24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

કર્મનું ફળ મળશેજ!

કૉંગ્રેસને વર્ષ ૨૦૧૧માં અંદેશો આવી ગયો હશે કે, હવે તેનું શાસન અને સગાવાદનો અંત નજીક છે, તે કારણે નરોડા પાટિયા અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર બદલ અમિત શાહને સી.બી.આઈ. મારફત ૩ માસની જેલયાત્રા કરાવી. આ વિષયો પર નરેન્દ્ર મોદી પર પણ કારવાઈ થતી રહી અને અંતે બંને નિર્દોષ રહ્યા. ત્યાર બાદ મોદીજીનું શાસન ૨૦૧૪ થી ચાલુ થયું અને ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓની તપાસ કરાવી, પુરાવાઓ મળતા કેસ ચાલતા રહ્યા. જ્યારે ૨૦૧૯માં અમિત શાહ ગૃહ પ્રધાન બન્યા ત્યારે પૂર્વ ગૃહપ્રધાન ચિદંબરમ્ના કૌભાંડ ઉઘાડા પડ્યા અને તેઓ પર કાયદેસર કાર્યવાહી ચાલુ છે. હવે આવા ભ્રષ્ટ લોકો જેઓ કૉંગ્રેસના શાસનમાં દેશને ખૂબ લૂંટતા રહ્યા તેઓનું નિયતિ શું નિર્માણ કરશે તેની દેશ રાહ જોશે. છેલ્લે પાકિસ્તાન પણ ભારતને એટમ બૉમ્બનો ડર બતાવે છે. રખેને તેઓ આવો પ્રયાસ કરે તો સજાગ શક્તિશાળી ભારત તેઓનો જ એટમ બૉમ્બ પાકિસ્તાનમાં ફોડે તો નવાઈ નહીં. તેઓનું કર્મનું ફળ મળશે જ!

- મહેન્દ્ર પ્રા. લોઢવિયા

ત્રીજો રસ્તો, સાંતાક્રુઝ (પૂ.), મુંબઈ-૫૫.

--------------------------------------

અંતે આપણું જ ખીસું ખંખેરાય છે

વર્ષો પહેલાં ટીવી પ્રોગ્રામમાં સાંજે જ આવતો અને એ પણ ૩/૪ કલાક પ્રોગ્રામ હોય એ બે કે ત્રણ ચેનલ જ હતી. હવે તો ચોવીસે કલાક અને ૬૦/૭૦ કરતાં પણ વધુ ચેનલો થઇ ગઇ છે. ચેનલો

વાળાઓ એ હમણાં જ કોણીએ ગોળ

લગાવી અલગ અલગ ચેનલના અલગ અલગ ભાવ છે આપણાં ખીસ્સા ખાલી

કર્યા છે.

ટીવીની કોઇપણ સિરિયલ લગભગ ૩૦ મિનિટની હશે, તેમાં પ્રોગ્રામ તો માંડ ૧૨ થી ૧૫ મિનિટનો જ જોવા મળે છે. ક્યારેક તો એથી પણ ઓછો સમય સિરિયલ હોય છે બાકીના સમયમાં ફક્તને ફક્ત જાહેરખબરો જ હોય છે. આવી જાહેર ખબરોથી શું થાય છે ખબર છે? જે પ્રોડ્કટની કિંમત ફક્ત ૫/૭ રૂપિયા હોય એનો રૂ. ૧૫ થી ૨૦ થઇ જાય છે.

ગુજરાતીમાં એક કહેવત છે, કે ‘લગ્નનો ભભકો તો કર્યો, પણ ખર્ચ આખરે તો ક્ધયાની કડ ઉપર જ હોય છે માલની કિંમત ૪૦ થી ૫૦ ટકા વધી જાય છે. ક્યારેક તો સિરિયલના એક જ ભાગમાં બે સાબુની કે બે ટૂથપેસ્ટની જાહેરખબર હોય છે. જો ક્વૉલિટી સારી હશે તો જાહેરખબર ની જરૂર નહીં પડે. આ બધી ખુલ્લી લૂંટ છે. અંતે તો આપણું જ ખીસું ખંખેરાય છે!

- જયસુખલાલ ચંપકલાલ વોરા

અંધેરી-કુર્લા રોડ, અંધેરી (પૂર્વ), મુંબઇ- ૪૦૦ ૦૯૯.

------------------------------------

બધે જ એવું નથી!

‘મુંબઈ સમાચાર’ના છઠ્ઠી સપ્ટેમ્બરના અંકના ‘પ્રજામત’ વિભાગમાં હાજી યુસુફભાઈ કરાચીવાળાનો પત્ર કે ‘ઘેર ઘેર માટીના ચૂલા’માં તેમણે દર્શાવેલ મત સાથે લગભગ હું સહમત છું પરંતુ હવે સંપૂર્ણ તેમ નથી. ગઈ ચાર તારીખના ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડમાં હરિયાણનાં નેહાબેન મલ્હોત્રા હોટ સીટ પર હતાં, તેઓ બૅન્કમાં નોકરી કરે છે. તેઓ બહુ સુંદર જવાબ આપી સારી રાશિ પણ કમાયાં. એપિસોડ દરમિયાન અમિતાભજીએ પૂછયું કે આ જીતેલી રકમનું શું કરશો? ત્યારે નેહાબેન ગળગળા થઈ ગયા અને જણાવ્યું કે આ બધી રકમ મારી સાસુને આપીશ ત્યારે બધાને ખૂબ જ આશ્ર્ચર્ય થયેલું. તેમણે ખુલાસો કરતાં જણાવેલું કે મારી સાસુને કારણે હું અહીં સુધી આવી છું. મારા બે બાળકોને સાચવવાનું તેમ જ ઘરકામમાં માં હંમેશાં મદદરૂપ થાય છે. કોઈ દિવસ મારા વિશે મારા પતિને ફરિયાદ કરી નથી. આ પ્રસંગ જોઈને મને થયું કે અહીં માટીનો ચૂલો નથી અને હવે તો સાસુ-વહુ સમજપૂર્વક રહેતાં હોય છે.

- સુભાષ બારોટ

માર્વેરોડ, મલાડ (વે.),

મુંબઈ-૪૦૦૦૬૪.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0p0062
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com