - કબીર સી. લાલાણી

* * *

હદીસની રોશનીમાં ગીબત (નિંદા) સાંભળનાર ગીબત કરવાવાળા જેવો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8o6DXY8B
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com